Bollywood Celebrity News : બોલિવૂડ એકટ્રેસની વેડિંગ પર સૌથી વધુ ચર્ચા તેના વેડિંગ લહેંગા અને ઘરેણાંની થાય છે. ફેન્સ તેની પસંદીદી એક્ટ્રેસના વેડિંગની તમામ વાતો જાણવા માટે ઉત્સાહિત હોય છે. આ તકે તમે આ અહેવાલમાં જાણશો કે બોલિવૂડમાં અત્યાર સુધીમાં કંઇ સેલિબ્રિટીએ સૌથી મોંધો વેડિંગ લહેંગો પહેર્યો હતો. સાથે એ સેલિબ્રિટીઓ અંગે અજાણી કેટલીક રહસ્મય વાતો પણ જાણીશું, જે તમે કદાચ નહીં જાણતા હોઉં.
દીપિકા પાદુકોણ રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સમાચાર સાંભળીને બધા દંગ રહી ગયા હતા. કારણ કે આ યુગલે કોઇને ભનક પણ લાગવા દીધી ન હતી. જો કે દીપિકા-રણવીરના લગ્નથી પ્રશંસકોમાં અપાર ઉત્સાહ હતો. આ જોડીને ફેન્સ ખુબ જ પસંદ કરે છે. ત્યારે દીપિકા પાદુકોણે તેના લગ્નમાં ડિઝાઇનર સબ્યાસાચી દ્વારા ડિઝાઇન કરાયેલો લહેંગો પહેર્યો હતો. જેની કિંમત લગભગ 13 લાખ રૂપિયા હતી.
અનુષ્કા શર્મા વિરાટ કોહલી
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની વેડિંગ પણ સિક્રેટ હતી. આ સ્ટાર કપલે તો તેના અફેરની પણ કોઇને ખબર શુદ્ધા લાગવા દીધી ન હતી. જે બાદ આ સમાચાર સામે આવતા સૌ કોઇ શોક થઇ ગયા હતા. અનુષ્કા શર્માએ તેના લગ્નમાં સબ્યાસાચી દ્વારા ડિઝાઇન કરેલો પિંક કલરનો લહેંગોં પહેર્યો હતો. આપને જણાવી દઇએ કે, અનુષ્કા શર્માના વેડિંગ લહેંગાની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.
પ્રિયંકા ચોપરા નિક જોનાસ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન પર ઘણા સમાચારમાં હતાં. પ્રિયંકા ચોપરાએ પણ તેના લગ્નમાં સબ્યાસાચી દ્વારા તૈયાર કરેલો લહેંગો પહેર્યો હતો. લાલ રંગના લહેંગામાં પ્રિયંકા ચોપરમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. મીડિયા અહેવાલ અનુસાર, પ્રિયંકા ચોપરાના વેડિંગ લહેંગાની કિંમત 13 લાખ રૂપિયા છે.
શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા
શિલ્પા શેટ્ટીએ તેના ડ્રીમ વેડિંગમાં તરૂણ તહિલિયાએ ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી. આપને જણાવીએ દઇએ કે, 12 વર્ષ પહેલા શિલ્પા શેટ્ટીએ તેના લગ્નમાં 50 લા રૂપિયાની સાડી પહેરી હતી.
કેટરીના કૈફ વિકી કૌશલ
કેટરીના કૈફ અને વિકી કૌશલે પણ તેમના રિલેશનશીપની કોઇને જાણ થવા દીધી ન હતી. ત્યારે તેમના વેડિંગ પણ અન્ય કપલની જેમ એક આશ્ચર્યજનક હતા. જો કે, વિકી કૌશલ અને કેટરીના કૈફને સાથે જોઇને તેમના ચાહકો ખુબ જ ખુશ છે. કેટરીના કૈફે તેના વેડિંગમાં લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. તેની કિંમત લાખોમાં છે. કેટરીનાએ તેના લગ્નમાં 17 લાખ રૂપિયાનો લહેંગો પહેર્યો હતો.
આથિયા શેટ્ટી કેએલ રાહુલ
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન 23 જાન્યુઆરી સુનીલ શેટ્ટીના ખંડાલાવાલા બંગલા સ્થિત યોજાયા હતા. આ યુગલે કૃષ્ણ ભજન સાથે સાત ફેરા ફર્યા હતા. આથિયા દુલ્હનના રૂપમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આથિયાએ લાઇટ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો. મળતી માહિતી અનુસાર, આથિયા શેટ્ટીના લહેંગાને અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો હતો. આ લહેંગાને તૈયાર કરવા માટે લગભગ 10 હજાર કલાક એટલે કે 416 દિવસનો સમય લાગ્યો હતો. આ લહેંગાની કિંમત પણ લાખોમાં છે.
કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા
બોલિવૂડનુ લવેબલ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ગઇકાલે 7 ફેબ્રુઆરીએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. જેસલપુરના સૂર્યગઢ ખાતે તેમના ભવ્યતિભવ્ય લગ્ન યોજાયા હતા. સૂર્યગઢ પેલેસને સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો.
કિયારાના વેડિંગ લહેંગાથી લઇને તેના પન્ના જડિત હારની ચારેતરફ ચર્ચા થઇ રહી હતી. કિયારાનો વેડિંગ લહેંગો વિશ્વસ્તરે ખ્યાતિ ધરાવનાર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. મનીષ મલ્હોત્રાએ કિયારાની વેડિંગ લહેંગાને ખાસ બનાવવા માટે ખુબ બારીકાઇથી કામ કર્યું હોય તેવું લાગી રહ્યુ છે. તેથી તેની કિંમત પણ લાખો-કરોડમાં હોઇ શકે છે.





