અમિતાભ બચ્ચનનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની 14મી સિઝન ચાલી રહી છે. જે અંતર્ગત આ શોના એક એપિસોડમાં અમિતાભ બચ્ચન એક કન્ટેસ્ટન્ટ સાથે મજેદાર વાત કરતા સંભળાય છે. તાજેતરના એક એપિસોડમાં કન્ટેસ્ન્ટે બિગ બીને એવો પ્રશ્ન કર્યો હતો કે જેને સાંભળી બધા દંગ રહી ગયા હતા.
સવાલનો પિટારો ખૂલ્યો
કન્ટેસ્ટન્ટે બિગ બીને પૂછ્યું હતું કે, શું તમારા ઘરે કોઇ રસોઇ બનાવે છે? અને શું અમિતાભ બચ્ચન તેના કપડા રિપીટ કરે છે? જે અંગે બિગ બીએ જે જવાબ આપ્યો છે તેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
‘હું તો ખુદ મારા કપડા ધોઉ છું’
બિગ બીએ કન્ટેસ્ટન્ટ પિંકી જાવરાનીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, હા હું ક્યારેક ઘરે રસોઇ બનાવું છું. આ બાદ પિંકી જાવરાનીએ બિગ બીને બીજો સવાલ કર્યો હતો કે, શું તમે કપડા રિપીટ કરો છો? કારણ કે પ્રતિદિન અલગ અલગ અવતારમાં જોવા મળો છો. તેમજ ઘરે તમારા કપડા ધોવાઇ છે ખરા? જે અંગે બિગ બીએ કહ્યું હતું કે, હું તો ખુદ મારા કપડા ધોઉ છું. આ બાદ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, આ તો ખોટું છે. તમે તો એક રેખા બનાવી લીઘી છે કે તમે અલગ અને અમે પણ અલગ. બિગ બીની આ વાત સાંભળતા કન્ટેસ્ટન્ટ પિંકી હસવા લાગી હતી.
અમિતાભ બચ્ચનના જીવનનો ખાસ દિવસ
અમિતાભ બચ્ચન કન્સ્ટન્ટને કહે છે કે, શું અમે કપડા ધોતા નથી, પહેર્યા બાદ ફેંકી દઇ છીએ..તમે આ સવાલ કરી કહેવા શું માંગો છો? તમને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચન 13મી વખત આ ક્વિઝ શોને હોસ્ટ કરી રહ્યા છે. તેમજ બિગ બી 11 ઓક્ટોબરના રોજ 80મો જન્મદિવસ શાનદાર રીતે સેલિબ્રેટ કરશે. ત્યારે ખાસ વાત એ છે કે, આ વખતે અભિષેક બચ્ચન બિગ બીને સરપ્રાઇઝ આપશે. જેનો એક વીડિયો પર વાયરલ થયો હતો.