ઐશ્વર્યા રાય બચ્ચન છે કરોડોની સંપત્તિની માલિક, વિશ્વ સુંદરી એક ફિલ્મ માટે કરે છે આટલો ચાર્જ

Aishwariya Rai Birthday: ચાર વર્ષ બાદ જોરદાર સ્ટાઈલમાં પરત ફરી છે. ઐશ્વર્યા રાયના અંગત જીવનની વાત કરીએ તો તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેમની પાસે પ્રસિદ્ધિની સાથે સાથે અપાર સંપત્તિ પણ છે. તે બી-ટાઉનની સૌથી ધનિક અભિનેત્રીઓમાંની એક છે.

Aishwariya Rai Birthday: ચાર વર્ષ બાદ જોરદાર સ્ટાઈલમાં પરત ફરી છે. ઐશ્વર્યા રાયના અંગત જીવનની વાત કરીએ તો તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેમની પાસે પ્રસિદ્ધિની સાથે સાથે અપાર સંપત્તિ પણ છે. તે બી-ટાઉનની સૌથી ધનિક અભિનેત્રીઓમાંની એક છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

એશ્વર્યા રાય બર્થડે

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. બચ્ચન પરિવારની વહુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની એક્ટિંગની સાથે સાથે સુંદરતા માટે પણ ખુબ ફેમસ છે. વર્ષ 1994માં વિશ્વ સુંદરતાનો તાજ ઐશ્વર્યા રાયે પોતાના નામે કર્યો હતો.

Advertisment

એશ્વર્યા રાય વર્ષ 1994માં મિસ વલર્ડ બન્યાના એક વર્ષ બાદ તેના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. એશ્વર્યા રાયે એક કોમર્શિયલ એડમાં કામ કર્યું હતું. જોકે એડમાં તે માત્ર ત્રણ સેકેન્ડ પૂરતી જ દેખાઇ હતી. પરંતુ એ ત્રણ સેકેન્ડમાં તો તે રાતોરાત મશહૂર થઇ હતી. આ એડમાં એશ્વર્યા રાય સાથે આમિર ખાન સહિત અન્ય એક અભિનેત્રી પણ હતી.

એશ્વર્યા રાયએ ફરી ફિલ્મ 'પોન્નિયન સેલવાન' (PS1)થી
ચાર વર્ષ બાદ જોરદાર સ્ટાઈલમાં પરત ફરી છે. ઐશ્વર્યા રાયના અંગત જીવનની વાત કરીએ તો તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેમની પાસે પ્રસિદ્ધિની સાથે સાથે અપાર સંપત્તિ પણ છે. તે બી-ટાઉનની સૌથી ધનિક અભિનેત્રીઓમાંની એક છે. આવો જાણીએ ઐશ્વર્યા રાય બચ્ચનની નેટવર્થ…

1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલોરમાં જન્મેલી ઐશ્વર્યા રાયે 1997માં મણિરત્નમની ફિલ્મ 'ઈરુવર'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેણે ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. જોકે, ફિલ્મ ખાસ ચાલી ન હતી.

Advertisment

ઐશ્વર્યાએ વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'થી બોલિવૂડમાં સફળતા મેળવી હતી. આ પછી ઐશ બોલિવૂડની એકથી વધુ શાનદાર ફિલ્મોનો હિસ્સો બની અને સફળતાએ તેના પગ ચૂમવા લાગ્યા. જેના કારણે આજે ઐશ્વર્યા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યા રાયની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 775 કરોડની સંપત્તિની માલિકી ધરાવે છે. ઐશ એક ફિલ્મ દીઠ 10 થી 12 કરોડ રૂપિયા લે છે. ઐશ્વર્યા રાય મોટી બ્રાન્ડની જાહેરાતો પણ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય સોલો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક 80 થી 90 કરોડ કમાય લે છે. આ સાથે ઐશ્વર્યા રાય બચ્ચન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે એક દિવસ માટે લગભગ 6-7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અભિનેત્રી હોવા ઉપરાંત ઐશ્વર્યા એક બિઝનેસવુમન પણ છે. અભિનેત્રી પોષણ આધારિત સ્વાસ્થ સેવા સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કરે છે.

ઐશ્વર્યા રાય પાસે મોંઘી કારોનો પણ સ્ટોક છે. અહેવાલો અનુસાર, તેમની કાર કલેક્શનમાં રૂ. 7.95 કરોડની રોલ્સ રોયસ ઘોસ્ટ, રૂ. 1.60 કરોડની મર્સિડીઝ-બેન્ઝ S350d કૂપ, રૂ. 1.58 કરોડની Audi A8L, રૂ. 2.33 કરોડની Lexus LX 570 અને રૂ. 58 કરોડની મર્સિડીઝ-બેન્ઝ A 500નો સમાવેશ થાય છે.

ઐશ્વર્યા રાય બચ્ચન 'જલસા'માં તેના પરિવાર સાથે રહે છે, જેની કિંમત લગભગ 112 કરોડ રૂપિયા છે. આ સિવાય ઐશ્વર્યા અને તેના પતિ અભિષેક બચ્ચને દુબઈના જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં સેંકચ્યુરી ફોલ્સમાં પેલેસ જેવો વિલા પણ ખરીદ્યો છે. આ સાથે ઐશ્વર્યા રાય પાસે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે, જે 5,500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેણે આ એપાર્ટમેન્ટ 38000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે ખરીદ્યું હતું, જેની કુલ કિંમત આજે 21 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. અભિષેક અને ઐશ્વર્યા એક પુત્રી આરાધ્યાના માતા-પિતા છે.

celebrities મનોરંજન ન્યૂઝ