Celebrites Income Source : બોલિવૂડમાં આજે એવા ઘણા દિગ્ગજ સિતારાઓ છે જે આજે અભિનયમાં ઓછા સક્રિય હોય અને અન્ય બીજા સ્ત્રોત દ્વારા મબલક કમાણી કરે છે. મહત્વનું છે કે, એક સામાન્ય માણસની જેમ સેલિબ્રિટી પણ એક ખાસ ઉંમર સુધી જ કામ કરી શકે છે. જે બાદ તેમને કમાણી કરવા માટે અન્ય કામ કરવા પડે છે. આ સામાન્ય ભાષામાં પોસ્ટ રિટાયરમેન્ટ જોબ તરીકે ઓળખાય છે. જેમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે આવો જાણીએ આ કલાકારો સાઇડ ઇન્કમ કેટલી કરી લે છે?
સૌપ્રથમ વાત કરીએ અમિતાભ બચ્ચનની તો બોલિવૂડના શેહનશાહ 79 વર્ષીય સિનિયર સિટિઝન સેલિબ્રિટી અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 400 મિલિયન યુએસ ડોલર છે. આ ઉંમરે પણ તેઓ સિનેમા અને અન્ય ઘણા વ્યવસાયોમાં સક્રિય છે. તેઓ જસ્ટ ડાયલમાં 10 ટકા હિસ્સો ધરાવે છે અને ક્લાઉડ કમ્યુટિંગ કંપની સ્ટેમ્પેડ કેપિટલમાં પણ 3.4 ટકા હિસ્સો ધરાવે છે.
અમિતાભ બચ્ચન મુંબઇના જુહૂમાં 5 આલીશાન બંગલા અને બે ફલેટના માલિક છે. અમિતાભ બચ્ચન પણ પોતાને ખેડૂત કહે છે અને તેમની પાસે 1.5 મિલિયન અમેરિકન ડોલરની ખેતીની જમીન છે. તે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિમાંથી પ્રતિ એપિસોડ લાખો રૂપિયા કમાય છે.
બોલિવૂડના ભાઇજાન હવે ફિલ્મોમાં બહુ ઓછા દેખાય છે. ત્યારે સલમાન ખાન હવે અભિનય કરતાં અન્ય કોઇ સ્ત્રોતમાંથી સારું કમાય છે. તેની પ્રોડકશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની સલમાન ખાન ફિલ્મ્સ, યાત્રા.કોમ.ચિંગારી એુ અને ચેરિટેબલ સંસ્થા બીઇંગ હ્મુમન તરફથી દર મહિને અબજો રૂપિયા આવે છે. આ સિવાય તેઓ અનેક પ્રકારની જાહેરાતો પણ કરે છે.
55 વર્ષીય અભિનેતા સલમાન ખાનની કુલ સંપત્તિ 260 મિલિયન યુએસ ડોલર છે. સલમાન ખાનની આવક લગભગ 400 મિલિયન અમેરિકન ડોલર છે. તે લોકપ્રિય ટીવી શો બિગ બોસને પણ હોસ્ટ કરે છે. સાથે જ પેપ્સી, સુઝુકી અને ઇમામી હેલ્થી માટે બ્રાન્ડ એમ્બેસડર તરીકે કામ કરે છે.
શાહરૂખ ખાન
55 વર્ષીય સુપરસ્ટાર કિંગ ખાનની કુલ સંપત્તિ 750 મિલિયન યુએસ ડોલર છે. અત્યાર સુધી સેંકડો ફિલ્મોમાં મુખ્ય અભિનેતી તરીકે કામ કરી ચૂકેલા શાહરૂખ ખાને પઠાણ માટે 13 મિલિયન યુએસ ડોલર લીધા છે.
શાહરૂખ ખાનની ખાનગી પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે. તે હુન્ડાઇ, એલજી, દુબઇ ટૂરિઝમ, અંબાણીની રિલાયન્સ જિયો અને ટાટા ગ્રુપની બિગ બાસ્કેટની જાહેરાતો કરે છે. આ ઉપરાંત તે ક્રિકેટમાં પણ સક્રિય છે અને અભિનેત્રીની જુહી ચાવલા સાથે IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો સહ-માલિક પણ છે.
તમામ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ફેસબુક, એક્સ (ટ્વિટર) ઇન્સ્ટાગ્રામ પર લગભગ તમામ સેલિબ્રિટીઝના પોતાના એકાઉન્ટ છે. અને તેમના લાખો ફોલોઅર્સ છે. આ કારણે તેઓ પોતાની સાઇટ પર જાહેરાતનો ચલાવીને પણ કરોડો રૂપિયા કમાય છે.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને અન્ય ઘણી જાણીતી બોલિવૂડ અભિનેત્રીઓ નિયમિતપણે તેમની પોસ્ટ માટે સોશિયલ મીડિયા હેન્ડલર્સને હાયર કરે છે, જેઓ તેમના મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરે છે. ત્યારે પેડ પોસ્ટ માટે જંગી ચુકવણી મળે છે.





