Chiranjeevi : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો પૈકી એક એક્ટર ચિરંજીવીએ 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ હંમેશા પોતાની દમદાર એક્ટિંગના દમ પર લાખો લોકોના દિલ જીત્યાં છે. ચિરંજીવી આજે 22 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગ પર તેના અને બિગ બીના ખાસ સંબંધ વિષે વાત કરીએ.
ચિરંજીવીનો જન્મ 22 ઓગસ્ટ 1955ના રોજ આંધ્ર પ્રદેશના પશ્લિમ ગોદાવરી જિલ્લાના મોગાલટૂર ગામમાં થયો હતો. ચિંરજીવીના પિતા કોન્સેટબલ હતા. જેને પગલે અભિનેતાને અલગ-અલગ જગ્યાએ અભ્યાસ કરવો પડ્યો હતો. શું તમે ચિરંજીવીનું સાચું નામ જાણો છો?
ચિરંજીવીનું અસલી નામ કોનિડેલા શિવશંકર વર પ્રસાદ છે. ચિરંજીવીને આ નામ તેના પિતાએ આપ્યું હતું. પરંતુ એક્ટરની માતાના કહેવા પર તેણે તેનું નામ બદલી નાખ્યું. જે પાછળ મુખ્ય કારણ ભગવાન હનુમાનને માનવામાં આવે છે. ત્યારથી કોનિડેલા ચિરંજીવી તરીકે ઓળખાયો. ચિરંજીવીનો અર્થ બહુ ઉંડો છે.
ચિરંજીવીનો મતલબ હંમેશા જીવિત રહો એ થાય છે. કારણ કે ભગવાન હનુમાનને પણ અમર માનવામાં આવે છે. અભિનેતા ચિરંજીવી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા અને લોકપ્રિય સિતારા છે. ચિરંજીવીએ અભિનયની કારકિર્દીની શરૂઆત 1978માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્રણામ ખરીદુ’થી કરી હતી. જો કે ચિરંજીવીની પહેલી ફિલ્મ પુનાધિરાલ્લુ’હતી, પણ આ ફિલ્મ વર્ષ 1979માં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.
ચિરંજીવીની ફિલ્મ ‘ઘરાના મોગુડુ’ 1992માં રિલીઝ થયેલી પ્રથમ ટોલીવુડ ફિલ્મ હતી. આ ફિલ્મમાં અભિનેતાએ અભિનેત્રી નગમા સાથે સ્ક્રીન શેર કરી હતી. મહત્વનું છે કે, ચિરંજીવીની આ ફિલ્મને શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ એનાયત કરાયો હતો. આ પછી તેની હિન્દીમાં રિમેક આવી, જેનું નામ ‘લાડલા’ હતું. તેમાં અનિલ કપૂર અને શ્રીદેવીને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
ચિરંજીવી દક્ષિણના એવા પ્રથમ અભિનેતા છે, જેમને 1987માં પ્રથમ વખત ઓસ્કાર એવોર્ડ પ્રસ્તુતિ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ચિરંજીવીએ વર્ષ 1999માં હોલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યો. તે હોલીવુડ ફિલ્મ ‘ધ રિટર્ન ઓફ’માં જોવા મળવાનો હતો, પરંતુ કોઈ કારણસર તેનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
આ અભિનેતા 90ના દાયકાનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા રહ્યો છે. 1992માં તેણે ફિલ્મ ‘આપદા બંધવુડુ’ માટે 1.25 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મમાં અભિનેતાએ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ તગડી રકમ લઈને પાછળ છોડી દીધા હતા. બિગ બી તે સમયે 1 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા.
જગવિખ્યાત અભિનેતા, નિર્માતા અને પૂર્વ રાજનેતા ચિરંજીવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં ઇન્દ્રા, ગેંગ લીડર, જગદેકા, શંકર દાદા જેવી યાદગાર ફિલ્મો સામેલ છે. ચિરંજીવીએ ભારતીય સિનેમાને અભિનયની નવી પરિભાષા આપી છે.
હવે ચિરંજીવીની નેટવર્થની વાત કરીએ તો વર્ષ 2023 સુધીમાં કુલ સંપત્તિ 200 મિલિયન ડોલર હોવાનું અનુમાન છે. ચિરંજીવી હૈદરાબાદના જુબલી હિલ્સના પ્રાઇમ લોકેશનમાં બિરાજમાન છે. ચિરંજીવીના આ વૈભવી બંગલાની કિંમત 28 કરોડ રૂપિયા છે. ચિરંજીવીએ હાલમાં જ બેંગલુરૂ સ્થિત એક નવું ઘર ખરીધ્યું છે. ચિરંજીવીના કાર કલેક્શનની વાત કરીએ તો તેના પાસે રોલ્સ રોય અને રેંજ રોવર જેવી કાર સામેલ છે. જેની કિંમત લગભગ 1થી 3 કરોડ વચ્ચે છે.





