Bollywood Celebrities Secret : ચાહકો હંમેશા તેમના પસંદીદા સ્ટાર્સની જીવન સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે આતુર હોય છે. આજે આ અહેવાલમાં અમે તમને શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ સહિત રણવીર સિંહના સિક્રેટ જણાવીશું. જે જાણીને તમે ચકિત થઇ જશો.

રણબીર કપૂર
રણબીર કપૂર ભલે સુપરસ્ટાર હોય, પરંતુ તે હજુ પણ તેની માતા નીતુ કપૂર પાસેથી દર અઠવાડિયે 1500 રૂપિયા અચૂક પોકેટ મની તરીકે લે છે.
શાહરૂખ ખાન
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની જીવનશૈલીથી આપણે સૌકોઇ વાકેફ છે. બોલિવૂડના બાદશાહ હોવા ઉપરાંત શાહરૂખ ખાન એક સારો બિઝનેસમેન પણ છે. કિંગ ખાન વિશ્વના ત્રીજા સૌથી અમીર અભિનેતા છે. તેની કમાણી 600 મિલિયનથી વધુ છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણના ચાહકો વિશ્લભરમાં ફેલાયેલા છે. બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી દીપિકાએ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે. દીપિકા દુનિયાની ટોપ 10 અભિનેત્રીઓમાં સામેલ છે, જે પોતાની ફિલ્મો માટે સૌથી વધુ ફી લે છે. ફોર્બ્સ અનુસાર, દીપિકા એકમાત્ર ભારતીય અભિનેત્રી છે જે 10 મિલિયન ડોલરની કમાણી કરીને આ યાદીમાં સામેલ થઈ છે.
અમિતાભ બચ્ચન
લગભગ દરેક વ્યક્તિ લખવા માટે એક જ હાથનો ઉપયોગ કરી શકવામાં સક્ષમ હોય છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લેફ્ટી છે. પરંતુ શું તમે જાણો છો કે બિગ બી પાસે બંને હાથ વડે લખવાની કળા છે. તે પોતાના બંને હાથ વડે કંઈપણ સુંદર રીતે લખી શકે છે.
કરીના કપૂર
કરીના કપૂર ખાન જે પણ કરે છે, તે એક ટ્રેન્ડ બની જાય છે. જો કે તેનું જીવન એક ખુલ્લી કિતાબ છે, પરંતુ તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે તેણે તેની ફિલ્મ હિરોઈન માટે દુનિયાના સૌથી મોંઘા કપડાનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં આ ફિલ્મમાં તેણે 130થી વધુ કોસ્ચ્યુમ બદલ્યા હતા.
આમિર ખાન
આમિર ખાને ઘણી દેશભક્તિની ફિલ્મો કરી છે. તેની ફિલ્મોની ખૂબ પ્રશંસા થઈ છે. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે તે એક સ્વાતંત્ર્ય સેનાની પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આમિર ખાન પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ઇસ્લામિક ફિલસૂફ અબુલ કલામ આઝાદના પૌત્ર છે. તેમના પૈતૃક પરિવારના ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈન સાથે સારા સંબંધો છે.
સોનમ કપૂર અને રણવીર સિંહ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોની યાદીમાં સામેલ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે અંગત જીવનમાં પણ એકબીજા સાથે ખૂબ જ મજબૂત સંબંધ છે. હકીકતમાં અનિલ કપૂર અને રણવીર સિંહની માતા ભાઈ-બહેન છે. આ સંબંધથી રણવીર સિંહ સોનમ કપૂરનો ભાઈ બન્યો. રણવીરનું સાચું નામ ‘રણવીર સિંહ ભવનાની’ છે.
અક્ષય કુમાર
આપણે જાણીએ છીએ કે અક્ષય કુમાર ફિટનેસ કિંગ છે. તે હંમેશા અન્ય લોકોને ફિટ રહેવાની સલાહ આપે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફિટનેસની સાથે અક્ષય કુમાર ખૂબ જ ધાર્મિક પણ છે. જ્યાં સુધી તે ઓમ ન લખે ત્યાં સુધી તે કોઈ પણ કાગળ પર કશું લખતો નથી.
આ પણ વાંચો : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્ન બંધનમાં બંધાયા, જાણો બંને માંથી કોણ છે સૌથી ધનવાન?
સલમાન ખાન
સલમાન ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે. તેને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાનને સાબુ ભેગો કરવાનો વિચિત્ર શોખ છે. તેના બાથરૂમને પણ હર્બલ સાબુથી શણગારવામાં આવે છે.





