/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Anuradha-paudwal.jpg)
અનુરાધા પૌડવાલ - એક્સપ્રેસ આરક્રાઇવ
Anuradha Paudwal birthday special, bollywood latest updates : ભજન ગાયિકા અનુરાધા પૌડવાલે અત્યારે ભલે પડદાથી દૂરી બનાવી લીધી હોય અને તેમના ગીતો ન આવે પરંતુ 90ના દાયકામાં એકથી એક ચડિયાતા આલ્બમ બહાર પાડ્યા હતા. તેમની ગાયિકીના લોકો દિવાના હતા. અનુરાધીની એક ઝલક મેળવવા અને ગિતો સાંભળવાના ચાહકો આજે પણ વધારે છે.
અનુરાધા પૌડવાલ 69 વર્ષના થયા છે. તેમનો જન્મ 27 ઓક્ટોબર 1954માં થયો હતો. તેમણે પોતાના અવાજના દમ પર ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી હતી. અનુરાધા માત્ર ભજન ગાયિકા જ નહીં પરંતુ તેમણે ફિલ્મો માટે પણ હિટ ગીતો આપ્યા છે. અનુરાધા પૌડવાલના જન્મ દિવસે તેમના વિશે કેટલીક ખાસ જાણી અજાણી રસપ્રદ વાતો જાણિએ.
90ના દશકમાં અનુરાધા પૌડવાલ કરિયરમાં સફળતાની સીઢી ચડી રહ્યા હતા. તેમણે જ્યાં પહોંચવા માટે સારમાં સારા સિંગર્સ સપના જોઈ રહ્યા હતા. તેમની અને તેમના ગિતોની પોપ્યુલારીટીને લઇને એ કહવામાં આવે છે કે 90ના દાયકો તેમનો રહ્યો છે. તેઓ આ સમયની સૌથી ચર્ચિત ગાયિકા રહી છે. લોકો તેમને ભજન ગીતો માટે જાણે છે. અને પસંદ પણ કરે છે.
તેમણે ભલે ફિલ્મો માટે પણ ગીતો ગાયા હોય પરંતુ પોતાને ક્યારેય પણ ભક્તિ ગીતોથી દૂર રાખ્યા ન્હોતા. અનુરાધાએ ફિલ્મોમાં પોતાની ગાયિકીની શરુઆત ફિલ્મ અભિમાનથી કરી હતી. જે 1973માં આવી હતી પંરતુ તેમને ઓળખ 1976માં મળી હતી. અમિતાભ વચ્ચ અને જયા બચ્ચ સ્ટારર ફિલ્મ કાલીચરણ આવી હતી. જેનું નિર્દેશન સુભાઈ ઘઈને કહ્યું હતું.
1 કલાકમાં વેચાઈ હતી 90 હજારથી વધારે કેસેટ્સ
અનુરાધા પૌડવાલે પહેલીવાર શિવ શ્લોક ગાયો હતો. તેમણે આ શ્લોકને એક માઇક્રોફોનની સામે ગાયો હતો. જેને એસડી બર્મન દ્વારા કંપોજ કરવામાં આવ્યો હતો. આને ઋષિકેશ મુખર્જીની ફિલ્મ અભિમાનમાં જોઈ શકાય ચે. ફેમસ ગાયિકાએ પોતાના કરિયરમાં એ સમય પણ જોયો હતો જ્યારે તેમની કેસેટો એક કલાકની અંદર 90 હજાર વેચાઈ હતી.
તેમણે ખુદ જણાવ્યું હતું કે જ્યારે તેમણે પહેલીવાર દેવી ગીત આઉંગી આઉંગી અગલે બર મેં આઉંગી ગાયું હતું તો એ ગીતની 90 હજાર કેસેટો વેચાી હતી. એ પણ એક કલાકની અંદર જ. વૈષ્ણો દેવી પર ગાયેલા આ ગીતોને ચાહકોમાં ભરૂપર પ્રેમ મળ્યો હતો. તેમણે પોતાના કરિયરમાં ટી-સીરીઝ માટે ગીતો ગાયા હતા. તેમની ખોજનો શ્રેય પણ ગુલશન કુમાર જ માનવામાં આવે છે.
અલકા આજ્ઞનિક સાથે છે 36 નો આંકડો
ઉલ્લેખનીય છે કે અનુરાધા પૌડવાલ ફેમસ સિંગર્સ પૈકી એક રહ્યા છે પરંતુ આ દરમિયાન સિંગર અલકા આજ્ઞનિક સાથે તેમના સંબંધો સારા રહ્યા નથી. પરંતુ આ વચ્ચે ત્યારે વધ્યો જ્યારે અલકા યાજ્ઞનિકે ગાયેલા બે ગીતોને અનુરાધા પાસે ગવડાવ્યા હતા. તેમના બધા ગીતો ટી થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1997માં ફિલ્મફેયર ઓડિશનમાં અલકા યાજ્ઞનિકે કહ્યું હતું કે પૌડવાલ તેમના ગીતો દિલ કી કલમ સે, યે ઇશ્ક બડા બદર્દી હૈ અને ઓ રામજીને ડબ કર્યા હતા. ત્યારબાદ માનવામાં આવે છે કે તેઓ એટલી નારાજ થઈ ગઈ હતી કે તેમણે આશરે બે વર્ષ સુધી કામ કર્યું ન્હોતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us