Rajkumar Hirani Birthday : રાજકુમાર હિરાણીની દરેક ફિલ્મે તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ, આ નવી ફિલ્મ ધૂમ મચાવશે

Rajkumar Hirani Birthday : બોલિવૂડના રાજકુમાર હિરાણીએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો કરી છે, તમામ ફિલ્મો સુપરહિટ રહી હતી. રાજકુમાર હિરાણી આજે 20 નવેમ્બરે પોતાનો બર્થડે સિલેબ્રેટ કરી રહ્યા છે.

Rajkumar Hirani Birthday : બોલિવૂડના રાજકુમાર હિરાણીએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો કરી છે, તમામ ફિલ્મો સુપરહિટ રહી હતી. રાજકુમાર હિરાણી આજે 20 નવેમ્બરે પોતાનો બર્થડે સિલેબ્રેટ કરી રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Bollywood Celebrity| Rajkumar Hirani Birthday| Rajkumar Hirani New Movie| Dunki Release Date| Shah Rukh Khan

Rajkumar Hirani : રાજકુમાર હિરાણી ફાઇલ તસવીર

Rajkumar Hirani Birthday : બોલિવૂડ હોય કે હોલિવૂડ, એવા દિગ્દર્શકને જોવું ખૂબ જ દુર્લભ છે જેની તમામ ફિલ્મો બ્લોકબસ્ટર રહી હોય. બોલિવૂડના રાજકુમાર હિરાણીએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો કરી છે, તમામ ફિલ્મો સુપરહિટ રહી હતી. રાજકુમાર હિરાણીને 100 ટકા સફળતા મળી છે. પ્રતિભાશાળી રાજકુમાર હિરાણી આજે 20 નવેમ્બરે 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ તકે તેમના જીવનના એવા પાસાઓ પર નજર કરીએ જેને હિરાણીને ભારતીય સિનેમાના હીરો બનાવ્યા.

Advertisment

હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અને સફળ દિગ્દર્શકમાંથી એક રાજકુમાર હિરાણીને કદાચ હિન્દી સિનેમામાં 100 ટકા સફળતા પ્રાપ્ત કરનારા એકમાત્ર ફિલ્મ નિર્માતા તરીકે ટૅગ કરી શકાય. માત્ર પાંચ ફિલ્મો દ્વારા રાજકુમાર હિરાણીએ સાબિત કરી બતાવ્યું કે સફળ થવા માટે બહુ ફિલ્મો કરવાની જરૂર નથી.

જો રાજકુમાર હિરાણીની ફિલ્મો સુપરહિટ જવા પાછળના કારણ પર નજર કરીએ તો તેમનો દ્રષ્ટિકોણ, ફિલ્મની કહાની, કહાની દર્શાવવાની કળા તેમજ એક્ટરને પસંદ કરવામાં તેમનું શાણપણ સહિત ઝીણવટભરી કામ કરવાની ટેવએ તેમને એટલા લોકપ્રિય બનાવ્યા કે તેમની દરેક ફિલ્મ સુપરહિટ રહી. આ કારણે તેને પ્રેક્ષકો, ઉદ્યોગ અને વિવેચકો તરફથી પ્રશંસા મળી છે.

રાજકુમાર હિરાણીએ વર્ષ 2003માં 'મિશન કાશ્મીર'થી પોતાની કારકિર્દીના શરૂઆત કરી હતી. તેઓ પહેલી ફિલ્મથી ખુબ ફેમસ થઇ ગયા. ખાસ વાત એ હતી કે રાજકુમાર હિરાણીને પોતાનું કામ પૂરું કરવાની કે નવો પ્રોજેક્ટ શરૂ કરવાની કોઈ ઉતાવળ નહોતી. તેમણે હંમેશા તેમની વિઝન મુજબ તેમની ફિલ્મોને પડદા પર રજૂ કરવા માટે ભરપૂર સમય લીધો હતો.

Advertisment

2006માં પહેલી ફિલ્મ હિટ થયાના ત્રણ વર્ષ પછી રાજકુમાર હિરાણીની 'મુન્નાભાઈ MBBS'નો બીજો પાર્ટ 'લગે રહો મુન્નાભાઈ' રિલીઝ થયો હતો. આ ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' કરતા પણ મોટી હિટ બની હતી. આજે પણ લોકો તેના ત્રીજા પાર્ટની રાહે છે.

રાજકુમાર હિરાણી ત્રણ વર્ષ પછી 2009માં ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' લઈને આવ્યા. આ ફિલ્મને હિન્દી સિનેમાની સૌથી શાનદાર ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મે કમાણીનો રેકોર્ડ તોડ્યો હતો અને તેને વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.

https://www.instagram.com/p/CzIdPmcIOTV/?hl=en

'3 ઈડિયટ્સ' પછી રાજકુમાર હિરાણી પાંચ વર્ષે 2014માં તેમની નવી અને લોકોની કલ્પનાની બહારની ફિલ્મ 'પીકે' લઈને આવ્યા. આ ફિલ્મે કમાણીના મામલે નવા રેકોર્ડ સર્જ્યા હતા. પીકેમાં ફિલ્મની સ્ટોરી, કોન્સેપ્ટથી લઈને આમિર અને અનુષ્કાની એક્ટિંગ સુધી દરેક વસ્તુની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

જો કે, ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યો સાથે વૈચારિક મતભેદ ધરાવતા ઘણા લોકો હતા, પરંતુ એકંદરે બોક્સ ઓફિસની સાથે, 'પીકે'એ દર્શકોના દિલમાં એક અલગ છાપ છોડી દીધી. 'પીકે' પછી રાજકુમાર હિરાણીએ સંજય દત્તની બાયોપિક સંજુ લઈને આવ્યા. જો કે સંજય દત્તની આ બાયોપિકથી રાજકુમાર હિરાણીને કેટલીક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ પણ તોડ્યા હતા.

આ પણ વાંચો : Sanjay Ghadvi passed away : ધૂમ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર સંજય ગઢવીનું 57 વર્ષની વયે અવસાન

માત્ર પાંચ ફિલ્મોથી 11 ફિલ્મફેર એવોર્ડ જીતનારા રાજકુમાર હિરાણી હાલમાં તેની છઠ્ઠી ફિલ્મ ડંકી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેની આગામી ફિલ્મમાં બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ