Celina Jaitly Divorce Case : સેનિલા જેટલી એ પતિ પીટર હાગ સામે ઘરેલું હિંસાનો કેસ કર્યો, ₹ 50 કરોડનું વળતર માંગ્યું

Celina Jaitly Domestic Violence Case : બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ ઈન્ડિયા સેલિના જેટલીએ તેના પતિ ઓસ્ટ્રિયાના નાગરિક પીટર હાગ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને મુંબઈની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સેલિના જેટલીએ 50 કરોડ રૂપિયાનું વળતર અને માસિક 10 લાખ રૂપિયા ભરણપોષણ પેટે માંગ્યા છે.

Written by Ajay Saroya
November 26, 2025 11:13 IST
Celina Jaitly Divorce Case : સેનિલા જેટલી એ પતિ પીટર હાગ સામે ઘરેલું હિંસાનો કેસ કર્યો, ₹ 50 કરોડનું વળતર માંગ્યું
Celina Jaitly Husband Peter Haag : સેલિના જેટલીએ ઓસ્ટ્રિયન નાગરિક પીટર હાગ સામે તાલકનો કે દાખલ કર્યો છે. (Photo: @celinajaitlyofficial)

Celina Jaitly Divorce Case With Husband Peter Haag : બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલી લગ્નના 14 વર્ષ બાદ તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હાગ સામે ઘરેલું હિંસાનો કેસ કર્યો છે. સેલિના જેટલી એ મુંબઈની એક કોર્ટમાં 50 કરોડ રૂપિયાનું વળતર અને માસિક 10 લાખ રૂપિયાનું ભરણપોષણની માંગણી કરતો કેસ દાખલ કર્યો છે.

સેલિના જેટલી એ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ પીટર હાગે તેનું શારીરિક, માનસિક, જાતીય અને આર્થિક શોષણ કરે છે. સેલિનાએ પોતાની અરજીમાં કહ્યું છે કે પીટર હાગે તેની આર્થિક સ્વતંત્રતા ખતમ કરી દીધી હતી અને તેને કામ કરતા અટકાવી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે પીટર હાગે તેને નોકરાણી કહી હતી અને તેના પર હુમલો કર્યો હતો.

‘નો એન્ટ્રી’ અને ‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જેટલીએ ઘરેલું હિંસાથી મહિલાઓના સુરક્ષા અધિનિયમ 2005 હેઠળ અરજી દાખલ કરી છે. અભિનેત્રીએ કહ્યું છે કે તેને એટલી હદે પરેશાન કરવામાં આવી હતી કે તેને અડધી રાત્રે ઓસ્ટ્રિયામાં પોતાનું ઘર છોડીને 11 ઓક્ટોબરે ભારત પરત ફરવાની ફરજ પડી હતી.

બોલીવુડ અભિનેત્રી એ તેના પતિ સામે આરોપ લગાવ્યો હતો કે, હાગ એ 14 નવેમ્બરે છોડીને, તેના બાળકો સાથે મળવાની અથવા વાત કરવા દીધી નથી. સેનિલા જેટલીએ અપીલ કરી છે કે તેમને તેમના બાળકો સુધી પહોંચતા રોકવામાં ન આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાગે ઓસ્ટ્રિયામાં છૂટાછેડાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. 2011 માં, બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

સેનિલા જેટલીએ 50 કરોડનું વળતર અને માસિક 10 લાખ રૂપિયા ભરણપોષણ માંગ્યું

સેનિલા જેટલીએ પોતાની અરજીમાં પતિ પીટર હાગ પાસેથી માસિક 10 લાખ રૂપિયાનું ભરણપોષણની માંગ કરી છે. તેમણે તેમની સાથે કથિત દુર્વ્યવહારને કારણે થયેલી આવકના નુકસાન પેટે 50 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે. અન્ય રાહતોની સાથે, જેટલીએ હાગને મુંબઈના અંધેરીમાં એક ફ્લેટ જે ઘર શેર કરે છે તેના કબજા અને પ્રવેશમાં દખલ ન કરવા નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. તેમણે મુંબઈ અને વિયેનામાં સંપત્તિને તેમના નિયંત્રણમાંથી હટાવવાને કારણે થયેલા નુકસાન માટે 1.26 કરોડ રૂપિયા અને ભંડોળના કથિત દુરુપયોગ માટે 32 લાખ રૂપિયાની માંગ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ