Sridevi Birthday | શ્રીદેવી આજે પણ બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક ગણવામાં આવે છે, આજે શ્રીદેવી નો 62મો જન્મજયંતિ (Sridevi Birthday) છે, જેને હિન્દી મુવી ઈન્ડિસ્ટ્રીની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. શ્રીદેવી 80ના દાયકામાં બોલિવૂડની ટોચની અભિનેત્રી હતી. તે તેમના સમયની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી.
શ્રીદેવીની 62મી જન્મજયંતિ પર તેના પતિ અને નિર્માતા બોની કપૂરે પત્નીને યાદ કર્યા છે. આ પ્રસંગે, બોનીએ શ્રીદેવીની જૂની તસવીરો શેર કરી છે અને હૃદયસ્પર્શી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જુઓ
શ્રીદેવી બર્થડે પર બોની કપૂરની પોસ્ટ
બોની કપૂરે શ્રીદેવીને યાદ કરી અને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ શેર કરી છે. પોતાની પહેલી પોસ્ટમાં બોની કપૂરે શ્રીદેવીનો ફોટો શેર કર્યો અને લખ્યું, “હા, તમે આજે 62 વર્ષના નથી. તમે 26 વર્ષના છો. જન્મદિવસની શુભકામનાઓ. અમે હજુ પણ તમારા બધા જન્મદિવસોને યાદ કરીએ છીએ.”
બોની કપૂરે ઇન્સ્ટાગ્રામ પર બીજી પોસ્ટ શેર કરી છે. આ તસવીર શ્રીદેવીની 1990 ની જન્મદિવસની પાર્ટીની છે. આ તસવીરમાં, શ્રીદેવી આંગળી ઉંચી કરીને કંઈક તરફ ઈશારો કરી રહી છે. જ્યારે બોની કપૂર તસવીરમાં હસતા જોવા મળી રહ્યા છે. પોસ્ટના કેપ્શનમાં, બોની કપૂરે લખ્યું, “1990 માં, ચેન્નાઈમાં તેના જન્મદિવસની પાર્ટીમાં, મેં તેને તેના 26મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે તે તેનો 27મો જન્મદિવસ હતો.
બોની કપૂરે લખ્યું કે, ‘મેં આ એટલા માટે કર્યું જેથી તેની લાગે કે તે ઉંમર ઓછી થઈ ગઈ છે અને તે એક પ્રશંસા હતી કે દરેક પસાર થતા દિવસ સાથે તે નાની થઈ રહી છે, પરંતુ તેને લાગ્યું કે હું તેને ચીડવી રહ્યો છું.” આ સાથે બોનીએ તેના કેપ્શનમાં ઘણા હસતા ઇમોજી પણ બનાવ્યા હતા.
શ્રીદેવી મુવીઝ
શ્રીદેવીએ ચાંદની’, ‘લમ્હે’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ચાલબાઝ’, ‘નગીના’, ‘સદમા’ અને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, પાંચ દાયકાથી વધુ લાંબા કરિયરમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા. તેણે ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેત્રીએ ચાર વર્ષની ઉંમરે 1967માં આવેલી તમિલ ફિલ્મ ‘કંધન કરુણાઈ’થી અભિનય શરૂ કર્યો હતો. બાદમાં 1972માં, તેમણે ફિલ્મ ‘રાની મેરા નામ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
Coolie | કુલી માટે રજનીકાંતએ કેટલી ફી લીધી? આમિર ખાનએ માત્ર 15 મિનિટ માટે લીધા આટલા કરોડ !
શ્રીદેવી તેની છેલ્લી ફિલ્મ ‘મોમ’ હતી, જેના માટે તેને મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. શ્રીદેવીનું વર્ષ 2018 માં દુબઈમાં અવસાન થયું હતું.





