Bigg Boss OTT 3 Promo: બિગ બોસ ઓટીટી સીઝન 3નો નવો પ્રોમો રિલિઝ થયો છે અને આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અનિલ કપૂર આ સિઝનના હોસ્ટ હશે. પરંતુ શું તમે જાણો છો કે અનિલ કપૂર આ શોને હોસ્ટ કરવા માટે કેટલી ફી વસૂલી રહ્યા છે. બિગ બોસ ઓટીટીની પહેલી સીઝનને કરણ જોહરે હોસ્ટ કરી હતી તો બીજી સીઝનને સલમાન ખાને હોસ્ટ કરી હતી. એવા અહેવાલો આવ્યા હતા કે સલમાન આ વખતે હોસ્ટ નહીં કરે અને અનિલ કપૂરનું નામ આવવા લાગ્યું. આજે આ શોનો નવો પ્રોમો આવ્યો અને એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે અનિલ કપૂર આ સીઝનના હોસ્ટ છે, પરંતુ શું તમે જાણો છો કે અનિલ કપૂર આ શોને હોસ્ટ કરવા માટે કેટલો ચાર્જ લઈ રહ્યા છે.
સલમાન ખાન ને બિગ બોસ ઓટીટી માટે કેટલી ફી મળતી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ ઓટીટી 3 પ્રોમો હોસ્ટ કરવા માટે અનિલ કપૂરની ફી સલમાન ખાન કરતા ઘણી ઓછી છે. શોના હોસ્ટમાં ફેરફાર થયો હોવાથી ફીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સલમાન ખાન જ્યારે હોસ્ટિંગ કરતો હતો ત્યારે તે એક એપિસોડ માટે 12 કરોડ ફી વસૂલતો હતો, તે અઠવાડિયામાં બે દિવસ શૂટિંગ કરતો હતો, એટલે કે દર અઠવાડિયે તે આ શો માંથી 24 કરોડ રૂપિયાની કમાણી કરતો હતો.
બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ માટે અનિલ કુમાર કેટલી ફી વસૂલશે?
બિગ બોસ ઓટીટી 3 સીઝન અનિલ કુમાર હોસ્ટ કરવાના છે. આ સાથે જ અનિલ કપૂર વિશે એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે તે એક એપિસોડ દીઠ 2 થી 2.5 કરોડની કમાણી કરી રહ્યા છે. એટલે કે સલમાન ખાન કરતા અનિલ કપૂરને બિગ બોસ ઓટીટી 3 માટે 6 ગણી ઓછી રકમ મળશે.
સલમાન ખાનની ફેન ફોલોઇંગ જોરદાર છે અને જ્યારે બિગ બોસ હોસ્ટ કરવાની વાત આવે છે તો તેનાથી વધુ કોઇ એક્સપર્ટ નથી, જેના કારણે સલમાન ખાનની બ્રાન્ડ વેલ્યૂ વધારે છે. અનિલ કપૂર પહેલીવાર બિગ બોસ જેવા શોને હોસ્ટ કરશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે તે આ નવી ભૂમિકામાં કેવી રીતે બંધ બેસે છે.
આ પણ વાંચો | બિગ બોસ 17 મુનાવર ફારુકી વિજેતા, એકસમયે દિવસના કમાતો ₹ 850
બિગ બોસ ઓટીટી 3 પ્રોમો રિલીઝ
જિયો સિનેમાએ બિગ બોસ ઓટીટી સીઝન 3નો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં અનિલ કપૂર અંધારામાં જોવા મળે છે અને કહે છે: બહુત હો ગયા ઝક્કાસ, કરતે હૈં ના કુછ ખાસ. કેપ્શનમાં લખ્યું છે: એક નવો હોસ્ટ અને બિગ બોસ ઓટીટીની નવી સીઝન, અને બિગ બોસની જેમ તેમનો અવાજ પૂરતો છે.