લાખો લોકોના દિલો પર રાઝ કરનાર એક્ટર કાર્તિક આર્યન ક્યારે લગ્ન કરશે તે અંગે એક્ટરે જવાબ આપી દીધો છે. જેને સાંભળીને ઘણા ફેન્સને ઝટકો લાગી શકે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યને તેના વેડિંગ પ્લાન વિશે ખુલીને વાતચીત કરી છે. કાર્તિકે કહ્યું કે લગ્નને લઈને તેના પરિવાર તરફથી કોઈ દબાણ નથી.
હાલમાં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ફ્રેડી’ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિકની દમદાર એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વચ્ચે કાર્તિકે તેના લગ્નને લઈને સવાલોના જવાબ આપ્યા છે. મીડિયા સાથેની વાત કરતાં કાર્તિકે કહ્યું કે, અત્યારે તે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે. આ સાથે કાર્તિકે જણાવ્યું હતું કે, તેની માતાએ સલાહ આપી છે કે તે ત્રણથી ચાર વર્ષ કામ કરે અને તેના પછી જીવનમાં સેટલ થવા વિશે વિચારે. તેની માતા પણ ઈચ્છતી નથી કે તે તેની કરિયરના આ મોડ પર અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે.
સાઉથ ઈન્ડસ્ટ્રી અને પૈન ઈન્ડિયા ફિલ્મનો ભાગ બનવાને લઈને કાર્તિક આર્યને કહ્યું હતું કે, બધું સ્ક્રિપ્ટ પર નિર્ભર કરે છે. કાર્તિકે આ અવસર પર વધુમાં કહ્યું હતું કે, તેને તેલુગુ અથવા તમિલ ફિલ્મમાં કામ કરવાનું ખૂબ ગમશે. તમને જણાવી દઈએ કે સાઉથ સ્ટાર્સની હિન્દીમાં રિલીઝ થતી ફિલ્મોને હિન્દી દર્શકો ખૂબ જ પસંદ કરે છે. એવામાં સવાલ એ છે કે બોલિવૂડ કલાકારો ક્યારે પૈન ઈન્ડિયા ફિલ્મોનો ભાગ બનવાનું શરૂ કરશે.
વર્ક ફ્રન્ટ અંગે વાત કરીએ તો ફિલ્મ ‘ફ્રેડી’ની રિલીઝ થયા પછી કાર્તિક હવે તેની અપકમિંગ ફિલ્મ ‘શહેજાદા’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ તેલુગુ ફિલ્મ અલા વૈકંઠાપુરામુલૂની હિન્દી રિમેક હશે. આ ફિલ્મના તેલુગુ વર્ઝનમાં પુષ્પા ફેમ અલ્લુ અર્જુન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન જોવા મળશે. આ સિવાય કાર્તિકની અપકમિંગ ફિલ્મોમાં ‘કેપ્ટન ઈન્ડિયા’, ‘આશિકી 3’ અને ‘હેરા ફેરી’ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે.