/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-24T080753.108.jpg)
Chandrayaan 3 : શાહરૂખ ખાન અને ટોમ ક્રૂઝ ફાઇલ તસવીર
Chandrayaan 3 : ભારતે ચંદ્રયાન મિશન (Chandrayaan 3) દ્વારા વિક્રમ સર્જયો છે. ઇસરો (ISRO) ના ચંદ્રયાન મિશન 3નું લેંડર ગઇકાલે 24 ઓગસ્ટના રોજ સાંજે સફળતાપૂર્વક ચંદ્રમા પર લેન્ડ થઇ ગયું હતું. આ પ્રચંડ સફળતા સાથે ભારત ચાંદના દક્ષિણ ધ્રુવ પર પહોંચાનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ સાથે ભારત અમેરિકા, ચીન અને પૂર્વ સૌવિયત સંધ પછી ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. મહત્વનું છે કે ભારતની આ મોટી પ્રસિદ્ધીને પગલે સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. આ તકે અમે તમને એવા સેલેબ્સ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે ચાંદ પર જમીન ધરાવે છે.
શાહરૂખ ખાન
આ યાદીમાં સૌપ્રથમ નામ બોલિવૂડના કિંગ ખાનનું નામ આવે છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) દેશ-વિદેશમાં વિવિધ જગ્યાએ પ્રોપર્ટી છે. પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે, શાહરૂખ ખાન પાસે ચાંદ પર પણ જમીન છે. ચાંદ પર જમીન શાહરૂખને તેના એક ઓસ્ટ્રેલિયન મહિલા પ્રશંસકે ભેટ સ્વરૂપે આપી છે. મીડિયા અહેવાલ અનુસાર આ જમીનની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે.
ટોમ ક્રૂઝ
શાહરૂખ ખાન પછી ટોમ ક્રૂઝનું નામ આવે છે. હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝ પાસે પણ ચાંદ પર જમીન છે. મહત્વનું છે કે, ટોમ ક્રૂઝ દુનિયાના હાઇએસ્ટ પેડ એકટર્સમાંથી એક છે.
સુશાંત સિંહ રાજપૂત
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) પણ ચાંદ પર જમીન ધરાવનારની સૂચિમાં સામેલ છે. સુશાંત સિંહ રાજપૂતે 25 જૂન 2018માં ચાંદ પર જમીન ખરીદી હતી. સુશાંત સિંહે ઇન્ટરનેશનલ લૂનર લેંડ્સ રજિસ્ટ્રી પાસેથી ચાંદ પર જમીન ખરીદી હતી. સુશાંત સિંગ જે જમીન ખરીદી હતી તેને 'મસકોવી કા સાગર' કહેવાય છે.
પ્રિયંકા ચાહર અને અંકિત ગુપ્તા
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિત ગુપ્તા પાસે પણ ચાંદ પર જમીન છે. જો કે તેમને પણ શાહરૂખ ખાનની જેમ એક પ્રશંસકે ચાંદ પર જમીન ગિફ્ટ કરી હતી.
નિકોલ કિડમૈન
પ્રસિદ્ધા એક્ટર, પ્રોડ્યુસર અને સિંગર નિકોલ કિડમેને પણ ચાંદ પર અમુક હિસ્સો ખરીદ્યો છે. નિકોલે વર્ષ 2006, 2018 અને 2019માં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસમાં સામેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us