Dharmendra Message: ધર્મેન્દ્ર ફેન્સ માટે છેલ્લા મેસેજમાં શું કહી ગયા? જુઓ વીડિયો

Dharmendra last message to fans: બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર ફેન્સમાં ઘણા જાણીતા હતા. સામે પક્ષે ધર્મેન્દ્ર પણ પ્રસંશકોનું પણ એટલું જ ધ્યાન રાખતા હતા. ધર્મેન્દ્રએ પોસ્ટ કરેલા એમના છેલ્લા મેસેજમાં પણ ફેન્સની કેર કરી હતી. તેમની અંતિમ ઇચ્છા હતી કે પ્રશંસકો હંમેશા આરોગ્યમંદ, ખુશ અને સફળ રહે.

Written by Haresh Suthar
November 24, 2025 15:16 IST
Dharmendra Message: ધર્મેન્દ્ર ફેન્સ માટે છેલ્લા મેસેજમાં શું કહી ગયા? જુઓ વીડિયો
Dharmendra last message: ધર્મેન્દ્ર દેઓલનો પોતાના ફેન્સ માટેનો આખરી સંદેશ

Bollywood Actor Dharmendra Fans: બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર હવે નથી રહ્યા. સોમવારે બપોરે મુંબઇ ખાતે 89 વર્ષની વયે તેમનું નિધન થયું છે. બોલિવુડમાં હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રએ પોતાના જીવનના અંતિમ દિવસોમાં પણ પ્રશંસકોને યાદ રાખ્યા. October 2025માં દશેરા પર તેમણે Instagram પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેઓ golf cartમાં બેઠેલા છે અને પોતાના પ્રશંસકોને સંદેશ આપ્યો. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે તેઓ તેમના પ્રસંશકોના આરોગ્ય, ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરે છે.

પ્રશંસકો માટે ભાવનાત્મક ક્ષણ

24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની ઉંમરે તેમના નિધન બાદ આ પોસ્ટ ફરીથી viral થઈ રહી છે. Social media પર લાખો પ્રશંસકો આ અંતિમ સંદેશને શેર કરી રહ્યા છે. ઘણા લોકો માટે આ માત્ર એક પોસ્ટ નહીં પરંતુ ધર્મેન્દ્રની અંતિમ ઇચ્છા તરીકે યાદગાર બની ગઈ છે.

ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા

બોલિવુડ અભિનેતા અને પૂર્વ સંસદ સભ્ય એવા ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. કેટલાક દિવસો પહેલા જ એમને મુંબઇ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે સમયે એમના નિધનની અફવા ઉડી હતી. જોકે બાદમાં પરિવારે ખુલાસો કરવો પડ્યો હતો અને સારવાર બાદ તેઓને ઘરે લવાયા હતા.

ધર્મેન્દ્ર દેઓલના નિધન પર કરણ જોહર ભાવુક

ધર્મેન્દ્રના નિધનને પગલે બોલિવુડ સહિત દેશભરમાં ગમગીની છવાઇ છે. આ સમયે કરણ જૌહરે એક ભાવુક પોસ્ટ કરી ધર્મેન્દ્રને શ્રધ્ધાંજલિ અર્પી છે. તેમણે લખ્યું કે, આ એક યુગનો અંત છે, એક મોટા મેગાસ્ટાર અને ભારતીય સિનેમાની એક સાચી દંતકથા સમાન. અભી ના જાઓ છોડ કે… કે દિલ અભી ભરા નહીં… ઓમ શાંતિ

આ પણ વાંચો: ધર્મેન્દ્ર નિધન પર લાગણીઓ વહી, જાણો કોણે શું કહ્યું?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ