નવેમ્બર મહિનામાં ઘણા બોલીવુડ સ્ટાર્સ પોતાના બર્થ ડે સેલિબ્રેટ કરે છે, નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ઐશ્વર્યા રાય બચ્ચન, ઈશાન ખટ્ટર, શાહ રૂખ ખાનથી લઈને બોની કપૂર, ખુશી કપૂર વગેરેનો સમાવેશ થાય છે, અહીં જુઓ લિસ્ટ
અહીં જાણો 10 નવેમ્બરથી 16 નવેમ્બર સેલિબ્રિટી બર્થ ડે સ્પેશિયલ વીકમાં કયા સ્ટાર્સ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરશે?
વિવેક અગ્નિહોત્રી બર્થ ડે (Vivek Agnihotri Birthday)
વિવેક અગ્નિહોત્રીએ ક્રાઈમ થ્રિલર ફિલ્મ ચોકલેટ (2005) થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, તેણે ધ તાશ્કંદ ફાઇલ્સ, ધ બેંગાલ ફાઇલ્સ, ધ કાશ્મીર ફાઇલ્સ છે જેમાંથી ધ કાશ્મીર ફાઇલ્સને વર્ષ 2022 ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મમાંની એક બની હતી.
વિવેક રંજન અગ્નિહોત્રીની પર્સનલ લાઈફની વાત કરીયે તો જન્મ 10 નવેમ્બર 1973 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. ડાયરેક્ટરએ લેખક, ડાયરેક્ટર અને એકટ્રેસ પલ્લવી જોશી સાથે વર્ષ 1997 માં લગ્ન કર્યા હતા. આ વર્ષે અગ્નિહોત્રી તેનો 52 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.
બોની કપૂર બર્થ ડે (Boney Kapoor Birthday)
બોની કપૂર આ વર્ષે 11 નવેમ્બર 2025 ના રોજ પોતાનો 72 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. તે એક ફિલ્મ નિર્માતા છે. તેનો જન્મ એક પંજાબી હિન્દૂમાં અને તેમનો ઉછેર આર્ય સમાજી પરિવારમાં થયો હતો. તેમના નાના ભાઈઓ અનિલ અને સંજય બંને અભિનેતા અને નિર્માતા છે.
બોની કપૂર દ્વારા નિર્મિત સૌથી પ્રખ્યાત ફિલ્મ શેખર કપૂર દિગ્દર્શિત સાયન્સ ફિક્શન ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા છે જેમાં તેમના ભાઈ અનિલ કપૂર અને તેમની ભાવિ પત્ની શ્રીદેવી અભિનિત છે. તે 1987 ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ હતી અને ભારતમાં એક કલ્ટ ક્લાસિક રહી છે.
જુહી ચાવલા બર્થ ડે
જુહી ચાવલા 58 વર્ષની છે, 13 નવેમ્બરના રોજ એકટ્રેસ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરે છે. ભારતની સૌથી ધનિક અભિનેત્રીમાં તેનું નામ આવે છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 મુજબ ₹7,790 કરોડની કુલ સંપત્તિ સાથે તે ભારતની સૌથી ધનિક અભિનેત્રી છે . તેની સંપત્તિ મુખ્યત્વે તેના અભિનય કારકિર્દી કરતાં કોલકાતા નાઈટ રાઇડર્સ IPL ફ્રેન્ચાઇઝી અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સહ-માલિકી સહિતના બિઝનેસ વેન્ચરમાંથી મેળવવામાં આવે છે.
આદિત્ય રોય કપૂર બર્થ ડે (Aditya Roy Kapur)
વર્ષ 2013 માં આશિકી 2 થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેની રોમેન્ટિક કોમેડી ફિલ્મ યે જવાની હૈ દીવાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આદિત્ય રોય કપૂરએ લુડો, દાવત-એ-ઇશ્ક, ફિતૂર, ઓકે જાનુ અને કલંક જેવી ઘણી મુવીઝ આપી છે.
આદિત્ય રોય કપૂરનો જન્મ 16 નવેમ્બર 1985 ના રોજ મુંબઈમાં એક પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો, તેના દાદા, રઘુપત રોય કપૂર, 1940 ના દાયકાની શરૂઆતમાં એક ફિલ્મ નિર્માતા હતા.





