Border 2 Teaser Release: ગદર 2 બાદ સની દેઓલ બોર્ડર 2 લઈને આવી રહ્યો છે. બોર્ડર 2 મૂવીનું ટીઝર રિલિઝ થયું છે. આ ફિલ્મમાં વરુણ ધવનની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ટીઝરમાં આપણે તેનો અવાજ પણ સાંભળી શકીએ છીએ. વરુણ ધવને પોતે આ ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.
ટીઝરની શરૂઆત સોનુ નિગમના અવાજથી થાય છે, જેમાં તે બોર્ડરનું ફેમસ ગીત સંદેશે આતે હૈ ગાય છે, ત્યારબાદ વરુણ ધવનનો અવાજ આગળ આવે છે અને તે કહે છે, ‘દુશ્મન કી હર ગોલી સે જય હિન્દ બોલ કર ટકરાતા હૂં, જબ ધરતી મા બુલાતી હૈ સબ છોડ આતા હૂં. આ ટીઝરમાં બોર્ડર 2 ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
વરુણ ધવને ટીઝર સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે, હું ચોથા ધોરણનું બાળક હતો જ્યારે હું ચંદન સિનેમામાં ગયો અને બોર્ડર જોઇ. અને તેણે મારા પર ખૂબ ઊંડી છાપ ઉભી કરી. મને હજી પણ યાદ છે કે હૉલમાં આપણે સૌએ રાષ્ટ્રીય ગૌરવની લાગણી અનુભવી હતી. મે આપણી સેનાને આદર્શ માનવાનું શરૂ કર્યું અને આજે પણ હું તેમને સલામ કરું છું કે તેઓ કેવી રીતે આપણી રક્ષા કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે, પછી ભલે તે આપણી સરહદો પર હોય કે કુદરતી આફતો દરમિયાન હોય. જે પી દત્તા સરનું યુદ્ધ મહાકાવ્ય હજી પણ મારી સૌથી પ્રિય ફિલ્મોમાંની એક છે. જેપી સર અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત બોર્ડર 2 માં ભૂમિકા ભજવવી એ મારી કારકિર્દીની ખૂબ જ ખાસ ક્ષણ છે. અને મને મારા હીરો સન્ની પાજી સાથે કામ કરવાની તક મળી, જે તેને વધુ ખાસ બનાવે છે. હું એક બહાદુર સૈનિકની વાર્તાને પડદા પર રજૂ કરવા માટે ઉત્સુક છું, જે ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ બનવાનું વચન આપે છે. હું તમને શુભેચ્છા પાઠવું છું? જય હિન્દ. ”
આ પણ વાંચો | કરીના કપૂર ખાન ધ બકિંગહામ મર્ડર્સ ના કાતિલની તલાશમાં, ટીઝર વાયરલ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
બોર્ડર 2 ક્યારે રિલીઝ થશે?
બોર્ડર 2નું નિર્માણ ટી-સિરીઝના ભૂષણ કુમાર અને બોર્ડર ડિરેક્ટર જેપી દત્તાએ કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું છે. બોર્ડર 2 મૂવી 23 જાન્યુઆરી 2026માં રિલીઝ થવાની છે. અગાઉ રિલીઝ થયેલી બોર્ડરનું નિર્દેશન, લેખન અને નિર્માણ જેપી દત્તાએ કર્યું હતું.





