આ ગુજરાતી મૂળની બોલિવૂડ ફ્લોપ એક્ટ્રેસ ધારાસભ્યની વહુ બની, આજે કરોડોની માલકિન

Ayesha Takia Azmi : ‘ટાર્ઝનઃ ધ વન્ડર કાર’, વોન્ટેડમાં સલમાન ખાનની લીડ એક્ટ્રેસ આયેશા ટાકિયા અભિનયની દુનિયામાં ફ્લોપ સાબિત થઇ છે. આયેશા સમાજવાદી પાર્ટી (SP)ના નેતા અને ધારાસભ્ય અબુ અસીમ આઝમીના પુત્ર સાથે લગ્ન કરી ધર્માંતરણ કર્યું. આજે એક્ટ્રેસ કરોડોની સંપત્તિની માલકિન છે.

Written by mansi bhuva
April 10, 2024 07:00 IST
આ ગુજરાતી મૂળની બોલિવૂડ ફ્લોપ એક્ટ્રેસ ધારાસભ્યની વહુ બની, આજે કરોડોની માલકિન
Ayesha Takia Azmi Birthday : બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ટાકિયા ધારાસભ્યની વહુ બની, આજે કરોડોની માલકિન

Ayesha Takia : ‘ટાર્ઝનઃ ધ વન્ડર કાર’ ફેમ અને સુંદરતાના કામણ ફેલાવનારી બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયા આજે 10 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આયેશા ભલે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સિવાય તે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે.

Bollywood Actress Ayesha Takia Azmi : બોલિવૂડ એકટ્રેસ આયેશા ટાકિયા આઝમી ફોટો

આયેશા ટાકિયાનું નામ એ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે જે સ્ટારડમ અને ગ્લેમરની ઝગમગાટમાં આવી હતી પરંતુ લાંબો સમય ટકી શકી નહીં. આ સાથે તેણે એવા સમયે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો હતો કે બધાને ચોંકાવી દીધા હતા.

આયેશા ટાકિયા વિશે એવું કહેવાય છે કે તેના ફ્લોપ કરિયરને જોતા તેણે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો. આયેશા સમાજવાદી પાર્ટી (SP)ના નેતા અને ધારાસભ્ય અબુ અસીમ આઝમીની વહુ બની હતી.

આયેશાએ 2009માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર છે. લગ્ન પછી આયેશાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. આયેશાના પતિ ફરહાન એક બિઝનેસમેન છે. તેઓ હોટલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે પણ જોડાયેલો છે. આ સિવાય ફરહાનને રાજનીતિમાં પણ ઘણો રસ છે.

આયેશાના સસરા અબુ અસીમ આઝમીની વાત કરીએ તો તેમની ગણતરી મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાં થાય છે. તેઓ માનખુર્દ શિવાજીનગર વિધાનસભા સીટ પર કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમની પાસે 142 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમના પુત્ર ફરહાનની કુલ સંપત્તિ 72 કરોડ રૂપિયાથી વધુ છે.

આ પણ વાંચો : Heeramandi Trailer : આ દિવસે હીરામંડી ડાયમંડ બજારની રોનક જોવા મળશે, જાણો ટ્રેલરની રિલીઝ ડેટ

E

આયેશા ટાકિયાએ ‘ટાર્ઝનઃ ધ વન્ડર કાર’ સિવાય વોન્ટેડ, ‘પાઠશાલા’ અને ‘મોડ’, ‘યે દિલ માંગે મોર’, ‘શાદી નંબર વન’, ‘કેશ’, ‘શાદી સે પહેલે’,અને ‘સન્ડે’ જેવી ફિલ્મો પોતાની એક્ટિંગ કરિયર દરમિયાન કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ