Celebrity Affair: બોલિવૂડ સેલિબ્રિટીઓ તેમની પ્રોફેશનલ લાઇફની સાથે અંગત જીવનને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સના ઇશ્ક-વિશ્કની ચર્ચાઓ હંમેશા હેડલાઇન્સમાં રહેતી હોય છે. તે જ સમયે બી-ટાઉનમાં ઘણા એવી દિગ્ગજ હસ્તીઓ છે જે પરિણીત હોવા છતાં કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા. આવો આજે આ અહેવાલમાં જાણીએ એ હસ્તીઓના નામ અને તેઓ કોના પ્રેમમાં પડ્યા હતા?
શાહરૂખ ખાન (Shah Rukh Khan)
શાહરૂખ ખાનના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેનું દિલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પર આવી ગયુ હતુ. કિંગ ખાનની પત્ની ગૌરી ખાનને પણ આ સંબંધની જાણ હતી. જે બાદ ગૌરીએ તેની બરાબર ક્લાસ લીધો હતો. આ પછી શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાએ ક્યારેય સાથે કામ કર્યું નથી.
અક્ષય કુમાર (Akshay Kumar)
અક્ષય કુમાર આ લિસ્ટમાં સામેલ છે. અક્ષય અને પ્રિયંકાએ પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન તેમની નિકટતાના સમાચારે ભારે હોબાળો મચાવ્યો હતો. આ અવાજ ટ્વિંકલના કાન સુધી પણ પહોંચ્યો. જે બાદ બંને પર રોક લાગી ગઇ.
હ્રિતિક રોશન (Hrithik Roshan)
હ્રિતિક રોશન અને કંગના રનૌત વચ્ચે પણ એકસ્ટ્રા મેરિટલ અફેર હોવાના સમાચારે જોર પકડ્યું હતું. એવું કહેવાય છે કે, ક્રિશ 3 દરમિયાન બંનેનું અફેર હતું. આ સંબંધના કારણે હ્રિતિક રોશને સુઝેન સાથે ડિવોર્સ લીધા હતા. જો કે હાલમાં હ્રિતિક રોશન એક્ટ્રેસ સબા આઝાદ સાથે રિલેશનશીપમાં હોવાનું જગજાહેર છે.
સની દેઓલ (Sunny Deol)
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ પણ અભિનેત્રી અમૃતા સિંહના પ્રેમમાં પડ્યો હતો. એવું કહેવાય છે કે તેની પહેલી ફિલ્મ બેતાબના શૂટિંગ દરમિયાન તેને અમૃતા સિંગ સાથે પ્રેમ થઇ ગયો હતો. સની દેઓલ તે સમયે પરિણીત હતો અને તેની પત્ની પૂજા લંડનમાં હતી. સનીએ લગ્નની વાત બધાથી છુપાવીને રાખી હતી.
ધર્મેન્દ્ર (Dharmendra)
આ યાદીમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ સામેલ છે. પહેલી પત્ની અને બાળક હોવા છતાં તે હેમા માલિની સાથે પ્રેમમાં પડ્યો હતો. ધર્મેન્દ્રએ તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા લીધા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા.
બોની કપૂર (Boney Kapoor)
બોની કપૂર પર તેની પહેલી પત્ની મોના કપૂર સાથે છેતરપિંડીનો આરોપ પણ લાગ્યો હતો. પરિણીત હોવા છતાં શ્રીદેવી સાથે તેનું અફેર હતું. શ્રીદેવી સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાની પ્રથમ પત્ની મોના કપૂરને છૂટાછેડા આપી દીધા હતા.
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)
બિઝનેસમેન રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટી સાથે બીજા લગ્ન કર્યા છે. શિલ્પા પહેલા રાજના લગ્ન કવિતા સાથે થયા હતા. આ લગ્નમાં રહેતી વખતે પણ રાજ કુન્દ્રા પર શિલ્પા સાથે અફેર હોવાનો આરોપ લાગ્યો હતો.
મલાઇકા અરોરા
અભિનેત્રી મલાઈકા અરોરાએ વર્ષ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે મલાઈકા અને અરબાઝે 18 વર્ષ સુધી વિવાહિત જીવન જીવ્યા બાદ છૂટાછેડા લીધા હતા. મલાઈકાના છૂટાછેડા પહેલા અર્જુન કપૂરને ડેટ કરવાના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા હતા.





