બિગ બોસની 16મી સિઝનમાં (Big Boss season 16) ઘરમાં 13 સિલેબ્રિટીઓને 105 દિવસ માટે લોક (Big Boss contestant) કરવામાં આવશે. ત્યારે શો શરૂ થાય તે પહેલાં ઉમંગ કુમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા બિગ બોસના હાઉસની કેટલીક તસવીરો પર નજર કરીએ.
બિગ બોસની 16મી સિઝનનો 1 ઓક્ટોબર એટલે કે આજે શનિવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. દરેક સિઝનની જેમ આ સિઝનને પણ સલમાન ખાન જ હોસ્ટ કરશે. ત્યારે આ વખતે બિગ બોસની 16મી સિઝન બેહદ જબરદસ્ત અને રોમાચિંત હશે. બિગ બોસ ખુદ ગેમમાં સામેલ થવાના છે. આ ઉપરાંત બિગ બોસ હાઉસને સર્કસની થીમથી સજાવવામાં આવ્યું છે. તો આવો જોઇએ તેની કેટલીક તસવીરો અને તેની વિશે ખાસ વાત.
આ વખતે બિગ બોસની પૂરી રીતે કાયાપલટ કરવામાં આવી છે. બિગ બોસ હાઉસને સર્કસની થીમ આધારિત ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પૂરા ઘરમાં લાઇટિંગ, અલગ અલગ માસ્ક અને પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.
આ ઉપરાંત બિગ બોસ હાઉસમાં આ વખતે એક બેડરૂમના સ્થાને ત્રણ જબરદસ્ત બેડરૂમ બનાવવામાં આવ્યાં છે. જ્યારે કેપ્ટનના બેડરૂમનો નજારો જોઇને તો તમે વાહ કહી જ દેશો. ત્યારે આ વખતે ગેમ કેટલી રસપ્રદ હશે તેની તમે કલ્પના કરશો તો તમે શો જોવા માટે તત્પર થઇ જશો.
બિગ બોસ હાઉસમાં લગાવેલા કેમેરા વિશે ઉંમગ કુમારે જણાવ્યું કે, બિગ બોસના હાઉસમાં લગભગ 98 જેટલા કેમેરા લગાવવામાં આવ્યાં છે. જો કે કેમેરાની સંખ્યામાં વધારો પણ થઇ શકે છે.
બિગ બોસની 16મી સિઝનમાં 13 સેલિબ્રિટીસને લોક કરવામાં આવશે. બિગ બોસની 16મી સિઝન માટે અત્યાર સુધીમાં ઘણા લોકોના નામ ચર્ચામાં આવ્યાં છે. પરંતુ ફાઇનલ મોહર તો આ નામ પર જ લાગી છે. બિગ બોસની 16મી સિઝન માટે ફાઇનલ કન્ટેસ્ન્ટમાં શિવિન નારંગ, શાલીન ભનોટ, ટીના દત્તા સહિત મિસ ઇન્ડિયા 2020 રનર અપ માન્યા સિંહનો સમાવેશ થાય છે.
આ સિવાય બિગ બોસ મરાઠીમાં કામ કરી ચૂકેલી શિવ ઠાકરે તેમજ સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ ફેમ સંજય ગગનાનીનું નામ પણ લગભગ ફાઇનલ છે. ઉપરાંત બિગ બોસ 16 માટે સ્ટેન્ડ અપ કોમેડિયન મુન્નવર ફારુકી, વિશ્વના નાના સિંગ તરીકે ઉપલ્બધિ હાંસિલ કરનાર અબ્દૂ રોજિક, પૂનમ પાંડે તેમજ જેનિફર વિન્ગેટ સહિત દિવ્યાંકા ત્રિપાઠી તેમજ નૂસરત જહાં જેવી સેલિબ્રટીઓને પણ એપ્રોચ કર્યા હોવાના સમાચાર છે.