Chhaava | છાવા (Chhaava) ફિલ્મ આજે શુક્રવારે વેલેન્ટાઈન ડે (Valentine Day) ના ખાસ અવસર પર રિલીઝ થશે. વિક્કી કૌશલ (Vicky Kaushal) ફિલ્મ ‘છાવા’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ અભિનેતાએ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ સારું રહ્યું છે. હવે વિક્કી રાહ જોઈ રહ્યો છે કે દર્શકો ફિલ્મને કેવો પ્રતિસાદ આપે છે. તાજેતરમાં જ તે તેની પત્ની કેટરિના કૈફ (Katrina Kaif) સાથે તેની છાવા ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ (Chhaava Screening) માં જોવા મળ્યો હતો.
છાવા ફિલ્મના સ્ક્રીનિંગમાં વિક્કી કૌશલે કેટરિના કૈફ સાથે એન્ટ્રી કરી હતી. આ પ્રસંગે કેટરિનાએ એક ક્ષણ માટે પણ વિકીનો હાથ છોડ્યો નહીં. આ ખાસ પ્રસંગે તે વિક્કીને સંપૂર્ણ ટેકો આપતી જોવા મળી હતી. સ્ક્રીનિંગમાં બંને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ‘છાવા’ પણ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ રહી છે.
છાવા સ્ટાર વિક્કી કૌશલનો ભાઈ સની કૌશલ અને માતા-પિતા પણ ફિલ્મ ‘છાવા’ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. બધા વિક્કીને ટેકો આપવા આવ્યા હતા. સની સ્ક્રીનિંગમાં તેના માતાપિતાનો હાથ પકડીને જોવા મળ્યો હતો. સની તેના ભાઈ વિકી માટે ખૂબ જ ખુશ દેખાતો હતો. ફિલ્મ ‘છાવા’ ના સ્ક્રીનિંગમાં ડાયના પેન્ટી પણ જોવા મળી હતી, તે પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
છાવા ટ્રેલર (Chhaava Trailer)
આ પણ વાંચો: Valentine’s Day: વેલેન્ટાઇન ડે પર પાર્ટનર સાથે જુઓ આ 5 રોમેન્ટિક ફિલ્મો, OTT પર છે ઉપલબ્ધ
છાવા માં વિક્કી કૌશલ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યા છે. સંભાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર હતા. તેમની બહાદુરીની સ્ટોરી ‘છાવા’ ફિલ્મમાં બતાવવામાં આવશે. ચાહકોમાં આ ફિલ્મનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે.
છાવા ફિલ્મ માટે વિક્કી કૌશલે ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ત્રાસદાયક દ્રશ્ય ફિલ્માવતી વખતે તે ઘાયલ પણ થયો હતો. વિકીને એક મહિનો આરામ કરવો પડ્યો હતો. તાજેતરમાં, ફિલ્મ ‘છાવા’ ના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગના છેલ્લા દિવસોમાં, જ્યારે ઔરંગઝેબે તેમને ત્રાસ આપ્યો હતો ત્યારે સંભાજી મહારાજના જીવનનો તે પાસું ફિલ્માવવામાં આવવાનો હતો. આવી સ્થિતિમાં, વિકી કૌશલ પર પણ આવા જ દ્રશ્યો ફિલ્માવવામાં આવી રહ્યા હતા. આ માટે તેના હાથ સાંકળોથી બાંધી દેવામાં આવ્યા હતા. જ્યારે શૂટિંગનો દિવસ પૂરો થયો, ત્યારે વિક્કીના હાથ છૂટા કર્યા હતા પરંતુ તેના હાથ સુન્ન થઈ ગયા હતા અને તે હાથ હલાવી શકતો ન હતો. આ પછી તેને એક મહિના માટે આરામ આપવામાં આવ્યો, ત્યારબાદ જ શૂટિંગ ફરી થયું હતું.