Bollywood Celebrities Favourite Holiday Destination : શું તમે જાણો છો તમારી ફેવરિટ સેલિબ્રિટીઓ હોલિડે પર ક્યાં જાય છે? આજે આ લેખમાં અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમારા ફિલ્મ સ્ટાર્સ અવારનવાર જાય છે. તમારે પણ એક વાર આ સ્થળોની મુલાકાત લેવી જોઈએ.
શાહરૂખ ખાન ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ
કિંગ ખાનના સૌથી ફેવરિટ ટુરિસ્ટ પ્લેસમાં લંડન ટોપ પર છે. શાહરૂખ ખાનને વેકેશનમાં અહીં જવાનું પસંદ છે. કિંગ ખાન ઘણીવાર પોતાના પરિવાર સાથે ઉનાળાની રજાઓ ગાળવા અહીં જાય છે અને ઠંડકનો અહેસાસ કરે છે. શાહરૂખ ખાન પાસે લંડનમાં પણ પોતાનું આલીશાન ઘર છે.
લંડનમાં લંડનમાં આર્કિટેક્ચરલ હેરિટેજ એટલા વૈવિધ્યસભર છે, જે તમને મંત્રમુગ્ધ અને અભિભૂત કરી દેશે. લંડનની ફેમસ જગ્યાઓમાં વર્ષો જૂનો બિગ બેન ટાવર, બકિંગહામ પેલેસ,લંડન આઇ વ્હીલ સહિત વોર્નર બ્રધર્સ સ્ટુડિયો સામેલ છે.
સલમાન ખાન ફેવરિટ પ્લેસ
સલમાન ખાનની મનપસંદ જગ્યા દુબઈ છે. સલમાન ખાન દુબઈની લક્ઝુરિયસ ક્લબમાં પાર્ટીમાં પણ જાય છે. આ સિવાય સલમાન ખાનને પણ પનવેલમાં રહેવું ખૂબ જ પસંદ છે. તેમનું અહીં મોટું ફાર્મ હાઉસ છે. દુબઈ મોજમસ્તી કરવા માટે એક લોકપ્રિય સ્થળ છે.
દુબઇ ફેમસ પ્લેસ
દુબઇમાં એવી ઘણી આકર્ષક જગ્યાઓ છે, જેને જોઇને તમને આનંદ થશે. દુબઇમાં મ્યુઝીયમ, જુમેરા રોડ, અમીરાત મૉલ, ડેઝર્ટ સફારી, અલ એન શહેરમાં પ્રાણી સંગ્રહાલય અને ટેકરીઓ પર આવેલ ગરમ પાણીના ઝરા જોવા લાયક સ્થળો છે.
અક્ષય કુમાર ફેવરિટ પ્લેસ
અક્ષય કુમારના મનપસંદ સ્થળોમાં કેનેડા ટોચ પર છે. અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા પણ હતી. તે અવારનવાર પોતાના પરિવાર સાથે આ દેશની મુલાકાતે આવે છે. કેનેડાની ટોરન્ટો અને વેનકુવર અક્ષય કુમારની સુંદર જગ્યાઓમાંથી એક છે.
હ્રિતિક રોશન ફેવરિટ પ્લેસ
ફેમસ એક્ટર હ્રિતિક રોશનની ફેવરિટ જગ્યા સ્વિત્ઝરલેન્ડ છે. હ્રિતિક રોશનને સ્વિત્ઝરલેન્ડમાં તેના બે પુત્રો સાથે રજાઓનો આનંદ માણવા અને મોજ-મસ્તી કરવી ખુબ પસંદ છે. આ સિવાય હ્રતિકિનું ફેવરિટ પ્લેસ ગોવા પણ છે.
સ્વિત્ઝરલેન્ડમાં ફેમસ પ્લેસ
બરફની ચાદરોની વચ્ચે પથરાયેલું સ્વિટ્ઝરલૅન્ડ અસંખ્ય ઝરણાં, ફાઉન્ટન, ગ્લૅસિયર અને હરિયાળીથી સજ્જ છે. સ્વિટ્ઝરલૅન્ડ ટૂરિસ્ટો માટે ફોરેવર ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.
સ્વિત્ઝરલેન્ડ માટે એવું કહેવામાં આવે છે કે જો હકીકતમાં કશે સ્વર્ગ હશે તો એ સ્વિટ્ઝરલૅન્ડ જેવું જ હશે. કુદરતી સુંદરતાથી લખલૂટ અને પરીકથામાં આવતા દેશ જેવો લાગતો સ્વિટ્ઝરલૅન્ડ આજની તારીખમાં પણ ટૂરિસ્ટોનો ફર્સ્ટ લવ છે. અહીંની ચૉકલેટ અને ઘડિયાળ વિશ્વપ્રસિદ્ધ છે. અહીં ફરવા જેવાં સ્થળોમાં ઝ્યુરિક, જિનીવા, લ્યુસર્ન, બેસલ, લુસાને, જર્મેટ, લુગાનો, સ્વિસ નૅશનલ પાર્ક, બર્ન, ધ રાઇન ફૉલ્સ વગેરેનો સમાવેશ થાય છે.
રણબીર કપૂર ફેવરિટ પ્લેસ
રણબીર કપૂરના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં ન્યૂયોર્ક અને ઈટાલી જેવા સુંદર સ્થળો સામેલ છે. રણબીર કપૂરે ન્યૂયોર્કમાં અભ્યાસ પૂર્ણ છે, તેથી આ જગ્યા તેની હોટ ફેવરિટ છે. આ સાથે રણબીર કપૂરનું ઇટાલીમાં વેનિસ અને પુગલિયા પણ પસંદીદા સ્થળ છે.
વેનિસ
પાણીમાં તરતા દ્વિપ જેવું દેખાતું આ શહેર અનેક રીતે પોતાની પ્રાકૃતિક છટા અને સુંદરતાથી દુનિયાના તમામ શહેરોથી અલગ તરી આવે છે. આ શહેરમાં લગભગ 120 દ્વિપ છે. તેની વચ્ચે નહેરો છે, પુલ છે.
હૃતિક રોશનની જેમ રણવીર સિંહનું પણ મનપસંદ સ્થળ સ્વિત્ઝર્લેન્ડ છે. રણવીર પ્રથમ ભારતીય સેલિબ્રિટી છે જેને સ્વિટ્ઝર્લેન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સ્વિત્ઝર્લેન્ડ તેની ઘડિયાળો અને અનેક પ્રકારની ચોકલેટ માટે પ્રખ્યાત છે.
અમિતાભ બચ્ચન ફેવરિટ પ્લેસ
બોલિવૂડના શહેનશાહ મોટાભાગે શાંત અને દરિયાઈ સ્થળોએ ફરવાનું પસંદ કરે છે, તેથી તેઓ રજાઓ ગાળવા માટે ઘણીવાર ગોવા જાય છે. અહીંના આહ્લલાદક દરિયાકિનારા અને સંસ્કૃતિ બિગ બીને ખૂબ આકર્ષે છે.
પ્રિયંકા ચોપરા ફેવરિટ પ્લેસ
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને બીચ ખૂબ જ પસંદ છે. તેણી ઘણીવાર થાઇલેન્ડના ટાપુઓમાં તેની રજાઓ ગાળવાનું પસંદ કરે છે. થાઇલેન્ડ એક એવું સ્થળ છે જે બીચ માટે લોકપ્રિય છે.
દીપિકા પાદુકોણ ફેવરિટ પ્લેસ
દીપિકા પાદુકોણનું ફેવરિટ ટૂરિસ્ટ’ ડેસ્ટિનેશન ફ્રેન્ચ રિવેરા છે. અહીં તેને સમુદ્ર કિનારે શાંતિથી બેસવું ગમે છે. તે અવારનવાર તેના મિત્રો સાથે રજાઓનો આનંદ માણવા માટે અહીં આવે છે. ફ્રેન્ચ રિવેરા પાસે અન્ય ઘણા આકર્ષણો પણ છે, જેમ કે કોર્સ સેલાયા માર્કેટ, વિલા એફ્રુસી ડી રોથચાઈલ્ડ વગેરે.
આ પણ વાંચો : સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબારમાં સામેલ રોહિત ગોદરા કોણ છે? જાણો ક્રિમિનલ હિસ્ટ્રી
આલિયા ભટ્ટ ફેવરિટ પ્લેસ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને લેહ લદ્દાખ સહિત બાલી, સ્વિત્ઝરલેન્ડ,લંડન, ન્યૂયોર્ક, માલદીવ, ગુલમર્ગ વગેરે સ્થળ પસંદ છે. રણબીર કપૂરે આલિયા ભટ્ટને કેન્યાના મસમૂલ નેશનલ પાર્કમાં રજાઓના દિવસમાં પ્રોપઝ કર્યું હતું.