અમિતાભ બચ્ચનનું નામ કેવી રીતે પડ્યું? શું છે બિગ બી સાથે જોડાયેલી 'ઇન્કલાબ'ની સ્ટોરી?

Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચનના નામને લઇ ખુબ ચર્ચા થાય છે. અમિતાભ બચ્ચનનું વાસ્તવિક નામ ઇંકબાલ હતું. પરંતુ આ નામને બદલાવી અમિતાભ રાખવામાં આવ્યું હતું.

Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચનના નામને લઇ ખુબ ચર્ચા થાય છે. અમિતાભ બચ્ચનનું વાસ્તવિક નામ ઇંકબાલ હતું. પરંતુ આ નામને બદલાવી અમિતાભ રાખવામાં આવ્યું હતું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

Amitabh bachchan Photo

Amitabh Bachchan Birthday: મહાનાયક અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબર એટલે કે આજે જન્મદિવસ છે. બિગ બી આજે તેનો 80મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચનની એક્ટિંગ, તેનો અવાજ તથા તેનું નામ પણ ખાસિયત ધરાવે છે. જી હાં! અમિતાભ બચ્ચનના નામને લઇ ખુબ ચર્ચા થાય છે. અમિતાભ બચ્ચનનું વાસ્તવિક નામ ઇંકબાલ હતું. પરંતુ આ નામને બદલાવી અમિતાભ રાખવામાં આવ્યું હતું. ત્યારે આ નામ પાછળના રહસ્ય વિશે જાણીએ.

Advertisment

લગભગ ત્રણ વર્ષ પહેલાં કોન બનેગા કરોડપતિના એક એપિસોડમાં અમિતાભ બચ્ચને તેના નામની કહાણી વિસ્તારપૂર્વક કહી હતી. બિગ બીએ જણાવ્યું હતું કે, તેમનું નામ બાળપણથી જ અમિતાભ છે. હકીકતમાં ક્યારેય તેમનું નામ ઇંકલાબ હતું જ નહીં. આ માત્ર એક અફવા છે.

અમિતાભ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે, તેમનો જન્મ વર્ષ 1942માં જ્યારે ગાંધીજી દેશમાં ભારત છોડો આંદોલન ચલાવતા હતા તે સમયે થયો હતો. ત્યારે તેમના શહેરમાં પ્રતિદિન આંદોલન થતાં હતાં અને લોકો માર્ગો પર 'ઇંકલાબ જિંદાબાદ'ના નારા લગાવતા હતા. અમિતભા બચ્ચનની માતા ત્યારે 8 મહિનાની ગર્ભવતી હતી. આ સ્થિતિમાં તે પણ એક વખત જુલૂસમાં જોડાઇ ગઇ હતી. જે અંગે પરિજનોને ખ્યાલ આવ્યો તો તેમને પરત ઘર લાવવામાં આવ્યાં હતા. તે સમયે અમિતાભ બચ્ચનના પિતાના મિત્રએ કહ્યું હતું કે જો તમારા ઘરે દિકારાનો જન્મ થશે તો તેનું નામ ઇંકલાબ રાખજો.

તાજેતરમાં અમિતાભ બચ્ચન તેની ફિલ્મ ગુડબાયને લઇ ચર્ચામાં છે. આ સિવાય તેમની અપકમિંગ મૂવી ઉંચાઇનું પોસ્ટર જાહેર થઇ ગયું છે. આ ફિલ્મ 11 નવેમ્બરના રોજ બોક્સઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મને સૂરજ બડજાત્યાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મના પોસ્ટરને લઇ અમિતાભ બચ્ચનના મિત્ર અને એક્ટર ધર્મેન્દ્રએ તેમને ખુબ સારી શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisment
https://twitter.com/aapkadharam

ધર્મેન્દ્રએ ટ્વિટરમાં લખ્યુ હતું કે, અમિત લવ યૂ, મને રાજશિરી પ્રોડક્શન દ્વારા સમાચાર મળ્યાં છે કે, તમે એની સાથે ફિલ્મ કરી રહ્યાં છો. ખૂબ સરસ મોસ્ટ ટેલેંટેડ એક્ટર અને બેસ્ટ પ્રોડક્શન હાઉસ એક સાથ. તમને સફળતાને આંબો

Amitabh Bachchan celebrities મનોરંજન ન્યૂઝ