દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં લોકોમાં દિવાળીના તહેવારને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલિવૂડમાં દિવાળીના તહેવારનો ખુબ ક્રેઝ જોવા મળતો હોય છે. જેને પગલે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઓ ભવ્ય પાર્ટીઓનું આયોજન કરતી હોય છે.
ત્યારે બુધવારે બોલિવૂડની પરમસુંદરી કૃતિ સેનન અને તેની બહેન નુપૂર સેનને પૂરા પરિવાર સાથે નજીકના સગા સંબંધીઓ અને મિત્રો માટે ખાસ દિવાળી પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં બોલિવૂડની હસ્તિયા સામેલ થઇ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
અભિનેત્રી કૃતિ સેનન દિવાળી પાર્ટીમાં ડાર્ક ગ્રીન આઉટફિટમાં નજર આવી હતી. આ લુકમાં તે અત્યંત સુંદર લાગતી હતી. કૃતિ સેનની દિવાળી પાર્ટીમાં અભિનેતા વરૂણ ધવન તેની પત્નિ નતાશા દલાલ, વિકી કૌશલ, અનન્યા પાંડે, કાર્તિક આર્યન, કરણ જોહર, નેહા ધૂપિયા તથા અંગદ બેદી, નુસરત ભરૂચા તથા વાણી કપૂર સહિતની સેલિબ્રિટીઓએ ચાર ચાંદ લગાવ્યા હતાં. આ હસ્તીઓએ બેહદ ગોર્જિયસ અવતારમાં પાર્ટીમાં પહોંચી હતી.