/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/shah-rukh-khan-6.jpg)
ઇશા ગુપ્તા અને સારા અલી ખાન ફાઇલ તસવીર
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 16 મેથી શરૂ થઇ ગયો છે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ રેડ કાર્પેટ પર જલવો જોવા મળ્યો. અમે તમને તે સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ. આ કાન્સની 76મી આવૃત્તિ છે, ઇશા ગુપ્તા, સારા અલી ખાન, મિસ વર્લ્જ માનુષી છિલ્લર સહિત દિગ્ગજ કલાકરારોએ રેડ કાર્પેટ પર જબરદસ્ત લૂકમાં છવાયા. જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
Tu hai toh mujhe phir aur kya chahiye Ms Khan as always too pretty ❤️ #SaraAliKhanpic.twitter.com/ovlsLaD5zk
— Varun Sharma (@SharmaVarun2002) May 16, 2023
બુટ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સારાએ જણાવ્યું હતું કે, હું થોડી નર્વસ છું કારણ કે હું હંમેશા વિચારતી હતી કે કોઇ દિવસ હું કાન્સ રેડ કાર્પેટ પર ચાલીશ અને હું અહીં છું. સારા અલી ખાને તેના લૂક વિશે કહ્યું હતું કે, તે એક પરંપરાગત ભારતીય ડ્રેસ છે , જેના પર હાથથી બનાવેલું વર્ક છે. મને ભારતીય હોવાનો ખુબ જ ગર્વ છે અને મને કાન્સ 2023માં ભારત અને હસ્તકલાની ઉજવણી કરવાનો ગર્વ છે.
આ સાથે સારાએ કહ્યું હતું કે, હું આધુનિક અને પરંપરાગત ભારતીય પણ છું. મને આ ભારતીય ડ્રેસ ખરેખર ગમે છે. સારા અલી ખાને વૈશ્વિક મંચ પર આવવા પર કહ્યું કે વિશ્વભરમાં ઓળખ મેળવવાનો આ એક સારો માર્ગ છે અને મને લાગે છે કે વિશ્વ વધુને વધુ નાનુ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાને કાન્સ 2023ના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરીને પોતાના કરિયરમાં નવી સિદ્ધી ઉમેરી છે.
કાન્સ 2023માં સારા અલી ખાન સિવાય ઇશા ગુપ્તા અને માનુષી છિલ્લર સહિત ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે રેડ કાર્પેટ પર આકર્ષક લૂકમાં છવાયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us