/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/munawar-faruqui-detained.jpg)
મુનવ્વર ફારૂકીની મુંબઇ પોલીસે અટકાયત કરી, શું છે મામલો? (ફોટો મુન્નવર ફારૂકી ઇન્સ્ટા)
Munawar Faruqui Detained : પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન 17ના વિજેતા મુનવ્વર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કાબારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. મુંબઈ પોલીસે દરોડા દરમિયાન અન્ય 13 લોકોની પણ અટકાયત કરી હતી. જો કે પૂછપરછ બાદ મુનવ્વર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે. જોકે આ ઘટનાને લઇને મુનવ્વર ફારુકી ફરી ચર્ચામાં આવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/munawar-faruqui.jpg)
મુનવ્વર ફારુકી એક પ્રખ્યાત ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન અને રેપર છે. પોલીસે અધિકારીઓને હર્બલની આડમાં તમાકુ આધારિત હુક્કા પીવાની શંકાના આધારે મુનવ્વર ફારુકી સહિત એક ડઝનથી વધુ લોકોની અટકાયત કરી હતી. જો કે બાદમાં પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા તમામ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/bigg-boss-17-winner.png)
પોતાની અટકાયતના સમાચાર બાદ મુનવ્વર ફારૂકીએ ખુદ એરપોર્ટ પરથી પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે 'હું થાકી ગયો છું પરંતુ મુસાફરી કરી રહ્યો છું'. એક તરફ મુનવ્વર અને તેની ટીમ એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ દરોડા સાથે તેમનો કોઈ સંબંધ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us