Health Tips: તાજું અને પેક્ડ નારિયેળ પાણી શરીર પર સમાન અસર કરે છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

Fresh vs Packed Coconut Water: નાળિયેર પાણી એક એવું પીણું છે જે હવાના સંપર્કમાં આવે ત્યારે ઝડપથી બગડે છે અને તેના પોષક તત્વો અને ગુણધર્મો ગુમાવે છે.

Fresh vs Packed Coconut Water: નાળિયેર પાણી એક એવું પીણું છે જે હવાના સંપર્કમાં આવે ત્યારે ઝડપથી બગડે છે અને તેના પોષક તત્વો અને ગુણધર્મો ગુમાવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
coconut water | fresh coconut water | packed coconut water | coconut water benefits | coconut water nutrients

નારિયેળ પાણી કુદરતી એનર્જી ડ્રિંક છે. પેક્ડ નારિયેળ પાણી કરતા તાજું નારિયેળ પાણી શરીર માટે ફાયદાકારક છે. (Photo- Freepik)

Fresh vs Packed Coconut Water: નારિયેળ પાણી એક કુદરતી પીણું છે જે પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે. તે ઉનાળામાં શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપને પૂર્ણ કરે છે અને શરીરને હાઇડ્રેટ કરે છે. કોકોનટ વોટર ઉનાળામાં શરીરને હાઇડ્રેટ કરવામાં દવાની જેમ કામ કરે છે. ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડાયેટિશિયન ડો.એકતા સિંઘવાલે જણાવ્યું હતું કે, નાળિયેર પાણીમાં સાયટોકિનિન પણ હોય છે જે એન્ટી એજિંગ અને કેન્સર વિરોધી અસરો સાથે સંકળાયેલું છે. નાળિયેર પાણીનું સેવન સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઉનાળામાં તાજા નાળિયેર પાણીનું સેવન શરીરને હાઇડ્રેટ રાખે છે.

Advertisment

ઉનાળામાં બજારમાં દરેક જગ્યાએ નાળિયેર પાણી જોવા મળે છે, પરંતુ અમુક લોકો પોતાની સુવિધાને ધ્યાનમાં રાખીને બજારમાં વેચાતા પેકટ નાળિયેર પાણીનું સેવન કરે છે. પેક કરેલા નારિયેળ પાણીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ અને ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.

હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું કે, નારિયેળ પાણીને કેનમાં લાંબા સમય સુધી સાચવવા માટે પેસ્ટ્યુરાઇઝ્ડ કરવામાં આવે છે, જે નાળિયેર પાણીના પોષક તત્વોને ઘટાડે છે, તેમજ તેનો સ્વાદ બગાડે છે. આવો હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે બે તાજા નારિયેળ પાણી અને પેક્ડ કોકોનટ વોટરમાંથી કયું પાણી વધુ સારું છે અને કયું પીણું શરીરને વધુ ફાયદો કરે છે.

શું તાજા અને પેક્ડ નાળિયેર પાણીની શરીર પર સમાન અસર પડે છે?

નાળિયેર પાણી મુખ્યત્વે પાણી અને સુગરનું બનેલું હોય છે. તેમાં મિનરલ્સ, કેલ્શિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ચેન્નાઈ, ટી નગરના ક્લાઉડનાઇન ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ ન્યુટ્રિશનિસ્ટ હરિપ્રિયા એનએ જણાવ્યું હતું કે, નાળિયેર પાણી એક એવું પીણું છે જે હવાના સંપર્કમાં આવે ત્યારે ઝડપથી બગડે છે અને તેના પોષક તત્વો અને ગુણધર્મો ગુમાવે છે.

Advertisment
coconut water benefits and side effects | coconut water benefits | coconut water side effects | coconut water harmful in these disease | coconut water health tips
નારિયેળ પાણીમાં વિવિધ પોષક તત્વ હોય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. (Photo - Freepik)

પેક્ડ નાળિયેર પાણીને લાંબા સમય સુધી સાચવવા માટે અથવા તેની શેલ્ફ લાઇફ વધારવા માટે ઉત્પાદકો એડિટિવ્સ અને બાયો-પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરી શકે છે. તેમાં સુગર, આર્ટિફિશિયલ ફ્લેવર અને સ્ટેબિલાઇઝર્સનો સમાવેશ થઈ શકે છે. જો તમે નારિયેળના પાણીનો ભરપૂર લાભ લેવા માંગો છો તો તમારે બજારમાં વેચાતા પેક્ડ નારિયેળ પાણીને બદલે તાજુ નારિયેળ પાણી પીવું જોઇએ.

પેક્ડ જ્યુસમાં કૃત્રિમ ચીજોનો ઉપયોગ આ પીણાની કુદરતીતા ગુમાવે છે. પેક્ડ નારિયેળ પાણી પ્લાસ્ટિક કે અન્ય બાયોડિગ્રેડેબલ કન્ટેનરમાં ભરેલું હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની સાથે પર્યાવરણમાં પ્રદૂષણનું કારણ પણ બને છે. પેક્ડ નાળિયેર પાણી ફક્ત ફોક છે જેનાથી તમારું પેટ ભરેલું રહે છે પણ શરીરને કોઇ ફાયદો થતો નથી.

આ પણ વાંચો | બાળકોએ ઉંમર પ્રમાણે કેટલી કેલેરીનું સેવન કરવું જોઈએ? જુઓ કેલેરી ચાર્ટ

પેક્ડ કોકોનટ વોટર તાજા નાળિયેર જેટલું ફ્રેશ હોતું નથી. ફ્રેશ નાળિયેર પાણીમાં એક વિશેષ સ્વાદ અને સુગંધ હોય છે જે પેક કરેલા જ્યુસમાં બિલકુલ હોતા નથી. પેક્ડ નારિયેળ પાણીને દૂષિત થઇ શકે છે, જેના કારણે શરીરમાં અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. જો આ પેક્ડ જ્યુસના ઉત્પાદન અને પેકેજિંગ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે તો તે પ્રદૂષણનું જોખમ વધારી શકે છે.

health tips જીવનશૈલી