/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-2023-06-20T085049.640.jpg)
સેલિબ્રિટી અફેર તાજા સમાચાર
Celebrity Affair: બોલિવૂડ સેલિબ્રિટીઓ તેમની પ્રોફેશનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આ સાથે તેઓ વધુ તેના અંગત જીવવને કારણે ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સના ઇશ્ક-વિશ્કની ચર્ચાઓ હંમેશા હેડલાઇન્સમાં રહેતી હોય છે. તે જ સમયે બી-ટાઉનમાં ઘણા એવી દિગ્ગજ હસ્તીઓ છે જેના પરિણીત હોવા છતાં કોઈ અન્ય સાથે સંબંધ હતા. જેમાં શાહરૂખથી લઇને ધર્મેન્દ્ર અને શ્રીદેવીનો સમાવેશ થાય છે. આવો આજે આ અહેવાલમાં જાણીએ કે કયા સ્ટાર્સ પરિણીત હોવા છતાં પણ કોઈના પ્રેમમાં પડ્યા હતા.
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર
અભિનેત્રી મલાઈકા અરોરાએ વર્ષ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે મલાઈકા અને અરબાઝે 18 વર્ષ સુધી વિવાહિત જીવન જીવ્યા બાદ છૂટાછેડા લીધા હતા. મલાઈકાના છૂટાછેડા પહેલા અર્જુન કપૂરને ડેટ કરવાના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા હતા.
હ્રિતિક રોશન અને સુઝેન ખાન
હ્રિતિક રોશન અને સુઝેન ખાનને એક સમયે બોલિવૂડનું સૌથી ક્યૂટ રિયલ લાઈફ કપલ કહેવામાં આવતું હતું. જો કે, આ કપલના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને તેમના પણ છૂટાછેડા થઈ ગયા. બીજી તરફ જો કંગના રનૌતની વાત કરવામાં આવે તો સુઝેન સાથે લગ્ન કર્યા હોવા છતાં હ્રિતિક તેની સાથે વર્ષ 2013માં અફેર હતું.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી
બિઝનેસમેન રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટી સાથે બીજા લગ્ન કર્યા છે. શિલ્પા પહેલા રાજના લગ્ન કવિતા સાથે થયા હતા. આ લગ્નમાં રહેતી વખતે પણ રાજ કુન્દ્રા પર શિલ્પા સાથે અફેર હોવાનો આરોપ લાગ્યો હતો.
ફરહાન અખ્તર અને અધુના ભાબા
ફરહાન અખ્તર અને અધુના ભાબાની પણ ઘણા વર્ષો સુધી વિવાહિત જીવન જીવ્યા. આ કપલે પણ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પહેલા ફરહાન અદિતિ રાવ હૈદરી સાથે ડેટિંગ કરતો હોવાના અહેવાલો હતા. જો કે ફરહાને પછીથી શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા હતા. ફરહાન અખ્તર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ એકબીજાના પ્રેમમાં હોવાના સમાચાર હતા, પરંતુ તેમના સંબંધો શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરને પસંદ ન હતા.
બોની કપૂર અને શ્રીદેવી
બોની કપૂર પર તેની પહેલી પત્ની મોના કપૂર સાથે છેતરપિંડીનો આરોપ પણ લાગ્યો હતો. પરિણીત હોવા છતાં શ્રીદેવી સાથે તેનું અફેર હતું. શ્રીદેવી સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાની પ્રથમ પત્ની મોના કપૂરને છૂટાછેડા આપી દીધા હતા.
ધર્મેન્દ્ર અને હેમા માલિની
આ યાદીમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ સામેલ છે. પહેલી પત્ની અને બાળક હોવા છતાં તે હેમા માલિની સાથે પ્રેમમાં પડ્યો હતો. ધર્મેન્દ્રએ તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા લીધા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા.
આ પણ વાંચો: રશ્મિકા મંદાના સાથે મેનેજરે છેતરપિંડી કરી, અભિનેત્રીને 80 લાખનો ચૂનો
શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે બંનેની હિટ મુવી ડોનની સિક્વલ દરમિયાન અફરે હોવાની ચર્ચા ચાલી હતી. તેમના સંબંધો અંગે ગૌરી ખાનને ખબર પડી ગઇ હતી. પરંતુ તેને આ સ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us