નવેમ્બર મહિનામાં ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાના બર્થ ડે સેલિબ્રેટ કરશે, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, તારા સુતારિયા, કાર્તિક આર્યન, વિવેક અગ્નિહોત્રી, આદિત્ય કપૂર વગેરેનો સમાવેશ થાય છે, અહીં જુઓ લિસ્ટ
ઐશ્વર્યા રાય બચ્ચનનો બર્થ ડે 1 નવેમ્બરે આવે છે, એકટ્રેસ આ વખતે પોતાનો 52 મો જન્મદિવસ ઉજવશે, અહીં ખાસ બોલીવુડ સેલિબ્રિટીઝ બર્થ ડે સિરીઝમાં જાણો સેલિબ્રિટીઝના ખાસ દિવસ વિશે વિગત
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે.રાયે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને બાદમાં પોતાને ભારતમાં સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી સેલિબ્રિટીઓમાંની એક બની હતી. એકટ્રેસે મણિરત્નમની 1997 ની તમિલ ફિલ્મ ઇરુવરથી અભિનયની શરૂઆત કરી અને તે વર્ષે ઔર પ્યાર હો ગયાથી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો.
ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર 1973 ના રોજ કર્ણાટકના મેંગલોરમાં એક તુલુવા હિન્દુ પરિવારમાં થયો હતો. રાયની ફિલ્મ દિલ કા રિશ્તા તેના ભાઈ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી હતી અને તેની માતા દ્વારા સહ-લેખિત કરવામાં આવી હતી.
ઈશાન ખટ્ટર
શાહિદ કપૂરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર છે તેની માતા અભિનેત્રી નીલિમા અઝીમ છે. શાહિદ નીલિમાના પહેલા પતિ, અભિનેતા પંકજ કપૂરનો પુત્ર છે, જ્યારે ઇશાન ખટ્ટર તેના બીજા પતિ, અભિનેતા રાજેશ ખટ્ટરનો પુત્ર છે.
ઇશાન ખટ્ટરએ વર્ષ 2018 માં ધડક મુવીથી એકટિંગ ડેબ્યુ કર્યું હતું, એ માટે તેને બેસ્ટ મેલ ડેબ્યુ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તાજતેરમાં તાજતેરમાં રિલીઝ થયેલ મુવી હોમબાઉન્ડ માં ધાર્મિક ભેદભાવને નેવિગેટ કરતા મુસ્લિમ પુરુષ તરીકેના તેના અભિનયને ત્યારથી વિવેચકોની પ્રશંસા મળી છે. 1 નવેમ્બર 2025 ના રોજ એક્ટર તેનો 30 મો બર્થડે સેલિબ્રેટ કરશે.
શાહરુખ ખાન
શાહરુખ ખાન 2 નવેમ્બર 2025 ના રોજ 60 મો બર્થ ડે સેલિબ્રેટ કરશે. રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું કે માઇલસ્ટોન જન્મદિવસ પહેલા આયોજિત આ પાર્ટીમાં તેના નજીકના મિત્રો, કરણ જોહર અને રાની મુખર્જી-આદિત્ય ચોપરા સહિત, હાજરી આપશે. સ્પેનિશ પોપ સેન્સેશન આંતરરાષ્ટ્રીય હિટમેકર એનરિક ઇગ્લેસિયસ જેણે હમણાં જ બેમાં બે સતત સોલ્ડ-આઉટ શો પૂર્ણ કર્યા છે, તે શાહરુખના ઘરે આ વિશિષ્ટ ડિનરમાં હાજરી આપવા માટે શહેરના અન્ય તમામ સામાજિક કાર્યક્રમો છોડી દેશે.
એશા દેઓલ બર્થ ડે (Esha Deol Birthday)
એશા દેઓલ ફેબ્રુઆરી 2024 માં પતિ ભરત તખ્તાનીના છૂટાછેડાની જાહેરાત પરસ્પર અને મૈત્રીપૂર્ણ નિર્ણય તરીકે કરવામાં આવી હતી અને તેના લીધે ચર્ચામાં રહી છે.જ્યારે તેઓએ એક પણ કારણ જણાવ્યું નહીં, તેઓએ ભાર મૂક્યો કે તેમની પ્રાથમિકતા તેમની બે પુત્રીઓ છે, કારણ કે તેઓ “તેમના બાળકો માટે એક થયા છે”. અફવાઓ અને અટકળોએ ભરતની કથિત બેવફાઈને સંભવિત કારણ જણાવ્યું છે. એકટ્રેસ 2 નવેમ્બરે તેનો 44 મો બર્થ ડે સેલિબ્રેટ કરશે.
એશા દેઓલ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે તે રોમેન્ટિક થ્રિલર ફિલ્મ કોઈ મેરે દિલ સે પૂછેમાં વર્ષ 2002 થી અભિનયની શરૂઆત કરી હતી.
ખુશી કપૂર બર્થ ડે (Khushi Kapoor Birthday)
શ્રીદેવી એ બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ એકટિંગ કરિયરમાં આગળ છે, તેણે વર્ષ 2023 માં ધ આર્ચીઝ મૂવીથી એકટિંગ કરિયરની શરઆત કરી હતી, તાજતેરમાં તે લવયાપા અને નાદાનિયાં મુવીમાં જોવા મળી હતી, એકટ્રેસ 5 નવેમ્બર 2025 ના રોજ 25 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.
બોની કપૂર બર્થ ડે (Boney Kapoor Birthday)
બોની કપૂર આ વર્ષે 11 નવેમ્બર 2025 ના રોજ પોતાનો 72 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. તે એક ફિલ્મ નિર્માતા છે. તેનો જન્મ એક પંજાબી હિન્દૂમાં અને તેમનો ઉછેર આર્ય સમાજી પરિવારમાં થયો હતો. તેમના નાના ભાઈઓ અનિલ અને સંજય બંને અભિનેતા અને નિર્માતા છે.
બોની કપૂર દ્વારા નિર્મિત સૌથી પ્રખ્યાત ફિલ્મ શેખર કપૂર દિગ્દર્શિત સાયન્સ ફિક્શન ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા છે જેમાં તેમના ભાઈ અનિલ કપૂર અને તેમની ભાવિ પત્ની શ્રીદેવી અભિનિત છે. તે 1987 ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ હતી અને ભારતમાં એક કલ્ટ ક્લાસિક રહી છે.
કમલ હાસન બર્થ ડે (Kamal Haasan Birthday)
કમલ હાસનનો જન્મ 7 નવેમ્બર 1954 ના રોજ થયો છે, તે આ વર્ષે તેનો 71 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. તે એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી છે જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે અને હાલમાં તમિલનાડુ માટે રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
આદિત્ય રોય કપૂર બર્થ ડે (Aditya Roy Kapur)
વર્ષ 2013 માં આશિકી 2 થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેની રોમેન્ટિક કોમેડી ફિલ્મ યે જવાની હૈ દીવાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આદિત્ય રોય કપૂરએ લુડો, દાવત-એ-ઇશ્ક, ફિતૂર, ઓકે જાનુ અને કલંક જેવી ઘણી મુવીઝ આપી છે.
આદિત્ય રોય કપૂરનો જન્મ 16 નવેમ્બર 1985 ના રોજ મુંબઈમાં એક પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો, તેના દાદા, રઘુપત રોય કપૂર, 1940 ના દાયકાની શરૂઆતમાં એક ફિલ્મ નિર્માતા હતા.
વિવેક અગ્નિહોત્રી બર્થ ડે (Vivek Agnihotri Birthday)
વિવેક અગ્નિહોત્રીએ ક્રાઈમ થ્રિલર ફિલ્મ ચોકલેટ (2005) થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, તેણે ધ તાશ્કંદ ફાઇલ્સ, ધ બેંગાલ ફાઇલ્સ, ધ કાશ્મીર ફાઇલ્સ છે જેમાંથી ધ કાશ્મીર ફાઇલ્સને વર્ષ 2022 ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મમાંની એક બની હતી.
વિવેક રંજન અગ્નિહોત્રીની પર્સનલ લાઈફની વાત કરીયે તો જન્મ 10 નવેમ્બર 1973 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. ડાયરેક્ટરએ લેખક, ડાયરેક્ટર અને એકટ્રેસ પલ્લવી જોશી સાથે વર્ષ 1997 માં લગ્ન કર્યા હતા. આ વર્ષે અગ્નિહોત્રી તેનો 52 મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.
તારા સુતારિયા બર્થ ડે (Tara Sutaria Birthday)
તારા સુતારિયાએ વર્ષ 2019 માં સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી મુવીમાં પ્રવેશ કર્યો હતો, તેના માટે એકટ્રેસને બેસ્ટ ફિમેલ ડેબ્યુ માટે ઝી સેન એવોર્ડ મળ્યો હતો. તાજતેરમાં એકટ્રેસ વીર પહારિયા સાથે ઘણી વારજોવા મળી છે તેથી એવી અટકળો છે કે તેઓ રિલેશનશિપમાં છે. અહીં જણાવી દઈએ કે તારા સુતરીયા આ વર્ષે 19 નવેમ્બર 1995 ના રોજ 30 વર્ષની થશે.
સુસ્મિતા સેન બર્થ ડે (Sushmita Sen Birthday)
વર્ષ 1994 માં સુસ્મિતા સેનને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. ત્યારથી સેને મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, અને તેમને ફિલ્મફેર એવોર્ડ અને ફિલ્મફેર ઓટીટી એવોર્ડ પ્રાપ્ત થયા છે.
સુસ્મિતા સેનની સફળ મુવીઝમાં આંખે, મૈં હૂં ના, અને મૈંને પ્યાર ક્યૂં કિયા આપી છે. તાજતેરમાં તે વેબ સિરીઝ આર્ય અને તાલીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, તાલીમાં ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા શ્રીગૌરી સાવંતની ભૂમિકા ભજવી હતી.
કાર્તિક આર્યન બર્થ ડે (Kartik Aaryan Birthday)
કાર્તિક આર્યનએ વર્ષ 2011 માં પ્યાર કા પંચનામાથી એકટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એક્ટરને પ્યાર કા પંચનામા 2 અને સોનુ કે ટીટુ કી સ્વીટી, તેની સફળ ફિલ્મ, તેમજ રોમેન્ટિક કોમેડી ફિલ્મો લુકા છુપી અને પતિ પત્ની ઔર વોમાં વ્યાપારી સફળતા મળી હતી. કાર્તિક આર્યનનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો, તે આ વર્ષે પોતાનો 35 મો બર્થ ડે સેલિબ્રેટ કરશે.





