Bigg Boss OTT 3 Grand Finale Winner Name Highlights Updates in Gujarati: બિગ બોસ ઓટીટી 3 તેના છેલ્લા પડાવ પર આવી ગયું છે અને થોડા કલાકોમાં શોના વિજેતાના નામની ઘોષણા કરવામાં આવશે. આ સમયે શોમાં જે ટોપ 5 કન્ટેસ્ટન્ટ બચ્યા હતા તેમાં રણવિર શૌરી, સના મકબૂલ, નેઝી, સાઈ કેતન રાવ અને કૃતિકા મલિક હતા. હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ્સ આવવા લાગ્યા છે અને લોકો કહી રહ્યા છે કે, છેલ્લો મુકાબલો નાઇઝી અને સના મકબૂલ વચ્ચે થવાની છે.
હાલ તો આ વાત શોની લાઇવ શરૂઆત બાદ જ કહી શકાય. ઇન્ટરનેટ પર અમુક વીડિયો શેર થવા લાગ્યા છે, જેમાં શિવાની અને દીપક ચૌરસિયા કહી રહ્યા છે કે કૃતિકા ટોપ 5માં સ્થાન મેળવવાને લાયક નહોતી. બિગ બોસના વિજેતાને ચમકતી ટ્રોફીની સાથે 25 લાખ રૂપિયાનું ઇનામ પણ મળશે. શોનો વિજેતા કોણ બનશે તે જાણવા માટે જોડાયેલા રહો.
બિગ બોસ ઓટીટી 3ના હોસ્ટ અનિલ કપૂર
અનિલ કપૂર બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ કરી રહ્યા છે. આ સમયે ઈન્ટરનેટ પર બાકી રહેલા સ્પર્ધકોના ફેન્સ તેમના વિશે જોરશોરથી પોસ્ટ શેર કરી વોટ કરવાની અપીલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, બિગ બોસ ઓટીટી 3નો વિનર કોણ હશે અને ટોપ 3ની રેસમાં કોણ રહેશે. તમને જણાવી દઈએ કે આવતીકાલ એટલે કે 2 ઓગસ્ટના રોજ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અને તેના થોડા કલાકોમાં જ વિજેતાની જાહેરાત કરવામાં આવશે.
બિગ બોસ ઓટીટી 3 ફિનાલે ક્યા અને ક્યારે સ્ટ્રીમ થશે
બિગ બોસ ઓટીટી 3 નો ગ્રાન્ડ ફિનાલે શુક્રવારે રાત્રે 9 વાગ્યે શરૂ થાય છે, પરંતુ 2 ઓગસ્ટે સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે શરૂ થવાની સંભાવના છે. નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.





