Chandrayaan 3 mission | ચાંદ પે ચઢાઈથી લઈને રોકેટ બોય સુધી અંતરિક્ષ પર બનેલી આ છે બેસ્ટ ફિલ્મો

Chandrayaan 3 Mission : ચંદ્રયાન 3 મિશન આજે 14 જૂલાઇના રોજ આંધ્રપ્રદેશના હરિકોટાથી 2.35 કલાકે લોન્ચ થશે. આ દિવસ ભારત દેશ માટે ઘણો મહત્વનો અને ઐતિહાસિક ગણાશે. ત્યારે આ અહેવાલમાં ટોપ 5 વિજ્ઞાન પર આધારિત ફિલ્મ વિશે જાણો.

Chandrayaan 3 Mission : ચંદ્રયાન 3 મિશન આજે 14 જૂલાઇના રોજ આંધ્રપ્રદેશના હરિકોટાથી 2.35 કલાકે લોન્ચ થશે. આ દિવસ ભારત દેશ માટે ઘણો મહત્વનો અને ઐતિહાસિક ગણાશે. ત્યારે આ અહેવાલમાં ટોપ 5 વિજ્ઞાન પર આધારિત ફિલ્મ વિશે જાણો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Chandrayaan 3 | Chandrayaan 3 Mission | Space Science Fiction movies | space science fiction best movies

આ અહેવાલમાં જાણો વિજ્ઞાન પર આધારિત બેસ્ટ મુવી કે જે તમારા માટે જોવા લાયક હોય.

Chandrayaan 3 Mission : ઈસરો મિશન મૂન હેઠળ મહત્વાકાંક્ષી ચંદ્રયાન 3 આજે 14 જુલાઇ, 2023ના રોજ લોન્ચ કરશે. ચંદ્રયાન 3 ઇસરોના આંધ્રપ્રદેશ સ્થિત શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશન ખાતે બપોરે 2.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. ચંદ્ર ઉપર પહોંચવાનું આ પહેલું મિશન નથી, અનેક દેશોએ ઘણી વખત ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બહુ ઓછાને સફળતા મળી છે. આવી સ્થિતિમાં ચંદ્રયાન 3 પાસેથી વૈજ્ઞાનિકો અને દેશને ઘણી આશા બંધાયેલી છે. આ તકે આ અહેવાલમાં જાણો વિજ્ઞાન પર આધારિત બેસ્ટ મુવી કે જે તમારા માટે જોવા લાયક હોય. એક ફિલ્મ તો એવી છે જેમાં પહેલીવાર ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવવામાં આવી છે.

Advertisment

ચાંદ પે ચ઼ઢાઇ'

આજથી લગભગ 56 વર્ષ પહેલા જ્યારે માનવ જાતિએ ચંદ્ર પર પગ પણ મૂક્યો ન હતો , તે સમયે બોલિવૂડ 'ચાંદ પે ચ઼ઢાઇ' નામની ફિલ્મ બનાવી હતી. 'ચાંદ પે ચ઼ડાઇ' વર્ષ 1967માં કાવેરી પ્રોડક્શન હેઠળ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં રોકેટ લોન્ચિંગના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યાં હતા. એટલું જ નહીં સ્પેસસૂટમમાં સ્પેસ શિપ પર બેસીને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ દેખાડવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, 'ચાંદ પે ચ઼ડાઇ' હિન્દી સિનેમાની પ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મની કહાની પણ તેના નામની જેમ ખુબ જ દિલચસ્પ છે.

ફિલ્મ 'ચાંદ પે ચ઼ઢાઇ' માં પ્રખ્યાત રેસલર દારા સિંહ મુખ્ય પાત્રમાં હતા. દારા સિંહ અંતરિક્ષ યાત્રી કેપ્ટન આનંદનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં તેને તેના સહયોગી સાથે ચાંદ પર જતા દેખાડવામાં આવ્યાં છે. ચંદ્રની સપાટી પર પગ મૂકતાં જ તે બંનેને અન્ય ગ્રહોના રાક્ષસો અને યોદ્ધાઓ સાથે લડાઇ કરવી પડે છે.

આપને જણાવી દઇએ કે, ચાંદ પ ચડાઇ ફિલ્મમાં હેલન, અનવર હુસૈન, પદ્મા ખન્ના, ભગવાન દાદા અને સી રત્ના પણ મહત્વની ભૂમિકામાં છે. તોફિલ્મમાં લતા મંગેશકર, મોહમ્મદ રફી અને આશા ભોંસલે દ્વારા ગાયેલા ઘણા ગીતો પણ પ્રખ્યાત છે.

Advertisment

મિશન મંગલ

ભારતના મંગળ મિશનની સાચી ઘટના પર આધારિત ફિલ્મ 'મંગલ મિશન'. આ ફિલ્મમાં એ પાંચ મહિલા વૈજ્ઞાનિકોને દર્શાવવામાં આવી છે. જેના વિના મિશન મંગલની કલ્પના પણ ના કરી શકાય. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતી આ મહિલા વૈજ્ઞાનિકોના નામ છે તારા શિંદે, ઈકા ગાંધી, કૃતિકા અગ્રવાલ, વર્ષા ગૌડા અને નેહા સિદ્દીકી.આ ફિલ્મના દિગ્દર્શર્ક અંતરિક્ષ વૈજ્ઞાનિક રાકેશ ધવન હતા. જેમનું પાત્ર બોલિવૂડ ખેલાડી અભિનેતા અક્ષય કુમારે નિભાવ્યું હતું.

આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, નિત્યા મેનન, કીર્તિ કુલહરી અને શરમન જોશી જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. 'મિશન મંગલ'દ્વારા લોકો સુધી સત્યને લોકો સુધી પહોંચાડવા માટે નિર્માતાઓએ ઘણી મહેનત કરી હતી. જે માટે આ મિશનનું ઉંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું હતું. જેમાં ઓછા ખર્ચે મંગળ પર રોકેટ કેવી રીચે જઇ શકે તે જાણી શકાયું હતું. જેના માટે 100થી વધુ વૈજ્ઞાનિકો સાથે ખાસ વાત કરાઇ હતી. આ ફિલ્મને સ્પેસ મિશન પર બનેલી સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે. મિશન મંગલ બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી.

ફિલ્મ રોકેટ બોયઝ

જ્યારે 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ'નું પહેલું ટ્રેલર લૉન્ચ થયું, ત્યારે જ વેબ સીરિઝ 'રોકેટ બોયઝ'ની ચર્ચા તેજ થઇ હતી. ફિલ્મની રિલીઝ પહેલા જ આ વેબ સીરિઝને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સીરિઝની પ્રથમ સીઝનની કહાની તમને હચમચાવી નાંખશે. આ સીરિઝ જોઇને તમને એવું લાગશે કે તમે દેશનો તમે દેશનો નકશો બદલવાના યુગની નહીં, પરંતુ પ્રેમના જ્ઞાનના યુગની વાર્તા જોઈ રહ્યા છો. 1938 થી 1964ના સમયગાળામાં બનાવવામાં આવેલી આ વેબ સિરીઝમાં ત્રણ વૈજ્ઞાનિકો અને તેમના યોગદાનને દર્શાવવામાં આવ્યું છે, જેમણે ભારતના અવકાશ અને પરમાણુ કાર્યક્રમોને નવી દિશા આપી છે. આ ત્રણ વૈજ્ઞાનિકો છે હોમી ભાભા, વિક્રમ સારાભાઈ અને એપીજે અબ્દુલ કલામ.

આ સીરિઝમાં આ ત્રણેય મહાન વૈજ્ઞાનિકોનું પાત્ર જિમ સાર્ભ, અર્જુન રાધાકૃષ્ણ, ઇશ્વાક અબ્દુલે નિભાવ્યું છે. જો તમે ભારતમાં અવકાશ અને પરમાણુ મિશનની મૂળભૂત બાબતોને સમજવા માંગતા હો, તો આ વેબ સિરીઝ ચોક્કસ જુઓ. આ સાથે, તમને તે યુગમાં સરકાર અને વૈજ્ઞાનિકો વચ્ચેના સંબંધોની ઝલક પણ જોવા મળશે, જે હવે ભાગ્યે જ દેખાય છે.

ફિલ્મ અંતરિક્ષ

અંતરિક્ષ 9000 KMPH એ સંકલ્પ રેડ્ડી દ્વારા દિગ્દર્શિત સાયન્સ ફિક્શન એડવેન્ચર ફિલ્મ છે, જે મૂળ તમિલમાં બનેલી છે. આ ફિલ્મની કહાની સ્પેસ સ્ટેશનની કાર્યપ્રાણી આસપાસ ફરે છે. આ ફિલ્મમાં સ્પેસમાં કંઇ રીતે કામ થાય છે, તેમજ તેમાં વૈજ્ઞાનિકોની ભૂમિકા શું છે? તેને બખુબી દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ દેવ નામના સ્પેસ સાયન્ટિસ્ટના જીવન પર આધારિત છે, જેણે પાંચ વર્ષ પહેલા સ્પેસ સ્ટેશન છોડ્યું હતું. જેણે સ્પેસ સ્ટેશન સાથેનો સંપર્ક ગુમાવ્યો છે. જો તે આ સમસ્યાને ઠીક કરવામાં સક્ષમ નથી, તો તે વિશ્વવ્યાપી બ્લેકઆઉટ તરફ દોરી શકે છે. આ ફિલ્મ હિન્દીમાં ઉપલ્બ્ઘ છે.

ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'

અંતરિક્ષ પછી પાંચમી વૈજ્ઞાનિક પર આધારિત ફિલ્મ એક્ટર આર. માધવનની 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' છે. આ ફિલ્મ પદ્મ ભૂષણથી સન્માનિત રૉકેટ વૈજ્ઞાનિક નંબી નારાયણન (Nambi Narayanan) ના જીવન પર આધારિત છે. દેશના એક એવા મહાન વૈજ્ઞાનિક કે જેમણે રૉકેટ સાયન્સની દુનિયામાં ભારતનું કદ ઊંચું કરવા માટે ખૂબ મહેનત કરી. તેમ છતાં તેઓ પર દેશદ્રોહી હોવાનો ખોટો આરોપ લાગ્યો, પોલીસની ક્રૂરતાનો સામનો કરવો પડ્યો અને લોકોનું અપમાન પણ સહન કર્યું. ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'માં આ વૈજ્ઞાનિકનું સમગ્ર જીવન દર્શાવ્યું છે.

આ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' કુલ 2 ભાગમાં વહેંચાયેલી છે. જેમાં પ્રથમ ભાગમાં વૈજ્ઞાનિકની ઉપલબ્ધિઓ અને દેશમાં સ્પેસ વિજ્ઞાનમાં તેઓનું યોગદાન દર્શાવાયું છે. જેમાં નાસામાં મોટા પગારની જૉબ નકારી અને ઈસરો સાથે જોડાયેલા રહેવું, સ્કોટલેન્ડથી ફ્રીમાં સ્પેસનું યંત્ર લઈ આવવું, ફ્રાન્સથી ટેક્નિક શીખીને તેઓથી પણ સારું રોકેટ એન્જિન બનાવવું વગેરે સામેલ છે. આ જોતાં દર્શકોને કદાચ એવું લાગી શકે કે તેઓ કોઈ સાયન્સ ક્લબ અથવા લેબમાં પહોંચી ગયા છે. જેમાં વૈજ્ઞાનિકની વિદેશ યાત્રાના મોટાભાગના ડાયલોગ્સ અંગ્રેજીમાં છે જે સમજવામાં સામાન્ય દર્શકને થોડી મુશ્કેલી નડી શકે. ફિલ્મમાં એન્જિન ટેસ્ટિંગનો મુદ્દો પણ ગૌરવ અનુભવાય તેવો છે.

બીજી બાજુ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'નો બીજો હિસ્સો જબરદસ્ત છે. જેમાં વૈજ્ઞાનિક નંબી નારાયણનની રોકેટ સાયન્સ ટેક્નિક વેચવાના ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવે છે અને પછી તેઓ આ અન્યાય સામે જ લડત ચલાવે છે તે દર્શાવાઈ છે. 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ફિલ્મનો પૂરો ભાર એક્ટર આર. માધવનના ખભે છે. તેમણે મજબૂતીથી આ ફિલ્મ ઉઠાવી છે. 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'માં આર. માધવનનો યાદગાર અભિનય છે. ફિલ્મનું કેમેરા વર્ક પણ સારું છે કે જેમાં ભારત સહિત અમેરિકા, રશિયા, સ્કોટલેન્ડ, ફ્રાન્સની સુંદરતા સહિત સ્પેસ એન્જિનની ભવ્યતા દર્શાવાઈ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો તેની વાર્તા અનુરૂપ છે. વૈજ્ઞાનિક નંબી નારાયણનના જીવન પર આધારિત આ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ચોક્કસ જોવાલાયક છે.

Chandrayaan 3 ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ