Cannes Film Festival 2024 : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) નું સમાપન 25 મે થઇ ગયું છે પરંતુ ફિલ્મ ફેસ્ટિવલનો ફીવર હજુ પણ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન એકટ્રેસ સૌથી ગ્લેમરસ લાગી રહી હતી એની ઝાંખી હજુ ઇન્ટરનેટ પર પણ છવાયેલી છે, પરંતુ 2024 તદ્દન અલગ હતું. ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને કિયારા અડવાણી, અદિતિ રાવ હૈદરી, પ્રીતિ ઝિન્ટા વગેરે ઘણી જાણીતી એકટ્રેસના લીધે ઇન્ડિયા ચર્ચામાં છે. પરંતુ પડદા પાછળના સ્ટાર મહિલા ફિલ્મમેકર અને ડાયરેક્ટ પણ આ વખતે કાન્સમાં જોરદાર ધૂમ મચાવી હતી.

આ ફેસ્ટિવલમાં અનેક મહિલા ભારતીય ફિલ્મ મેકર્સ, પ્રોડસર અને ડિસ્ટ્રીબ્યુટરે પોતાની અલગ છાપ છોડીના સમાચાર પણ બહાર આવ્યા હતા. ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય મંચ પર આગળ ધપાવવામાં તેઓનું સમર્પણ અને સખત મહેનત છે.
સ્ક્રિપ્ટીંગ ઇતિહાસ
પાયલ કાપડિયા તેની ફિચર ફિલ્મ ડેબ્યૂ તરીકે આ સક્સેસ સ્ટોરી કેન્દ્રમાં હતી, ઓલ વી ઇમેજિન એઝ લાઇટ 30 વર્ષમાં ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધામાં પ્રથમ ભારતીય એન્ટ્રી બની હતી. પરંતુ કાપડિયા આટલેથી અટક્યા નહીં. તેની ફિલ્મે પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિકસ પુરસ્કાર પણ જીત્યો, જે કેન્સ ખાતેનો બીજો સર્વોચ્ચ સન્માન છે. આ જીત એ ભારતીય સિનેમા માટે વોટરશેડ ક્ષણ તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી, જેમાં કાપડિયા આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ડાયરેક્ટ અને પ્રથમ મહિલા બની છે.
આ પણ વાંચો: કાન્સ ફેસ્ટિવલ 2024માં ઇતિહાસ રચનારી પાયલ કાપડિયા કોણ છે?
પાયલની પ્રથમ ફિલ્મ, અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ, એ ડોક્યુમેન્ટરી અને ફિકશન વચ્ચેની રેખાને અસ્પષ્ટ કરી દીધી છે. ઓલ વી ઈમેજીન એઝ લાઇટ, જેમાં લીડ રોલમાં મહિલા કલાકાર, જેમાં કની કુસરુતિ, છાયા કદમ અને દિવ્યા પ્રભા છે. ફિલ્મના શરૂઆતના દ્રશ્યોમાં પાત્રો કાટમાળ સાફ કરે છે, બજારના સ્ટોલ ઉભા કરે છે અને ભીડવાળી ટ્રેનોની રાહ જોતા હોય છે. પરંતુ ફિલ્મ ઝડપથી પરિવર્તિત થાય છે, એક ઘનિષ્ઠ પાત્ર આવે છે. તમામ સાથીદારો સ્થાનિક હોસ્પિટલમાં ત્રણ શક્તિશાળી મહિલાઓ મળે છે. દરેક સ્ત્રીના પાત્રો એટલી ઊંડાણ અને હૂંફથી પ્રેક્ષકોને ફિલ્મમાં તરબોળ કરે છે, જે તેની મૂવીની ખાસીયત છે.
ઇન્ડસ્ટ્રીમાં ઈન્ડયન વિમન સેન્ટ્રિક ફિલ્મોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને તેને માન્યતા મળી હતી. ફિમેલ ડાયરેક્ટરની બોલ્ડ અને યુનિક કન્સ્પેટ વાળી સ્ટોરી ટેલિંગના લીધે મહિલા કલાકારો ભારતીય સિનેમા ખરેખર ચમકે છે.
આ વર્ષએ ભારતની મહિલા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ વિશ્વ મંચ પર સાબિત કર્યું હતું કે તેમની ક્રિએટિવિટીને હવે અવગણવામાં આવતી નથી. કોલકાતાની અનસૂયા સેનગુપ્તા કાન્સમાં અભિનય પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી. તેણે અન સર્ટન રિગાર્ડ કેટેગરીમાં સેક્સ વર્કરની લડાઈ વિશેની ફિલ્મ ધ શેમલેસમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. તેણે પુરસ્કાર વિલક્ષણ સમુદાય (queer community) ને સમર્પિત કર્યો અને ફિલ્મ નિર્માણમાં વધુ સ્ત્રીઓ આવે તે વિષે વાત કરી હતી.
અનસૂયા સેનગુપ્તાએ કહ્યું કે, આ સર્વત્ર queer community માટે છે, અને સમગ્ર વિશ્વમાં અન્ય તમામ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે છે.” અહીં જણાવી દઈએ એ ધ શેમલેસનું નિર્દેશન બલ્ગેરિયન દિગ્દર્શક કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા કરવામાં આવ્યું છે.
નારીવાદી થીમ્સ અને સ્ત્રીઓનું ચિત્રણ
ઓલ વી ઈમેજીન એઝ લાઈટ એ ત્રણ મહિલાઓની કરુણ સ્ટોરી છે જેઓ નિઃસ્વાર્થપણે પોતાનું જીવન અન્યની સંભાળ રાખવામાં સમર્પિત કરે છે. તેમ છતાં, તેમના પોતાના સપના અને ઇચ્છાઓ મોટે ભાગે અધૂરી રહે છે. આ ફિલ્મ ગેટ-ગોથી નારીવાદી થીમ્સને બતાવે છે. કાપડિયા ખુબજ સરળતાથી ઝંખતા ત્રણ મિત્રો વિશે એક કડવી સ્ટોરી બનાવી લોકો સુધી પહોંચાડી છે. જ્યારે આ ફિલ્મ મોડર્ન મુંબઈમાં મહિલાઓની વાસ્તવિકતાઓને ઝીણવટપૂર્વક રજૂ કરે છે.
જયારે પ્રેમમાં બે વિલક્ષણ મહિલાઓની સ્ટોરી ભારતીય મહિલાઓનું ચિત્રણ દર્શાવે છે, તે મહિલાઓ વિષે છે જે સેક્સ વર્ક છે. અનસૂયા સેનગુપ્તાની ફિલ્મ ધ સેમલેસ ફિલ્મ પોલિટિક્સ અને શક્તિશાળી પ્રદર્શન દર્શાવે છે.
20મી મેના રોજ કેન્સ ખાતે ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર બાદ, ડાયરેક્ટર અને લેખક સંધ્યા સૂરીએ ધ નેશનલ સાથે તેની ફીચર ફિલ્મની શરૂઆત અને સામાજિક મુદ્દાઓને દબાવવાના તેના સંશોધન વિશે વાત કરી હતી. સુરીએ તેના પ્રારંભિક પ્રોજેક્ટ આઈડિયાને સમજાવ્યું, “હું ભારતમાં એનજીઓ સાથે કામ કરતી હતી, જે મહિલાઓ વિરુદ્ધ હિંસા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નિર્ધારિત છે. તે ભારતમાં એક જટિલ મુદ્દો છે તેથી મારા જીવનના ઘણા પાસાઓને ઊંડી અસર કરી છે.”
અન્ય બ્રિટિશ-ભારતીય દિગ્દર્શક, કરણ કંધારીએ કેન્સ ખાતે છટાદાર પદાર્પણ કર્યું હતું. તેમની ફિલ્મ, સિસ્ટર મિડનાઈટ, એક ડાર્કલી કોમેડી રોલરકોસ્ટર, ડિરેક્ટરના ફોર્ટનાઈટ સેગમેન્ટમાં પ્રીમિયર થઈ હતી. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે નવ-પરિણીત ઉમાની ભૂમિકા ભજવે છે, જે તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં પહોંચે છે. ઉમા તેના નવા જીવનને લઈને ખુબજ આશાવાદી છે. આ ફિલ્મ તેની મેરેજ જર્ની વિશે છે.
છાયા કદમની સાડી લૂક વાઇબ્રન્ટ હતો. ટ્રેડિશનલ અને મોર્ડનનું મિશ્રણ અને કાપડ પર જટિલ ભરતકામ કરવામાં આવ્યું હતું. લાવણ્ય અને આત્મવિશ્વાસ સાથે પહેરેલા સાડી તેના વારસામાં સૌંદર્યનું પ્રતીક છે. એકટ્રેસ છાયા કદમ જે લાપતા લેડીઝમાં મંજુ માઈની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે, તેણે ફિલ્મ ફેસ્ટિવલમાં તેની માતાની સાડી પહેરી હતી. એકટ્રેસનો ગામઠી દેખાવ ગ્લેમરસ લૂકથી અલગ હતો જે બોલિવૂડ કલાકારો કાનની રેડ કાર્પેટ પર પ્રદર્શન કરવા માટે જાણીતા છે.
જ્યારે આપણે હિન્દી સિનેમામાં મહિલાઓના ચિત્રણની ચર્ચા કરીએ છીએ ત્યારે હજુ પણ બોલીવુડની અગ્રણી મહિલાઓ સમાન વેતન માટે લડે છે, 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ નિઃશંકપણે સિનેમામાં ભારતીય મહિલાઓ માટે એક વળાંક તરીકે યાદ કરવામાં આવશે. પાયલ કાપડિયાની ઐતિહાસિક જીતે મહિલા ફિલ્મ નિર્માતાઓની ભાવિ પેઢીઓ માટે માર્ગ મોકળો કર્યો છે, જ્યારે અભિનેત્રીઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકોની હાજરી વૈશ્વિક ફિલ્મ લેન્ડસ્કેપમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.





