/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-26T095344.991.jpg)
bollywood Superstar : બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને રણવીર સિંહ ફાઇલ તસવીર
Bollywood Superstar : બોલિવૂડ સ્ટાર્સનું જીવન એવું નથી જે તેઓ ફિલ્મોમાં બતાવે છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચાર્યું પણ નહોતુ. ઇન્ડસ્ટ્રીમાં એવા કલાકારો છે જે બોલિવૂડમાં આવતા પહેલા સામાન્ય માણસની જેમ જીવન જીવતા હતા. જો કે કેટલાક એવા કલાકારો હતા જેમણે એક્ટર બનવાનું સપનું જોયું અને ઘણા કામ કર્યા અને પોતાની મહેનતથી આજે તેઓ બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે. ચલો જાણીએ એવા સ્ટાર્સના નામ તેમની અજાણી વાતો.
નવાઝુદ્દીન સિદ્ધીકી
નવાઝુદ્દીન સિદ્ધીકી આજે બોલિવૂડનું દિગ્ગજ નામ છે. અભિનેતાએ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ પર પોતાની છાપ છોડી છે. પરંતુ શું તમે જાણો છો એક્ટર બનતા પહેલા નવાઝ ચોકીદાર તરીકે કામ કરતા હતા? જી હાં! આ વાત એકદમ સાચી છે.
રણવીર સિંહ
રણવીર સિંહ આજે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. અભિનેતા બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા એક એડ એજન્સીમાં કોપીરાઇટર તરીકે કામ કરતા હતા.
અક્ષય કુમાર
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની વાત કરીએ તો એક્ટરે ક્યારેય અભિનેતા બનવાનું સપનું જોયું ન હતું, પરંતુ આજે તે પોતાની એક્ટિંગથી દરેકના દિલ પર રાજ કરે છે. ઉલ્લેખનીય છે કે, એક્ટર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા વેઇટર તરીકે કામ કરતો હતો.
પરિણીતી ચોપરા
પ્રિયંકા ચોપરાની પિતરાઇ બહેન પરિણીતી ચોપરાએ વર્ષ 2011માં ફિલ્મ લેડીઝ વર્સેસ રિકી બહલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની ફિલ્મ કારકિર્દી પહેલા અભિનેત્રીએ યશ રાજ સ્ટુડિયોમાં માર્કેટિંગ અને પબ્લિક રિલેશન ઇન્ટર્ન તરીકે કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરાએ 24 સપ્ટેમ્બર 2023એ આપ નેતા રાઘવ ચઢ્ઢા સંગ લીલા પેલેસ ઉદયપુર ખાતે શાહી લગ્ન કર્યા હતા. જેની તસવીરો એક્ટ્રેસ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
અમિતાભ બચ્ચન
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. અભિનય કરતા પહેલા બિગ બી દૂરદર્શનમાં રેડિયો જોકી બનવા માંગતા હતા, પરંતુ તેમના અવાજના કારણે તેઓ તેમનું સપનું સાકાર કરી શક્યા નહીં. મહત્વનું છે કે, અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા અમિતાભ બચ્ચન બ્રોકર હતા.
અરશદ વારસી
અરશદ વારસીની વાત કરીએ તો એક્ટર પોતાના અભિનયથી બધાને ખળખળાટ હસાવવા માટે ખુબ પોપ્યુલર છે. અરશદ વારસીએ તેની અભિનય કારકિર્દી પહેલા એક હોટલમાં વેઇટર અને રૂમ સર્વિસ પર્સન તરીકે કામ કર્યું હતું.
દીલીપ કુમાર
બોલિવૂડ એક્ટર દિલીપ કુમાર તેમના પરિવારની આર્થિક તંગીને કારણે આર્મી ક્લબની બહાર સેન્ડવિચ સ્ટોલ લગાવતા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us