Hema Malini Birthday : હેમા માલિની અંગે આ મોટા સ્ટારે કરી હતી ભવિષ્યવાણી, આ ફિલ્મે અભિનેત્રીને રાતોરાત સ્ટાર બનાવી

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની આજે તેનો 75મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. હેમા માલિનો જન્મ 16 ઓક્ટોબર 1948ના તમિલનાડુના અમ્માકુંડીમાં થયો હતો. હેમા માલિનીને લોકો એમજ ડ્રીમ ગર્લથી નથી ઓળખતા.

Written by mansi bhuva
October 16, 2023 07:51 IST
Hema Malini Birthday : હેમા માલિની અંગે આ મોટા સ્ટારે કરી હતી ભવિષ્યવાણી, આ ફિલ્મે અભિનેત્રીને રાતોરાત સ્ટાર બનાવી
Hema Malini : હેમા માલિની બર્થડે

Hema Malini Birthday : બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની આજે તેનો 75મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. હેમા માલિનો જન્મ 16 ઓક્ટોબર 1948ના તમિલનાડુના અમ્માકુંડીમાં થયો હતો. હેમા માલિનીને લોકો એમજ ડ્રીમ ગર્લથી નથી ઓળખતા. આજે ઉમ્રના આ તબક્કામાં પણ તેમની સુંદરતા અને ચહેરા પરની ચમકના લોકો દીવાના છે. હેમા માલિનીની એક ઝલક જોવા માટે લોકો આતુર હોય છે.

હેમા માલિની સફળ અભિનેત્રીની સાથે સકસેફુલ પોલિટિશયન પણ છે. હેમા માલિનીની ફિલ્મી કરિયર અંગે વાત કરીએ તો તેમણે વર્ષ 1968માં ફિલ્મ ‘સપનોના સોદાગર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં હેમા માલિની સાથે ફેમસ અભિનેતા રાજકુમાર હતા. એ સમયે રાજ કપૂરે ભવિષ્યવાણી કરી હતી કે, હેમા માલિની સફળ અને મોટી અભિનેત્રી બનશે. હેમા માલિનીએ ઘણી ફિલ્મોમાં ખાસ ભૂમિકા અદા કરી છે. જે તેમની પ્રતિભાને દર્શાવે છે.

વર્ષ 1977માં પ્રમોદ ચક્રવર્તીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં અભિનય કર્યો હતો. ત્યારબાદ હેમા માલિનીને બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ તરીકે ઓળખ મળી હતી. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ઘણા એવોર્ડ પોતાના નામે કર્યાં છે. જેમાં ફિલ્મફેયર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સ્નમાન ‘પદ્મ શ્રી’ એવોર્ડનો સમાવેશ થાય છે.

હેમા માલિનીના 75મા બર્થડે પર તેની ફિલ્મી સફરની યાદગાર ક્ષણો જેને અભિનેત્રીને રાતો રાત સ્ટાર બનાવી દીધી હતી તેના પર એક નજર કરીએ.

ડાયલોગ 1: ‘ચલ ધન્નો, આજ તેરી બસંતીકી ઇજ્જત કા સવાલ હૈ’, આ ફેમસ ડાયલોગ તેની સદાબહાર બ્લોકબસ્ટર ફિલ્મ શોલેનો છે. જેમાં અમિતાભ બચ્ચન. ધર્મેન્દ્ર, અમજદ ખાન તેમજ જયા બચ્ચનની સાથે હેમા માલિનીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

ડાયલોગ 2: દેખો મુજે બેફજૂલ બાત કરને કી આદત તો હૈ નહીં, આ ફેમસ ડાયલોગ પણ ફિલ્મ શોલેનો છે.

ડાયલોગ 3: મદિરાની દુકાનમાં ગંગાજળ કો ભી લોગ શરાબ હી સમજ લેતે હૈ. આ ફેમસ ડાયલોગ 1977માં બનેલી ફિલ્મ ધૂપ છાંવો છે. આ ફિલ્મમાં સંજીવ કપૂર, યોગિતા બાલી તેમજ ઓમ શિવપુરીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

ડાયલોગ 4: ‘મુજે જીતને કી બહુત બુરી આદત હૈ’. આ ફેમસ ડાયલોગ વર્ષ 1990માં બનેલી રોમાંટિક ફિલ્મ ‘જમાઇ રાજા’નો છે. આ ફિલ્મમાં હેમા માલિનીએ અનિલ કપૂર અને માધુરી દિક્ષિત સાથે મહત્વપૂર્ણ રોલ અદા કર્યો હતો.

આ પણ વાંચો : Bigg Boss 17 House : બિગ બોસ 17ના ઘરનો ઇનસાઇડ વીડિયો: યુરોપિયન અંદાજમાં બનાવવામાં આવ્યું ઘર, ઝલક જોઇને આંખો પલકારો મારવાનું ભૂલી જશે

હેમા માલિનીને લોકો બસંતી, સીતા-ગીતા તેમજ ડ્રીમ ગર્લના રોલમાં તેમના અભિયયને લઇ ઓળખે છે. હેમા માલિનીએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘રજિયા સુલ્તાન’, ‘નસીબ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ