Bollywood Scandal: ઐશ્વર્યા રાય છેવટ સુધી અડગ રહી, ધમકી આપી સલમાન ખાન કરાવવા માંગતો હતો આ કામ

Bollywood Scandal: ઐશ્વર્યા રાય અને સલમાન ખાન અફેર અને બ્રેકઅપના કિસ્સા જાણીતા છે. એક ટેપ વાયરલ થઇ હતી, જેમાં સલમાન ખાન કથિત રીતે ઐશ્વર્યા રાયને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યો હતો.

Written by Ajay Saroya
Updated : August 07, 2024 18:30 IST
Bollywood Scandal: ઐશ્વર્યા રાય છેવટ સુધી અડગ રહી, ધમકી આપી સલમાન ખાન કરાવવા માંગતો હતો આ કામ
Aishwarya Rai Salman Khan Breakup: ઐશ્વર્યા રાય અને સલમાન ખાન લવ રિલેશન અને બ્રેકએપ વિશે ઘણી વખત ચર્ચા થઇ રહે છે. (Photo: @aishwariyarai.official / @beingsalmankhan)

Bollywood Scandal: બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય હાલના સમયે પોતાના પતિ અભિનેતા અભિષેકથી અલગ થવાની અટકળોને લઇ ચર્ચામાં છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના બ્રેકઅપની કહાણી પણ ઘણી રસપ્રદ છે, જેના વિશે જાણવા ફેન્સ ઉત્સુક રહે છે. એક વખત બંનેની એક ટેપ વાયરલ થઇ હતી, જેમાં કથિત રીતે બંને અંડરવર્લ્ડની વાત કરી રહ્યા હતા. સલમાન ખાન નશાની હાલતમાં હતો અને ઐશ્વર્યા રાયને અંડરવર્લ્ડની ધમકી આપી રહ્યો હતો.

તમામ મીડિયા ચેનલો પર એક ટેપ મોટા પ્રમાણમાં પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં સલમાન ખાન કથિત રીતે ઐશ્વર્યા રાય અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. મામલો હતો અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની પાર્ટીનો હતો, જેમાં ઐશ્વર્યા રાયે પરફોર્મ કરવાની ના પાડી દીધી હતી, પરંતુ સલમાન ખાન તેના પર વારંવાર દબાણ કરી રહ્યો હતો.

Salman khan | Salman khan Film | Salman khan Movie | Salman khan Photo | Salman khan Song | Salman khan Image | bollywood superstar | bollywood bhaijan
સલમાન ખાન બોલીવુડના ભાઈજાન તરીકે કહેવાય આવે છે. (Photo- beingsalmankhan

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટ 2001માં તેમના ફોન કોલ્સ ટેપ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવાય છે કે સલમાન ખાનની ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચુપકે ને પણ છોટા શકીલે ફંડ આપ્યું હતું. આ સાથે જ સલમાન ખાન પોતાની ગર્લફ્રેન્ડ એટલે કે ઐશ્વર્યા રાય પર અબુ સાલેમની પાર્ટીમાં પરફોર્મ કરવા માટે વારંવાર દબાણ કરી રહ્યો હતો.

બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાય સલમાન ખાન આ વાત કહી હતી

તમને જણાવી દઇયે કે, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધનો અંત ખરાબ રહ્યો છે. ઐશ્વર્યા રાય એ તેને એક ટોક્સિક લવર ગણાવ્યો હતો. એવા અહેવાલો આવ્યા છે કે સલમાન ખાને ઐશ્વર્યા રાયના ઘરમાં પણ ઘણી તોડફોડ કરી હતી. તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાય એ સલમાન વિશે ખુલીને વાત કરી હતી.

આ પણ વાંચો | સલમાન ખાનનું બિગ બોસ 18 આ તારીખે પ્રીમિયર થશે, લિસ્ટમાં કોનું નામ સામેલ?

ઐશ્વર્યા રાય એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બ્રેકઅપ બાદ સલમાન ખાન મને ફોન કરી બકવાસ કરતો હતો. એને શંકા હતી કે સહકલાકારો સાથે મારે અફેર છે. મારું નામ અભિષેક બચ્ચન થી લઈને શાહરૂખ ખાન સુધીના બધા સાથે જોડાયું હતું. આવું ઘણી વાર બન્યું હતુ, જ્યારે સલમાન ખાને મારી સાથે ફિઝિકલ થયો અને મને માર માર્યો. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે, સલમાન ખાને તેની સાથે છેતરપિંડી કરી હતી, જેના કારણે તેમના સંબંધો તૂટી ગયા હતા અને સલમાન બ્રેકઅપ સ્વીકારી શક્યો ન હતો. તેથી જ તે તેનો પીછો કરતો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ