આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સહિત આ સેલિબ્રિટીઓએ ક્રિસમસની શાનદાર રીતે કરી ઉજવણી

Christmas Day 2022: દર વર્ષે 25મી ડિસેમ્બરે આ દિવસ સર્વત્ર ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સ પણ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી (Christmas Celebration) કરે છે. કેટલાક લોકો ક્લબમાં ઉજવણી કરવાનું પસંદ કરે છે, તો કેટલાક તેમના પરિવાર સાથે.

Written by mansi bhuva
December 25, 2022 13:40 IST
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સહિત આ સેલિબ્રિટીઓએ ક્રિસમસની શાનદાર રીતે કરી ઉજવણી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી

આજે સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 25મી ડિસેમ્બરે આ દિવસ સર્વત્ર ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સ પણ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરે છે. કેટલાક લોકો ક્લબમાં ઉજવણી કરવાનું પસંદ કરે છે, તો કેટલાક તેમના પરિવાર સાથે દરેક વ્યક્તિ આ દિવસે પોતાના ઘરે ક્રિસમસ ટ્રી લગાવે છે અને તેને સારી રીતે શણગારે છે. આ દરમિયાન ઘણા સ્ટાર્સ આ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia Bhatt and Ranbir Kapoor)એ તેમના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. નીતુ કપૂર, સોની રાઝદાન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ અને તેમના BFF અયાન મુખર્જી પણ ઉજવણીમાં જોડાયા હતા. આલિયાની માતા સોની રાઝદાનના ઘરે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

શ્વેતા તિવારીએ પણ શાનદાર રીતે પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી છે. જેની તસીવીરો તેની પુત્રી પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ટીવી અભિનેતા અર્જુન બિજલાણી હાલમાં સ્પિટ્સવિલા હોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતા તેના પરિવારની સાથે ઘર પર ક્રિસમસ ડે સિલિબ્રેટ કર્યું છે. અર્જુને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિનેતા પુત્રની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. પોસ્ટ શેર કરી અર્જુને તમામ લોકોને ક્રિસમસની શુભકામના પાઠવી હતી.

નાગિન ફેમ સુરભિ જ્યોતિને પણ ક્રિસમસ ખુબ પસંદ છે. અભિનેત્રીએ ક્રિસમસ ન્યુયોર્કમાં જઈ સેલિબ્રેટ કર્યું હતુ. સુરભિ જ્યોતિએ પોતાના મિત્રની સાથે ન્યુયોર્કમાં ખુબ મસ્તી કરી હતી. અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ક્રિસમસ સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં અભિનેત્રી વિન્ટર લુકમાં જોવા મળી રહી છે.

અલી ગોની-જેસ્મિન ભસીનને હંમેશા સાથે જોવા મળે છે. આ જોડીને ચાહકો ખુબ પ્રેમ કરે છે. ત્યારે ક્રિસમસના તહેવાર પર તેની સાથે જોવા મળી હતી. આ જોડી પોતાના પરિવાર સાથે ગોવામાં ક્રિસમસ સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અલીએ એક ફોટો શેર કર્યો હતો.

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ આ વખતે પોતાના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી. અભિનેત્રીએ સેલિબ્રેશનનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે તેની સાસુ અને ભાભી સાથે ડાન્સ કરીને સેલિબ્રેશન કરતી જોવા મળે છે. વીડિયોમાં દિવ્યાંકા પિંક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ