Bollywood Celebrities Birthday Special | બોલીવુડ સેલિબ્રિટીઝ બર્થડે 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી, જુઓ લિસ્ટ

અહીં બોલીવુડ સેલિબ્રિટી સિરીઝમાં 28 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ક્યાં સ્ટાર્સ પોતાનો જન્મદિવસ ઉજવશે? જાણો

Written by shivani chauhan
October 27, 2025 14:32 IST
Bollywood Celebrities Birthday Special | બોલીવુડ સેલિબ્રિટીઝ બર્થડે 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી, જુઓ લિસ્ટ
Bollywood Celebrities Birthday Special

બોલીવુડ ઇન્ડસ્ટ્રી અઢળક ટેલેન્ટેડ સ્ટાર્સથી ભરેલું છે, દરરોજ કોઈક સેલિબ્રિટીનો બર્થડે હોય છે, ઓક્ટોબરમાં પણ ઘણા એક્ટર અને એકટ્રેસ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરે છે, અહીં બોલીવુડ સેલિબ્રિટી સિરીઝમાં 28 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ક્યાં સ્ટાર્સ પોતાનો જન્મદિવસ ઉજવશે? જાણો

અદિતિ રાવ હૈદરી બર્થડે (Aditi Rao Hydari Birthday)

અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) નો જન્મ 28 ઓક્ટોબર 1978 એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરે છે. તેણે મલયાલમ ફિલ્મ પ્રજાપતિ (2006) થી અભિનયની શરૂઆત કરી હતી, અને દિલ્હી 6 (2009) અને યે સાલી જિંદગી (2011) માં તેના અભિનયથી પ્રારંભિક ઓળખ મેળવી હતી બાદમાં તેને બેસ્ટ સ્પોર્ટીંગ એકટ્રેસનો સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો.

અદિતિ રાવ હૈદરીને હૈદરાબાદ અને વાનાપાર્થી રજવાડામાંથી આવેલા શાહી વંશને કારણે રાજકુમારી માનવામાં આવે છે.તેમના પરદાદા, સર અકબર હૈદરી, હૈદરાબાદ રજવાડાના વડા પ્રધાન હતા, અને તેમના બીજા પરદાદા વાનાપાર્થીના રાજા હતા.

અનન્યા પાંડે બર્થડે (Ananya Panday Birthday)

અનન્યા પાંડે બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે એક્ટર ચંકી પાંડેની દીકરી છે, એકટ્રેસએ વર્ષ 2019 માં રોમેન્ટિક કોમેડી ફિલ્મો સ્ટુડન્ટ ઓફ ધ યર 2 અને પતિ પત્ની ઔર વો માં ભૂમિકાઓ સાથે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પાંડેએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મના લાભાર્થી હોવા બદલ વારંવાર નકારાત્મક રીતે ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કર્યો છે. અનન્યા પાંડે તાજેતરમાં વર્ષ 2025 માં ધર્મા પ્રોડક્શનની સિક્વલ કેસરી ચેપ્ટર 2 સાથે કમર્શિયલ સિનેમામાં પાછા ફરી જેમાં અક્ષય કુમાર સી. શંકરન નાયરની ભૂમિકામાં હતા.

દલીપ તાહિલ બર્થડે (Dalip Tahil Birthday)

દલીપ તાહિલ વર્ષ 1993 ની બાઝીગર, હમ હૈ રાહી પ્યાર, રાજા વગેરેમાં તેની એકટિંગ માટે જાણીતા છે. એક્ટરનો બર્થડે ઓક્ટોબર 1952 એક ભારતીય ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેતા છે. વર્ષ 2013 માં તેમણે રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ભાગ મિલ્ખા ભાગમાં જવાહરલાલ નેહરુની ભૂમિકા ભજવી હતી, જેમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી, દલિપે મિશન મંગલમાં રુપર્ટ દેસાઈની ભૂમિકા પણ ભજવી છે.

અર્જુન બિજલાણી જન્મદિવસ (Arjun Bijlani Birthday)

અર્જુન બિજલાણી એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેણે હંગામા ટીવી પર એકતા કપૂરના શો કાર્તિકા સાથે ટેલિવિઝનની શરૂઆત કરી હતી. બિજલાની લેફ્ટ રાઈટ લેફ્ટ, મિલે જબ હમ તુમ, મેરી આશિકી તુમ સે હી, નાગીન અને ઈશ્ક મેં મરજાવાનમાં તેની ભૂમિકાઓ માટે જાણીતો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ