Coolie Box Office Collection Day 4 | રજનીકાંત ની કુલી રવિવારે ચોથા દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કરી કમાણી?

કુલી બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 | કુલી રજનીકાંતના કરિયરની 171 મી ફિલ્મ છે. આ ફિલ્મ લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત છે. કુલી એક ભારતીય તમિલ ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે, અહીં જાણો ચોથા દિવસનું બોક્સ ઓફિસ કલેકશન

કુલી બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 | કુલી રજનીકાંતના કરિયરની 171 મી ફિલ્મ છે. આ ફિલ્મ લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત છે. કુલી એક ભારતીય તમિલ ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે, અહીં જાણો ચોથા દિવસનું બોક્સ ઓફિસ કલેકશન

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
કુલી બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 |

Coolie Box Office Collection Day 4

Coolie Box Office Collection Day 4 | બોલીવુડ અને ટોલીવુડ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દરેકના દિલમાં ખાસ સ્થાન બનાવનાર રજનીકાંત (Rajinikanth) માટે દરેક વ્યક્તિ દિવાના છે. આ જ કારણ છે કે તેમની ફિલ્મો રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે, અહીં જાણો સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ કુલી (Coolie) રવિવારે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે?

Advertisment

કુલી બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 (Coolie Box Office Collection Day 4)

રજનીકાંતની ફિલ્મ કુલીએ પહેલા દિવસે ગુરુવારે 65 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર પોતાનું ખાતું ખોલ્યું હતું. બીજા દિવસે શુક્રવારે ફિલ્મે 54.75 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે શનિવારે 'કુલી' એ 39.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મનું રવિવારનું કલેક્શન પણ સામે આવ્યું છે.

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલીએ અત્યાર સુધી સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'કુલી'એ આજે, રવિવારે સપ્તાહના અંતે 26.73 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ 'કુલી'એ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર કુલ 185.98 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

કુલી મુવી સ્ટોરી (Coolie Movie Story)

કુલી મૂવીની સ્ટોરી દેવા (રજનીકાંત) ની છે, જે પહેલા કુલી તરીકે કામ કરતો હતો. હવે તે ચેન્નાઈમાં પોતાનું ગેસ્ટ હાઉસ ચલાવે છે. એક દિવસ તેને તેના જૂના મિત્ર રાજશેખર (સત્યરાજ) ના મૃત્યુના સમાચાર મળે છે. તેને ખબર પડે છે કે રાજશેખરની હત્યા થઈ ગઈ છે. ખરેખર, રાજશેખરે એક મશીન બનાવ્યું હતું જે કોઈપણ પ્રાણીના શરીરને થોડીક સેકંડમાં રાખમાં ફેરવી શકે છે.

Advertisment

પરંતુ દાણચોર સિમોન (નાગાર્જુન અક્કીનેની) અને તેનો ખાસ માણસ દયાલ (સૌબીન શાહિર) આ મશીનનો દુરુપયોગ કરે છે. તેઓ તેનો ઉપયોગ મનુષ્યોના શરીરને બાળવા માટે કરે છે. આ માટે, તેઓએ રાજશેખર અને તેની પુત્રી પ્રીતિ (શ્રુતિ હાસન) ને પણ ધમકી આપી હતી. સ્ટોરી આગળ દેવા તેના મિત્રની હત્યાનો બદલો કેવી રીતે લે છે તેના પર છે.

ધ બંગાળ ફાઇલ્સ નું ટ્રેલર રિલીઝ, રમખાણો, હિંસા, હૃદયદ્રાવક દ્રશ્યો દેખાયા

કુલી સ્ટાર કાસ્ટ (Coolie Star Cast)

કુલી રજનીકાંતના કરિયરની 171 મી ફિલ્મ છે. આ ફિલ્મ લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત છે. કુલી એક ભારતીય તમિલ ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે. તેનું નિર્માણ કલાનિધિ મારન દ્વારા સન પિક્ચર્સ હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આમિર ખાનનો નાનકડો રોલ છે અને નાગાર્જુન, ઉપેન્દ્ર અને પૂજા હેગડે જેવા સ્ટાર્સે જબરદસ્ત અભિનય આપ્યો છે. ફિલ્મના દરેક પાત્રે પોતાના શાનદાર અભિનય દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ