Birbal Khosla Death : હિન્દી સિનેમાના મશહૂર અભિનેતા બિરબલ ખોસલાનું 84 વર્ષની વયે નિધન થયું હોવાના દુ:ખદ સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. બિરબલ ખોસલા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડિત હતાં. જેના કારણે તેમણે 12મી સપ્ટેમ્બરે સાંજે 5.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. મનોરંજન ઉદ્યોગના ઘણા લોકો આ દુઃખદ સમાચારથી આઘાતમાં છે. બિરબલ ખોસલાનો પુત્ર વિદેશમાં નોકરી કરે છે. તેથી આજે તેના આવ્યા પછી અભિનેતાની અંતિમ વિધી કરવામાં આવશે.
બીરબલ ખોસલા એક કોમેડી અભિનેતા હતા, જેમણે પોતાના રમુજી પાત્રોથી દરેકનું ભરપૂર મનોરંજન કર્યું હતું. પરંતુ લાંબા સમયથી તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા અને તેમને મુંબઈની ભારતીય આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિરબલ ખોસલાને વય સંબંધિત બીમારી સિવાય બીરબલને ઘૂંટણમાં પણ તકલીફ હતી, જેના કારણે તે ચાલી પણ શકતા ન હતા.
કનોજિયાએ એમ પણ જણાવ્યું કે, તે લગભગ એક વર્ષ પહેલા સુધી ફિલ્મોમાં કામ કરતા હતા. બીરબલની પત્ની અંધેરીમાં સાત બંગલામાં રહે છે અને પુત્ર સિંગાપોરમાં નોકરી કરે છે.
બિરબલ ખોસલાએ આ ફિલ્મોમાં કામ કર્યું
બિરબલ ખોસલાએ 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ જે ફિલ્મોમાં તેના પાત્રની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી તે છે ‘શોલે’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘તપસ્યા’, ‘સદમા’, ‘દિલ’, ‘ફિર કભી’. ‘, ‘રાસ્તે કા પથ્થર’, ‘આમીર ગરીબ’, ‘સુન મેરી લૈલા’, ‘અનીતા’, ‘ઇન્સાન’, ‘એક મહેલ કા સપના હો’, ‘મોહબ્બત કી આરઝૂ’.
આ પણ વાંચો : Welcome 3 Controversy : અક્ષય કુમારની ‘વેલકમ 3’ રિલીઝ પહેલા જ વિવાદમાં, આ કારણથી ફિલ્મનું અધવચ્ચે શૂટિંગ બંધ
દિવંગત અભિનેતા બિરબલ ખોસલા તરીકે ઓળખાય છે, પરંતુ તેમનું સાચું નામ સતીન્દર કુમાર ખોસલા છે. તેણે વર્ષ 1967માં ફિલ્મ ‘ઉપકાર’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે માત્ર હિન્દી જ નહીં પરંતુ ભોજપુરી, મરાઠી અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.





