કોન બનેગા કરોડપતિની 14મી સિઝન ચાલી રહી છે. દરેક સિઝનની જેમ આ સિઝનને પણ બિગ બી જ હોસ્ટ કરી રહ્યાં છે. ત્યારે પ્રતિદિન આ શો રોમાચિંત બની રહ્યો છે. અમિતાભ બચ્ચનના સવાલ અને કન્ટેસ્ટન્ટના જવાબ દર્શકોને આકર્ષિત કરી રહ્યા છે તેમજ આ શો દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લાખો કરોડો લોકો પોતાના જ્ઞાનના બળે કેબીસીમાં પૈસા તો જીતે જ છે. પરંતુ તે બિગ બી સાથે મુલાકાત અને ગપશપ કરવાનો પણ ગોલ્ડન અવસર પામે છે. 11 ઓક્ટોબરના રોજ કેબીસીનો લેટેસ્ટ શો ખુબ જ ખાસ છે. આ દિવસે કેબીસીના સેટ પર શોના હોસ્ટ અને અભિનયની દુનિયાના ખલનાયક અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવશે. આ એપિસોડની એક ઝલક તેના પ્રોમોના સ્વરૂપમાં સામે આવી હતી. જેમાં પ્રોમો પ્રમાણે અભિષેક બચ્ચન અને જયા બચ્ચન આવશે તેવું જોવા મળ્યું હતું.
સોની ટીવીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ એપિસોડનો પ્રોમો શેર કર્યો હતો. જેમાં 11 ઓક્ટોબરના દિવસના ધમાલની એક ઝાંખી જોવા મળી હતી. કેબીસીના ઇતિહાસમાં એવું પ્રથમવાર થશે જ્યારે અમિતાભ, જયા અને અભિષેક બચ્ચન એક સાથે શોનો હિસ્સો બનશે.
કેબીસીના આ સ્પેશિયલ એપિસોડની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. કારણ કે અમિતાભ બચ્ચન હોટ સીટ પર નજર આવશે અને જયા બચ્ચન તેમના પર સવાલોનો વરસાદ કરશે.
આ એપિસોડના પ્રોમોમાં જયા બચ્ચને પૂછેલા સવાલે બિગ બીને ચકરાવે ચડાવી દીધાં હોય તેવું લાગી રહ્યું છે. જયા બચ્ચને બિગ બીને સવાલ કર્યો હતો કે જો તમે મારી સાથે કોઇ આઇલેન્ડ પર ફસાઇ જાવ છો તો પછી તમે કંઇ ત્રણ વસ્તુને પસંદ કરશો? જેને લઇને અભિષેક બચ્ચન મજાકમાં અમિતાભ બચ્ચનને કહે છે કે, એક લાઇફ બોટ લઇ શકીએ? અહીંથી ભાગી શકીએ?
અમિતાભ બચ્ચન અભિષેકની આ વાત પર હસવા લાગે છે. જ્યારે આ પ્રશ્નના ઓપ્શન વિશે જયા બચ્ચનન કહે છે કે, કોઇ ઓપ્શન નથી. ત્યારે અમિતાભ બચ્ચન આ સવાલને લઇ ઉંડા વિચારમાં પડી જાઇ છે. આ સાથે શોના એક અન્ય પ્રોમોમાં જયા બચ્ચને ખુલાસો કર્યો હતો કે, મેં જોયું તો નથી. પરંતુ મેં એવું સાંભળ્યું છે કે, જ્યારે તમે કોઇના કામથી પ્રભાવિત અથવા તે વ્યક્તિના સ્વભાવથી પ્રભાવિત થઇને તેને ફૂલ મોકલો છો. કોઇને ચિઠ્ઠી લખો છો.આજ સુધીમાં મને તો ક્યારેય ચિઠ્ઠી લખી નથી. મોકલો છો? જે અંગે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં જે થાય છે તે સાવર્જનિક રીતે થઇ રહ્યું છે. ત્યારે આ વાત ખોટી થઇ ગઇ છે.