કાન્સ ફેસ્ટિવલ 2024માં ઇતિહાસ રચનારી પાયલ કાપડિયા કોણ છે?

Cannes 2024 : 3૦ વર્ષ બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મને નોમિનેટ કરવામાં આવી હતી અને તેને 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ફિલ્મ પાયલ કાપડિયાની મુવી ઓલ વી ઇમેજિન એઝ લાઇટ હતી. જાણો મુવીની કહાની અને પાયલ કાપડિયા વિશે.

Written by mansi bhuva
May 26, 2024 09:14 IST
કાન્સ ફેસ્ટિવલ 2024માં ઇતિહાસ રચનારી પાયલ કાપડિયા કોણ છે?
કાન્સ ફેસ્ટિવલ 2024માં ઇતિહાસ રચનારી પાયલ કાપડિયા કોણ છે

Cannes Film Festival Payal Kapadia News In Gujarati : વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Fim Festival 2024) નો ગઇકાલે 26 મેના રોજ અંતિમ દિવસ હતો. જેમાં મુંબઇની પાયલ કાપડિયા (Payal Kapadia) એ ઇતિહાસ રચ્યો છે. આ પછી ચોતરફ તેની ચર્ચા થઇ રહી છે. પાયલ કાપડિયાએ તેની ડેબ્યુ ફીચર ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ દ્વારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મને ફ્રાન્સમાં ગુરૂવારે પ્રીમિયર કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં 30 વર્ષ બાદ કોઇ ફિલ્મને આ ફેસ્ટિવલમાં નોમિનેટ કરવામાં આવી છે.

ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ મલયાલમ, હિન્દી અને મરાઠીમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મી કહાની બે મહિલાની આસપાસ ફરે છે, જેઓ મુંબઇમાં રહેતી હોય છે અને બંને નર્સ હોય છે. તેમની રિલેશનશીપને લઇને તેઓ દુખી હોય છે. પાયલ કાપડિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ઇન્ટરનેશનલ ઓડિયન્સને ખુબ જ પસંદ પડી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ મુવીને કાન્સ ફેસ્ટિવલમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે.

પાયલ કાપડિયાનો જન્મ મુંબઇમાં થયો હતો. પાયલ કાપડિયાએ મુંબઇની સેન્ચ ઝેવિયર્સ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી હતી. તેણે સોફિયા કોલેજમાં એક વર્ષ માટે માસ્ટર ડિગ્રી પણ કરી હતી. આ પછી તેણી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિયૂટ ઓફ ઇન્ડિયામાં ફિલ્મ ડિરેક્શનનો અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચો : રજનીકાંતને UAE સરકાર તરફથી મળ્યો ગોલ્ડન વિઝા, જાણો આ વિઝા વિશે બધું જ

ઉલ્લેખનીય છે કે, પાયલ કાપડિયા ભારતની પહેલી મહિલા છે જેની ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની કોમ્પિટેશનમાં સિલેક્ટ થઇ છે. આ પહેલા આ પહેલાં ૨૦૨૧માં આવેલી તેની ડૉક્યુમેન્ટરી ‘અ નાઇટ ઑફ નોઇંગ’ને કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ગોલ્ડન આઇ અવૉર્ડ મળ્યો હતો. 2017માં તેની શૉર્ટ ફિલ્મ ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ’ ભારતની એકમાત્ર ફિલ્મ હતી જેને કાન્સ ફિલ્મ-ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ