/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/amitabh-bachchan.jpg)
અમિતાભ બચ્ચનનો કેબીસીમાં મોટું નિવેદન
બોલિવૂડના શહેનશાહ ફરી ચર્ચામાં આવ્યાં છે. હાલ અમિતાભ બચ્ચન ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 14મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. જેમાં તેઓ ઘણી વખત હોટ સીટ પર બેસેલા સ્પર્ધકો સાથે તેના દિલની વાત કરતા નજર આવ્યાં છે. ત્યારે કેબીસી 14ના તાજેતરના એપિસોડમાં હોટ સીટ પર બેસેલ સ્પર્ધક સંબિતે બિગ બી સાથે ઘણી બધી વાતો કરી હતી.
સંબિતે સરળતાથી અને કોઇ લાઇફ લાઇનનો ઉપયોગ કર્યા વગર પ્રથમ તબક્કો પાર કરી લીધો હતો. જે બાદ 20 હજાર રૂપિયા માટે અમિતાભ બચ્ચને સંબિતને એવોર્ડ સંબંધિત સવાલ કર્યો હતો કે, ભારત સરકારના ક્યાં મંત્રાલયે દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતાઓની ઘોષણા કરી છે? આ સવાલનો સંબિેતે સાચો જવાબ આપતા ક્વિઝ આગળ ધપાવી. ત્ચારબાદ સંબિતે અમિતાભ બચ્ચનને સૌથી મૂલ્યવાન ગણાતા એવોર્ડ અંગે સવાલ કર્યો હતો.
આ સવાલનો જવાબ આપતા અમિતાભ બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે મારો સૌથી મોટો અને કિંમતી એવોર્ડ દર્શક છે. તેનાથી વિશેષ મારા માટે કંઇ નથ. જે દિવસથી તેમનો પ્રેમ અને સ્નેહ બંધ થઇ જશે તે દિવસે મને અહેસાસ થશે કે મારો પુરસ્કાર મારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. આ સાથે બિગ બીએ કહ્યું હતુ કે, ઘણી સંસ્થાઓ એવોર્ડ આપતી હોય છે, પરંતુ જો દર્શકોના પ્રેમ મળવો બંધ થઇ જાય તો તે તેના લાયક નથી તેમ સમજવું.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનનો તેના ચાહકો પ્રત્યે પ્રેમ અને સન્માનથી લગભગ લોકો વાકેફ હશે. બિગ બી તેના પ્રશંસકોનું ખાસ ધ્યાન રાખે છે. તે ક્યારેય તેના ચાહકોને નિરાશ કરતા નથી. ત્યારે કેબીસીના સેટ પરથી અમિતાભ બચ્ચને ફેન્સ સંબંધિત ઘણા કિસ્સાઓ શેર કર્યા છે. એવો જ એક કિસ્સો જેમાં બિગ બીએ જણાવ્યું હતું કે પ્રશંસકો તેમને ઢગલાબંધ ભેટ આપે છે.
એક એપિસોડમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, પ્રતિદિન તેમને એટલી બધી ભેટો મળે છે કે તેમને રાખવા માટે તેમના ઘરમાં જગ્યા ઓછી પડે છે.તેમની પત્ની જયા બચ્ચનને આ વાત પર ગુસ્સો આવે છે કે તે આટલી બધી ગિફ્ટો ક્યાંથી લાવે છે? બિગ બીએ વધુમાં કહ્યું હતું કે, જયા તેમની ભેટોથી પરેશાન છે.જ્યારે પણ તેઓ ભેટ ઘરે લઈ જાય છે, ત્યારે જયા તેમને પૂછે છે કે આ ગિફ્ટો ક્યાંથી લાવ્યાં છે અને તેઓ તેને ક્યાં રાખશે.
આ ઉપરાંત અમિતાભ બચ્ચને કહ્યું હતું કે પ્રતિદિન એટલી બધી ગિફ્ટો મળે છે કે આખો રૂમ ભરાઇ જાય છે. ત્યારે તે દરરોજ કલાકો સુધી ફેંન્સની ગિફ્ટ પર સાઇન કરવા બેસે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us