પીએમ મોદીના જન્મદિવસ પર આલિયા ભટ્ટથી લઇ શાહરુખ ખાન સુધી આ સેલિબ્રિટીઝએ શુભેચ્છા પાઠવી, ફોટો અને વિડિયોઝ શેર કર્યા

દરેક વ્યક્તિ પીએમ મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે, અભિનેતા આમિર ખાન અને શાહરૂખ ખાને પણ પીએમ મોદીને જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ પાઠવી છે. આલિયા ભટ્ટ અને હેમામાલિની જેવી એકટ્રેસ પણ ફોટોઝ શેર કર્યા

Written by shivani chauhan
September 17, 2025 12:39 IST
પીએમ મોદીના જન્મદિવસ પર આલિયા ભટ્ટથી લઇ શાહરુખ ખાન સુધી આ સેલિબ્રિટીઝએ શુભેચ્છા પાઠવી, ફોટો અને વિડિયોઝ શેર કર્યા
celebrities wishes on pm modi Narendra Modi birthday

Celebrities Wishes On Pm Modi Narendra Modi Birthday | આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નો 75મો જન્મદિવસ (birthday)છે. રાજકારણથી લઈને સિનેમા સુધીના સેલેબ્સ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને આમિર ખાન, આલિયા ભટ્ટ, આર માધવનએ પણ વીડિયો મેસેજ દ્વારા પીએમ મોદી સાથે ખાસ જન્મદિવસની શુભેચ્છાઓ શેર કરી છે.

આમિર ખાનએ વિડીયો શેર કર્યો

મોદીના બર્થ ડે નિમિતે અભિનેતા આમિર ખાને પણ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર એક વીડિયો જાહેર કરીને શુભેચ્છા પાઠવી. આમિરે કહ્યું, “તમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભારતના વિકાસમાં તમારું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. આ શુભ પ્રસંગે, અમે તમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. અમે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે તમે દેશને પ્રગતિના માર્ગ પર દોરી જાવ.”

શાહરૂખ ખાને શુભેચ્છા પાઠવી

ANI એ શાહરૂખ ખાન અને આમિર ખાન દ્વારા પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વીડિયો શેર કર્યા. પોતાના વીડિયો સંદેશમાં શાહરૂખ ખાને કહ્યું, “આજે વડા પ્રધાન મોદીના 75મા જન્મદિવસ પર, હું તેમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. નાના શહેરથી વૈશ્વિક મંચ સુધીની તમારી સફર અત્યંત પ્રેરણાદાયક રહી છે. આ સફરમાં તમારી શિસ્ત, સખત મહેનત અને દેશ પ્રત્યેનું સમર્પણ સ્પષ્ટપણે દેખાય છે. 75 વર્ષની ઉંમરે પણ, તમારી એનર્જી યુવાનો કરતા વધુ છે. હું પ્રાર્થના કરું છું કે તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો.”

અનુપમ ખેર પણ વિડીયો શેર કરી વિશ કર્યું

ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કહ્યું કે તેઓ પીએમ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયથી ઓળખે છે. જૂના દિવસોને યાદ કરતા, અભિનેતાએ પીએમને જન્મદિવસની શુભકામનાઓ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીનો જન્મદિવસ બોલીવુડ સેલિબ્રિટીઝમાં ખાન્સ ઉપરાંત એકટ્રેસ આલિયા ભટ્ટ, હેમાલીનીએ પણ મોદીના 75 માં બર્થડે પર શુભેચ્છા પાઠવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ