/indian-express-gujarati/media/media_files/2026/01/23/border-2-release-update-border-was-released-28-years-ago-know-its-budget-collection-2026-01-23-08-41-38.jpg)
બોર્ડર 2 રીલીઝ અપડેટ બોર્ડર બજેટ બોક્સ ઓફિસ કલેકશન મનોરંજન । Border 2 release update border was released 28 years ago know its budget collection Photograph: (Social Media)
મનોરંજન ન્યૂઝ | 23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી બોર્ડર 2 (Border 2) ફિલ્મને લઈને ચારે બાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ ફિલ્મ કેવી છે અને સની દેઓલ (Sunny Deol) ની ફિલ્મ પહેલા દિવસે કેટલી કમાણી કરશે. બોર્ડર 2 ને 13+ રેટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે મુવી રન ટાઇમ 3.16 મિનિટ કહેવામાં આવી રહ્યો છે.
28 વર્ષ પહેલા રિલીઝ થયેલી બોર્ડર 2 ની સિક્વલ બોર્ડરનો રન ટાઇમ કેટલો હતો? બોર્ડરનું બજેટ કેટલું હતું? બોર્ડરનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું હતું? અને બોર્ડરના કલાકારોની ફી કેટલી હતી? અહીં જાણો બોર્ડર 2 જોયા પહેલા સની દેઓલની આ 28 વર્ષ જૂની ફિલ્મે કેટલો નફો કર્યો હતો.
28 વર્ષ પહેલા રિલીઝ થયેલ બોર્ડર બજેટ
બોર્ડર વર્ષ 1997 માં, એપિક વોર ફિલ્મ બોર્ડર જેપી દત્તા દ્વારા રજૂ, લેખન, નિર્માણ અને દિગ્દર્શન કરવામાં આવી હતી. તે 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મ 179 મિનિટ લાંબી હતી અને તેનું બજેટ ફક્ત ₹12 કરોડ હતી.
સની દેઓલની બોર્ડર 2 ગલ્ફ દેશોમાં રિલીઝ નહિ થાય, મોટું કારણ આવ્યું સામે!
બોર્ડર બોક્સ ઓફિસ કલેક્શન
28 વર્ષ પહેલાં આ ફિલ્મે વ્યાપક ચર્ચા જગાવી હતી, જેમાં "સંદેસે આતે હૈં," "મેરા દુશ્મન," "હુમેં જબ સે મોહબ્બત," "તો ચાલું," અને "હિન્દુસ્તાન હિન્દુસ્તાન" જેવા ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. જ્યારે સાઉન્ડટ્રેક અત્યાર સુધીનો ચોથો સૌથી વધુ વેચાતો આલ્બમ બન્યો હતો. પરિણામે, ફિલ્મને બોક્સ ઓફિસ પર વ્યાપક પ્રશંસા મળી હતી, જેણે ₹66.70 કરોડ ની કમાણી કરી હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us