/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/bollywood-celebrities-special-connection-with-ipl-.jpg)
Bollywood Celebrities : IPL સાથે આ બોલિવૂડ સિતારાઓનું ખાસ કનેક્શન, એક એક્ટરને જેલ જવું પડ્યું
Bollywood Celebrities Connection With Ipl : બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે. જ્યારથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થઈ છે, ત્યારથી ક્રિકેટ અને બોલિવૂડનું કનેક્શન ખૂબ જ ખાસ બની ગયું છે. મેચના દર્શકોને ક્રિકેટ ખેલાડીઓ તેમજ એક્ટિંગ જગતના કલાકારોને મેદાન પર જોવાનો મોકો મળ્યો હતો. આવી સ્થિતિમાં, કેટલાક બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેનું IPL સાથે ખાસ કનેક્શન છે અને કેટલાક ટીમના સહ-માલિકો પણ છે. આવી સ્થિતિમાં, અમે અહીં એવા 10 બોલિવૂડ સ્ટાર્સ વિશે વાત કરીશું જેઓ IPL ટીમના માલિક છે.
ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા IPL ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની માલિક છે. IPLમાં પ્રીતિની ટીમનું પ્રદર્શન ઘણું જ સંતુલિત રહ્યું છે. ઘણી વખત તેને હારનો સામનો કરવો પડ્યો અને ઘણી વખત તેણે વિરોધી ટીમના જડબામાંથી જીત ખેંચી લીધી. તે જ સમયે, પ્રીતિનું જાદુઈ આલિંગન પણ ટીમ માટે ખૂબ જ ખાસ છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા IPL ક્રિકેટ ટીમ રાજસ્થાન રોયલ્સની માલિક છે. RRએ વર્ષ 2008માં શરૂ થયેલી IPLનું પહેલું ટાઈટલ જીત્યું હતું. આ ટાઈટલ મેચમાં તેણે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું.
બોલિવૂડની બે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ પણ ક્રિકેટની દીવાની હતી. બંને અભિનેત્રીઓએ રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરને પોતાનું સમર્થન આપ્યું હતું. આ ટીમના માલિક વિજય માલ્યા હતા, પરંતુ વિજયના પુત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના બ્રેકઅપ બાદ દીપિકાએ IPL અને RCBને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું હતું.
વર્ષ 2008માં આઈપીએલની પ્રથમ સીઝનમાં અક્ષય કુમાર ટીમ દિલ્હી ડેરડેવિલ્સનો બ્રાન્ડ એમ્બેસેડર હતો, પરંતુ બીજી સીઝન માટે અક્ષય કુમાર પોતાના વ્યસ્ત શૂટિંગ શિડ્યુલને કારણે હાજર રહી શક્યો ન્હતો.
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને એક્ટિંગની સાથે ક્રિકેટમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. શાહરૂખ આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. તમને જણાવી દઈએ કે શાહરૂખની ટીમ IPL ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમોમાંથી એક છે. તેની સાથે અભિનેત્રી જુહી ચાવલા પણ ટીમની કો-ઓનર છે. નોંધનીય છે કે KKR આ ટાઇટલ બે વખત જીતી ચુક્યું છે.
અભિનેતા અભિષેક બચ્ચનનો પણ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ છે. અભિષેક ઘણી વખત મેદાનમાં નીતા અંબાણીની ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો છે.
હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક અનુ મલિક પણ ક્રિકેટના શોખીન છે. આઈપીએલની તમામ ટીમોમાંથી તે મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવા માટે જ સ્ટેડિયમ પહોંચે છે.
આ પણ વાંચો : Movies Shooting In Gujarat : આ સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતુ, જુઓ યાદી
આઈપીએલની સૌથી મજબૂત ટીમ ગણાતી ચેન્નાઈ સુપર કિંગ્સનું કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે. અભિનેતા વિંદુ દારા સિંહ આ ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં વિંદુની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે 16 મે 2013ના રોજ IPLમાં સ્પોટ ફિક્સિંગનો પર્દાફાશ કર્યો હતો. આ પછી રાજસ્થાન રોયલ્સના એસ શ્રીસંત, અંજિત ચંદીલા અને અંકિત ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મુંબઈ પોલીસે સટ્ટાબાજી અંગે ઘણી મોટી ધરપકડો કરી હતી. અભિનેતા વિન્દુ અને BCCI ચીફ એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનની ધરપકડ કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us