Border 2: બોર્ડર 2 ફિલ્મ માટે સની દેઓલે લીધી સૌથી વધુ ફી, જાણો ક્યા કલાકારે કેટલી ફી ચાર્જ કરી

Border 2 Star Cast Fees : બોર્ડર 2 ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ સહિત ઘણા કલાકાર છે. દેશભક્તિ પર આધારિત આ ફિલ્મના આઈકોનિક સોંગ સંદેશે આતે હૈ વાયરલ થયું છે.

Border 2 Star Cast Fees : બોર્ડર 2 ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ સહિત ઘણા કલાકાર છે. દેશભક્તિ પર આધારિત આ ફિલ્મના આઈકોનિક સોંગ સંદેશે આતે હૈ વાયરલ થયું છે.

author-image
Ajay Saroya
New Update
Border 2 Release Date | Border 2 Songs | Border 2 Story

Border 2 Release Date : બોર્ડર 2 ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ રિલિઝ થઇ રહી છે. Photograph: (Social Media)

Border 2 Release Date: બોર્ડર 2 ફિલ્મ જોવાની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશભક્તિથી આધારિત આ ફિલ્મ વર્ષ 2026ની સૌથી મોટી અને ખાસ ફિલ્મો પૈકીની એક છે, જેમા ઘણા સ્ટાર્સ છે. બોર્ડર 2 ફિલ્મનું આઇકોનિક ગીત સંદેશે આતે હૈ રિલિઝ થતાની સાથે જ વાયરલ થઇ ગયું છે, જે સાંભળી દરેક વ્યક્તિનું દિલ લાગણથી ઉભરાઇ આવે છે. બોર્ડર 2 ફિલ્મમાં સની દેઓલ ફરી દમદાર ભારતીય સૈનિકની ભૂમિકામાં જોવા મળશે. સાથે વરુણ ધવન, દિલજીત દોસાંક્ષ જેવા ઘણા એક્ટર છે. આ મલ્ટિસ્ટાર ફિલ્મમાં કોણે કેટલી ફી લીધી છે, તેના વિશે પણ ચર્ચાઓ થઇ રહી છે.

Advertisment

સની દેઓલ

ડીએનએના એક રિપોર્ટ મુજબ અનુરાહ સિંહના ડાયરેક્શનમાં નિર્મિત બોર્ડર 2 ફિલ્મ માટે સની દેઓલે તગડી ફી ચાર્જ કરી છે. એક્ટરે આ ફિલ્મ માટે 10 કરોડ કે 20 કરોડ નહીં 50 કરોડ રૂપિયા ફી લીધી છે.

દિલજીત દોસાંઝ

સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે બોર્ડર 2 જેવી વોર ફિલ્મમાં એક નવો ચાર્મ ઉમેર્યો છે. દિલજીતે આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સાથે સાથે મૂવીમાં ગીત પણ ગાયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે તેણે 4 થી 5 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે.

વરુણ ધવન

વરુણ ધવન પર આ ફિલ્મમાં સૈનિકની ભૂમિકા છે. એવું કહેવાય છે કે, આ ફિલ્મ માટે વરુણ ધવનને 8 થી 10 કરોડ રૂપિયા ફી મળે છે. વરણ ધવન તેની એનેર્જેટિક પરફોર્મન્સથી ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. જો કે આ ફિલ્મ માટે કોઇ પણ એક્ટરે કેટલી ફી ચાર્જ કરી છે તેની સત્તાવાર પૃષ્ટિ થઇ શકી નથી.

Advertisment

અહાન શેટ્ટી

સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી બોર્ડર 2 ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતવા તૈયાર છે. અલબત્ત, તેણે ફિલ્મ માટે કેટલી ફી લીધી છે તેની જાણકારી સામે આવી નથી.

Border 2 Release Date : બોર્ડર 2 ફિલ્મ ક્યારે રિલિઝ થશે?

બોર્ડર 2 ફિલ્મ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ 26 જાન્યુઆરી જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવારની પહેલા 23 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થવાની છે. આ ફિલ્મ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા એ સાથે મળી પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મના ફિમેલ સ્ટાર કાસ્ટની વાત કરીયે તો સોનમ બાજવા, મોના સિંહ અને મેધા કાણાએ અભિનય કર્યો છે.

bollywood મનોરંજન ન્યૂઝ