બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) બચ્ચન છેલ્લા કેટલાક દિવસોથી પતિ અભિષેક બચ્ચનથી છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. જોકે લગ્ન અને પાર્ટીઓમાં સાથે હાજરી આપનાર આ કપલ આ અફવાઓનું ખંડન કરી રહ્યું છે. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઐશ્વર્યા રાયે કપાળ પર સિંદૂર લગાવીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડએ આ વર્ષે કાન્સ 2025 (Cannes 2025) ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર સાડી અને સિંદૂર પહેરીને એક આદર્શ ભારતીય પરિણીત મહિલા તરીકે ચાલવાનું નક્કી કર્યું હતું. અહીં જુઓ ફોટા
કાન્સ 2025 (Cannes 2025) માં ઐશ્વર્યા રાયનો આ લુક જોઈ ચાહકો ખુબજ અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સ તેના કપાળ પર સિંદૂર લગાવવાને ભારતના ‘ઓપરેશન સિંદૂર’ સાથે જોડી રહ્યા છે.
કેન્સ 2025 ઐશ્વર્યા રાય લુક (Cannes 2025 Aishwarya Rai Look)
ઐશ્વર્યા રાય બચ્ચન સોનેરી શણગાર સાથે ક્લાસિક આઇવરી હેન્ડલૂમ સાડીમાં અદભુત લાગતી હતી.જેને તેણે મેચિંગ ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ અને ડ્રેપ સ્ટાઇલ દુપટ્ટા સાથે જોડી બનાવી છે. એશે સાડી સાથે લાલ ચોકર પહેર્યું હતું, જેને તેણે અદભુત રૂબી નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ સાથે જોડી હતી. રેડ કાર્પેટ પર કેમેરા તરફ હાથ લહેરાવતા, તેના હાથમાં એક કોમ્પ્લિમેન્ટરી વીંટી પણ જોઈ શકો છો.
આ પણ વાંચો: પરેશ રાવલ હેરાફેરી 3 નહીં કરે તેની પાછળનું કારણ? સુનીલ શેટ્ટી આવું કહ્યું
ઐશ્વર્યાએ પોતાના ભારતીય મૂળને સફળતાપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. કેટલાક ઓનલાઈન યુઝર્સે એવી પણ કમેન્ટ કરી કે ઐશ્વર્યાનું સિંદૂર ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને શ્રદ્ધાંજલિ છે. એક યુઝરે તો લખ્યું, ‘કાન્સ હવે શરૂ થઈ ગયું છે.’
લોરિયલ પેરિસના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઐશ્વર્યા ફિલ્મ ફેસ્ટિવલમાં 22મી વખત હાજર રહી હતી. તેણે 2002 માં કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિતની સહ-અભિનેત્રી સંજય લીલા ભણસાલીની ફિલ્મ “દેવદાસ” નું પ્રીમિયર થયું હતું.