/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/border-2-release-date.jpg)
Border 2 Release Date : સની દેઓલ અને આયુષ્માન ખુરાનાની બોર્ડર મુવી સિનેમાની સૌથી મોટી ફિલ્મ, જાણો રિલીઝ ડેટ
Border Release Date : જેપી દત્તાની સુપરહિટ ફિલ્મ બોર્ડર આજે પણ લોકોને યાદ છે. હવે આ ફિલ્મનો બીજો ભાગ બનવા જઇ રહ્યો છે. 'બોર્ડર'માં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. સની દેઓલ લીડ રોલમાં નજર આવ્યો છે. આ વખતે પણ બોર્ડર 2 (Border 2)માં સની દેઓલ (sunny Deol) મહત્વની ભૂમિકામાં નજર આવશે. 'બોર્ડર 2'માં સની દેઓલ સાથે એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurana) પણ જોવા મળશે. 'બોર્ડર 2' અંગે હાલમાં જ મોટું અપડેટ સામે આવ્યું છે.
બોર્ડર 2 રિલીઝ ડેટ (Border 2 Release Date)
જ્યારથી દર્શકોને ભારતીય સિનેમાની સૌથી એપિક વોર ફિલ્મ બોર્ડરની સિકવલ બનવાના સમાચાર મળ્યા છે ત્યારથી તેઓ સુપરએક્સાઇડેટ થઇ ગયા છે. તેવામાં હવે બોર્ડર 2ની રિલીઝ ડેટ પણ ફાઇનલ થઇ ગઇ છે. મીડિયા અહેવાલ અનુસાર બોર્ડર 2 26 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પિંકવિલાના અહેવાલ પ્રમાણે, સની દેઓલ મેજર કુલદીપ સિંહ ચંદુરીના રોલમાં ફરી એકવાર સ્ક્રીન પર ધૂમ મચાવશે, જ્યારે આયુષ્માન ખુરાના ભારતીય સશ્ત્ર દળોની ભૂમિકા નિભાવતો નજર આવશે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલની ગદર 2 પણ સ્વતંત્રતા દિવસ પર જ રિલીઝ થઇ હતી અને ફિલ્મ સિનેમાઘરોમાં ગદર મચાવી દીધી હતી. આ જ પ્રકારે બોર્ડર 2 પણ પ્રજાસતાક દિવસના ખાસ પ્રસંગ પર રિલીઝ થશે તેથી જંગી કમાણી કરશે તેવી આશા બંધાઇ છે.
બોર્ડર 2 સિનેમાના ઇતિહાસની સૌથી મોટી વોર ફિલ્મ હશે. બોર્ડર 2ને નિર્દેશક અનુરાગ બાસુ ડારેક્ટ કરી રહ્યા છે, જ્યારે તેના મેકર્સ ભૂષણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા છે. મળતી માહિતી અનુસાર, બોર્ડર મુવીને 29 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.
Border 2 Star Cast
બોર્ડર 2 સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો આ મુવીમાં સની દેઓલ, આયુષ્માન ખુરાના સિવાય સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. બોર્ડર મુવીમાં નીલ શેટ્ટી, જેકી શ્રોફ, અક્ષય ખન્ના વગેરે જોવા મળ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us