Holi 2024 : આ સેલિબ્રિટી કપલ લગ્ન પછી પહેલીવાર એક સાથે હોળી પર ધૂમ મચાવશે

Holi 2024 : બોલિવૂડમાં એવા ઘણા કપલ છે જેઓ લગ્ન પછી પહેલીવાર પોતાના લાઇફ પાર્ટનર સાથે હોળી 2024 પર ધૂમ મચાવશે. ચલો જાણીએ તે સેલિબ્રિટી કપલના નામ.

Holi 2024 : બોલિવૂડમાં એવા ઘણા કપલ છે જેઓ લગ્ન પછી પહેલીવાર પોતાના લાઇફ પાર્ટનર સાથે હોળી 2024 પર ધૂમ મચાવશે. ચલો જાણીએ તે સેલિબ્રિટી કપલના નામ.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Holi 2024 | Bollywood Celerities First Time Cerlebrate Holi After Marriage | kriti kharbanda Pulkit Samrat | Praineeti Chopra Raghav Chadha

આ સેલિબ્રિટી કપલ લગ્ન પછી પહેલીવાર એક સાથે હોળી પર ધૂમ મચાવશે (ફોટો ક્રેડિટ એક્ટર્સ ઇન્સ્ટા)

Holi 2024 : હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોલિવૂડ પણ હોળીના રંગમાં રંગાઇ જશે. આવી સ્થિતિમાં આ વખતે ઘણા એવા સેલિબ્રિટી કપલ છે, જેઓ લગ્ન પછી પહેલીવાર એક સાથે ધામધૂમથી હોળી ઉજવશે. ચાલો જાણીએ એ સિતારાઓના નામ.

Advertisment

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નનની તસવીરો વાયરલ થતા ચાહકોએ અભિનંદનનો વરસાદ કર્યો હતો. લગ્ન પછી અભિનેત્રી પ્રથમ હોળી તેના પતિ અને સાસરીયામાં ઉજવશે.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તાજેતરમાં જ શાહી લગ્ન કર્યા હતા. 21 ફેબ્રુઆરીએ આ સ્ટાર કપલે સાત ફેરા ફર્યા હતા. બંનેએ ગોવામાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી આ કપલની પહેલી હોળી હશે.

કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ

Advertisment

કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે આ મહિને 15 માર્ચે તેમના પ્રેમને મંઝીલ આપી હતી. આ કપલ હરિયાળાના એક પેલેસમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. ત્યારે લગ્ન પછી કૃતિ અને પુલકિતની પહેલી હોળી હશે.

સુરભી ચંદના અને કરણ શર્મા

સુરભી ચંદના અને કરણ શર્માએ 2 માર્ચે સાત ફેરા લીધા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને 13 વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ વર્ષે લગ્ન પછી બંનેની પહેલી હોળી હશે.

આયરા ખાન અને નુપુર શિખરે

આમિર ખાનની મોટી દીકરી આયરા ખાને આ વર્ષે 3 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. આ વર્ષે લગ્ન પછી બંને પહેલી વખત એક સાથે હોળી સેલિબ્રેટ કરશે.

દિવ્યા અગ્રવાલ અને અપૂર્વ

દિવ્યા અગ્રવાલ અને અપૂર્વના લગ્ન 20 ફેબ્રુઆરીએ થયા હતા. બંનેએ મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને પહેલીવાર સાથે હોળી ઉજવશે.

આ પણ વાંચો : Deepika Padukone : દીપિકા પાદુકોણ મુંબઇમાં નહીં કરે ડિલિવરી? કપલે લીધો મોટો નિર્ણય

સોનારિકા ભદૌરિયા અને વિકાસ પરાસર

સોનારિકા ભદૌરિયા અને વિકાસ પરાસર 19 ફેબ્રુઆરીએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ વર્ષે લગ્ન પછી બંનેની પહેલી હોળી હશે.

holi celebrities મનોરંજન ન્યૂઝ