Bigg Boss OTT 3 : જક્કાસ! ‘બિગ બોસ ઓટીટી’ 3 સીઝન સલમાન ખાન નહીં અનિલ કપૂર હોસ્ટ કરશે?

Bigg Boss OTT 3 : Bigg Boss OTT 3 : ઘણા સમયથી 'બિગ બોસ ઓટીટી' સીઝન 3 ને લઈને વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા હતા. ક્યારેક તેની સ્ટ્રીમિંગ ડેટ વિશે ચર્ચાઓ થતી હતી તો ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે કેટલાક કારણોસર આ સીઝન આવી રહી નથી. આખરે, JioCinemaએ ચાહકોની મૂંઝવણ દૂર કરી છે.

Written by mansi bhuva
Updated : May 23, 2024 10:10 IST
Bigg Boss OTT 3 : જક્કાસ! ‘બિગ બોસ ઓટીટી’ 3 સીઝન સલમાન ખાન નહીં અનિલ કપૂર હોસ્ટ કરશે?
Bigg Boss OTT 3 : બિગ બોસ ઓટીટી 3: ઝક્કાસ! 'બિગ બોસ ઓટીટી'ની આ સીઝન અનિલ કપૂર હોસ્ટ કરશે?

Bigg Boss OTT 3 : ઘણા સમયથી ‘બિગ બોસ ઓટીટી’ સીઝન 3 (Bigg Boss OTT 3) ને લઈને વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા હતા. ક્યારેક તેની સ્ટ્રીમિંગ ડેટ વિશે ચર્ચાઓ થતી હતી તો ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે કેટલાક કારણોસર આ સીઝન આવી રહી નથી. આખરે, JioCinemaએ ચાહકોની મૂંઝવણ દૂર કરી છે. હા! બિગ બોસ ઓટીટી 3 સંબંધિત એક ટીઝર જિયો સિનેમાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સીઝન અન્ય સીઝન કરતા એકદમ અલગ રહેવાની છે. આ સાથે શોના હોસ્ટને લઈને પણ એક સંકેત આપવામાં આવ્યો છે.

Bigg Boss Ott 3 Teaser

ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વખતે સલમાન ખાન તેના કામના પ્રતિબદ્ધતાઓને કારણે શોને હોસ્ટ કરી શકશે નહીં. આ શોને હોસ્ટ કરવા માટે સંજય દત્ત, કરણ જોહર અને અનિલ કપૂરના નામ સામે આવી રહ્યા હતા. હવે Jio દ્વારા શેર કરવામાં આવેલા ટીઝરમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે સલમાન નહીં તો આ સીઝન કોણ હોસ્ટ કરશે.

શો અદ્ભુત બનવા જઈ રહ્યો છે

ટીઝરની શરૂઆતમાં, અગાઉની વિવિધ સીઝનની કેટલીક ઝલક બતાવવામાં આવી છે. ટીઝરની શરૂઆતમાં, BB OTT 2 માં અભિષેક મલ્હાન અને અવિનાશ સચદેવ વચ્ચેની લડાઈ બતાવવામાં આવી છે, જેની સાથે એક અવાજ આવી રહ્યો છે જે કહે છે, ‘તમે આ લડાઈને ભૂલી જશો.’ પછી રૂબીના દિલેક અને અવિનાશ સચદેવની રોમેન્ટિક ડેટ અને તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાના પ્રેમને બતાવીને કહેવામાં આવી રહ્યું છે કે, ‘તમે આ લવ સ્ટોરીને ભૂલી જશો.’

આ પણ વાંચો : Shah Rukh Khan : શાહરૂખ ખાનની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, શું થયું છે?

‘બિગ બોસ ઓટીટી 3’ જૂનમાં શરૂ થવા જઈ રહ્યું છે, તેની તારીખને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ સાથે આ વખતના સ્પર્ધકોના નામ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ