/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Border-2-teaser-Release.jpg)
બોર્ડર 2 ટીઝર આઉટ | Border 2 Teaser OUT
Border 2 Teaser Out on Vijay Diwas | ભારતીય સેનાની બહાદુરીની સ્ટોરી ફરી એકવાર સિનેમાઘરોમાં જોવા મળશે. ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે, અને સની દેઓલ (Sunny Deol), વરુણ ધવન (Varun Dhawan), દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને અહાન શેટ્ટી (Ahan Shetty) અભિનીત બોર્ડર 2 ટીઝર (Border 2 Teaser) રિલીઝ થયેલ છે.
બોર્ડર 2 ટીઝરમાં એક્શન અને ભાવનાઓ સાથે જોડાયેલી બહાદુરીની ગાથા દર્શાવવામાં આવી છે. અહીં જુઓ ધમાકેદાર ટીઝર
બોર્ડર 2 ટીઝર (Border 2 Teaser)
બોર્ડર 2 ટીઝરની શરૂઆત સની દેઓલના શક્તિશાળી અવાજથી થાય છે. જેમાં તે કહે છે, "તમે જ્યાં પણ પ્રવેશવાનો પ્રયાસ કરો છો, આકાશમાંથી, જમીન પરથી, સમુદ્રમાંથી… તમને એક ભારતીય સૈનિક તમારી સામે ઉભો જોવા મળશે. તે આપણી આંખોમાં જોશે અને છાતી થપથપાવીને કહેશે, 'જો તમારામાં હિંમત હોય તો આવો, આ ભારત છે.'" ટીઝર પછી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું ચિત્રણ કરે છે. શકરગઢ સેક્ટરમાં એક વિસ્ફોટ થાય છે, અને વરુણ ધવનનું પાત્ર ત્યાં બતાવવામાં આવે છે. આગળનો વિસ્ફોટ શ્રીનગર IAF બેઝ પર થાય છે, જ્યાં દિલજીત દોસાંઝ ઘાયલ જોવા મળે છે. આગળનો ઝલક ઉત્તર અરબી સમુદ્રની છે, જ્યાં અહાન શેટ્ટી ઘાયલ જોવા મળે છે. પછી સની દેઓલ પ્રવેશ કરે છે, મિસાઇલ ગન ફાયરિંગ કરતો જોવા મળે છે.
Border 2 Poster Release | બોર્ડર 2 પોસ્ટર રિલીઝ, આ તારીખે ટીઝર થશે રિલીઝ
બોર્ડર 2 1997 ની ફિલ્મ નો બીજો પાર્ટ
બોર્ડર 2 અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત છે તે 1997 ની ફિલ્મ "બોર્ડર" નો બીજો ભાગ છે. જેપી દત્તા દ્વારા દિગ્દર્શિત, "બોર્ડર" 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોંગેવાલાના યુદ્ધ પર આધારિત હતી. સની દેઓલ પહેલા ભાગનો ભાગ હતો અને "બોર્ડર 2" નો પણ ભાગ છે. જોકે, આખી કાસ્ટ નવી છે. દર્શકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે 23 જાન્યુઆરી, 2026 ના રોજ, પ્રજાસત્તાક દિવસની નજીક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us